નમસ્તે મિત્રો આજે આપણે દરેક ગુજરાતીના ઘરમાં ખવાતા દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત શીખીશું. ઢોકળા એ એક પૌષ્ટિક નાસ્તો છે જે દરેક ગુજરાતીને ખૂબ જ પ્રિય છે જે ખૂબ જ સોફ્ટ અને જેને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા હોય છે ઢોકળા આજકાલ બજારમાં મળતા ઇન્સ્ટન્ટ બેસન ના ઢોકળા ખૂબ જ પ્રચલિત છે પરંતુ આજે આપણે ટ્રેડિશનલ ગુજરાતી ઘરોમાં બનતા ચણાની દાળ અને ચોખાને પલાળી ને બનાવવામાં આવતા ઢોકળા ની વાનગી શીખીશું તો ચાલો બનાવીએ ચણાની દાળ ચોખા ના ઢોકળા, dal chokha na dhokla banavani rit.
દાળ ચોખા ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ચોખા
- ½ કપ ચણા દાળ
- 2-3 ચમચી દહીં
- ½ ચમચી હળદર
- 1-2 ચમચી આદુ,મરચા,લસણ ની પેસ્ટ
- ½ ચમચી સોડા
- મીઠું સ્વાદ પ્રમાણે
- 4-5 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી તલ
- ½ ચમચી હિંગ
- 1 દાડી મીઠો લીમડો
- 1-2 લીલા મરચા
Dal chokha na dhokla banavani rit
ઢોકળા બનાવવા સૌ પ્રથમ એક તપેલી માં ચોખા અને દાળને બરોબર મિક્સ કરી લો , હવે ચોખા અને દાળને પાણીથી બરોબર ધોઇ સાફ કરો
ત્યારબાદ તપેલીમાં ચાર-પાંચ ગ્લાસ પાણીમાં નાખી દાળ ચોખા ને ઢાંકણ ઢાંકી ચારથી પાંચ કલાક પલળવા મૂકી દો , દાળ અને ચોખા બંને પલળી જાય એટલે વધારા નું પાણી કાઢી નાખો
પલાળેલા દાળ ચોખા માં દહી ને જરૂર મુજબ પાણી નાખી તેને મિક્સરમાં બરોબર પીસી લ્યો , હવે પીસેલું મિશ્રણ ને ઢાંકણ ઢાંકી છથી સાત કલાક અથવા આખી રાત ગરમ જગ્યાએ આથો આવવા એક્સાઇડ મૂકી દેવું
છથી સાત કલાક બાદ આથો આવી ગયો બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ,આદુ-મરચા-લસણની પેસ્ટ , હરદળ, એક ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરો , હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ મૂકો તેમાં નીચે કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી પાણી ગરમ થવા દો
પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં ઢોકળાં આ મિશ્રણમાં સોડા ઉમેરી બરોબર મિક્સ કરી લો , હવે ગ્રીસ કરેલા એક વાસણમાં ઢોકળાનું મિશ્રણ નાખો
હવે એ વાસણ ને ઉકળતા પાણી વાળા કડાઈમાં મૂકી ઢાંકણ ઢાંકી પંદર મિનિટ ચડાવો , ઢોકળા ચડી જાય એટલે તેને બહાર કાઢી ઠંડા થવા દો
ઢોકળા ઠંડા થઈ જાય એટલે તેના કટકા કરી લો , હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ , હિંગ,તલ , લીલુ મરચુ ,મીઠો લીમડો નાખી વઘાર કરો
તૈયાર વઘારમાં ઢોકળા ના કટકા નાખી બરોબર મિક્સ કરો ,લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસો
દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TheVegHouse ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Dal chokha na dhokla Recipe in Gujarati
દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | dal chokha na dhokla banavani rit | dal chokha na dhokla recipe in gujarati
Equipment
- 1 કડાઈ/કુકર
Ingredients
દાળ ચોખા ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ચોખા
- ½ કપ ચણા દાળ
- 2-3 ચમચી દહીં
- ½ ચમચી હળદર
- 1-2 ચમચી આદુ, મરચા, લસણ ની પેસ્ટ
- ½ ચમચી સોડા
- મીઠું સ્વાદ પ્રમાણે
- 4-5 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી 1 ચમચી તલ
- ½ ચમચી ચમચી હિંગ
- 1 દાડી મીઠો લીમડો
- 1-2 લીલા મરચા
Instructions
દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત – Dal chokha na dhokla banavani rit
- ઢોકળા બનાવવા સૌ પ્રથમ એક તપેલી માં ચોખા અનેદાળને બરોબર મિક્સ કરી લો
- હવે ચોખા અને દાળને પાણીથી બરોબર ધોઇ સાફ કરો
- ત્યારબાદ તપેલીમાં ચાર-પાંચ ગ્લાસ પાણીમાં નાખી દાળ ચોખા ને ઢાંકણ ઢાંકી ચારથી પાંચકલાક પલળવા મૂકી દો
- દાળ અને ચોખા બંને પલળી જાય એટલે વધારા નુંપાણી કાઢી નાખો
- પલાળેલા દાળ ચોખા માં દહી ને જરૂર મુજબ પાણીનાખી તેને મિક્સરમાં બરોબર પીસી લ્યો
- હવે પીસેલું મિશ્રણ ને ઢાંકણ ઢાંકી છથી સાતકલાક અથવા આખી રાત ગરમ જગ્યાએ આથો આવવા એક્સાઇડ મૂકી દેવું
- છથી સાત કલાક બાદ આથો આવી ગયો બાદ તેમાં સ્વાદ પ્રમાણેમીઠું ,આદુ-મરચા-લસણનીપેસ્ટ , હરદળ, એક ચમચી તેલ નાખી બરાબર મિક્સકરો
- હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ મૂકો તેમાંનીચે કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી પાણી ગરમ થવા દો
- પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં ઢોકળાં આ મિશ્રણમાંસોડા ઉમેરી બરોબર મિક્સ કરી લો
- હવે ગ્રીસ કરેલા એક વાસણમાં ઢોકળાનું મિશ્રણનાખો
- હવે એ વાસણ ને ઉકળતા પાણી વાળા કડાઈમાં મૂકીઢાંકણ ઢાંકી પંદર મિનિટ ચડાવો
- ઢોકળા ચડી જાય એટલે તેને બહાર કાઢી ઠંડા થવાદો
- ઢોકળા ઠંડા થઈ જાય એટલે તેના કટકા કરી લો
- હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલેતેમાં રાઈ , હિંગ,તલ, લીલુ મરચુ ,મીઠો લીમડો નાખી વઘાર કરો
- તૈયાર વઘારમાં ઢોકળા ના કટકા નાખી બરોબર મિક્સકરો
- લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસો
Dal chokha na dhokla recipe in gujarati notes
- સોડા ની જગ્યાએ તમે ઇનો પણ નાખી સકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી સાથે | chorafali banavani rit | chorafali recipe in Gujarati
ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit