ગુજરાત માં દરેક જગ્યાએ ની પોતાની એક પારંપરિક વાનગી છે જે ખાસ અમુક વાર તહેવાર પર બનાવવામાં આવતી હોય છે dahithara recipe in gujarati પણ એક એવી જ વાનગી છે જે ખાસ દિવાળી પર બનાવી ને તૈયાર કરવામાં આવે છે. આ એક પ્રકારની પૂરી જ છે અને આ દહીંથરા નમકીન અને મીઠા બને રીતે બનતા હોય છે આજ આપણે નમકીન દહીંથરા બનાવવાની રીત શીખીશું જે એકદમ સરળ છે અને એક વખત બનાવી લાંબા સમય સુંધી ખાઈ શકો છો.
dahithara recipe ingredients
- મેંદા નો લોટ 3 કપ
- મોળું દહીં જરૂર મુજબ
- ઘી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
દહીંથરા બનાવવાની રીત
દહીંથરા બનાવવા સૌપ્રથમ કથરોટ માં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પોણા કપ જેટલું ઘી નાખી મસળી લ્યો અને ઘી અને લોટ ને મિક્સ કરી લોટ ના મુઠીયા બને એટલું મોણ નાખી મિક્સ કરી લ્યો.
હવે લોટ મા થોડું થોડું કરી દહીં નાખી ને હળવા હાથે મિક્સ કરી લોટ ને ભેગો કરી લેવાને કઠણ લોટ મિક્સ કરી તૈયાર કરી લ્યો. અને બાંધેલા લોટ પર કપડું ભીનું કરી નીચોવી રાખેલ ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો. વીસ મિનિટ પછી ફરીથી હલકા હાથે લોટ ને મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ લોટ લઈ લુવો બનાવી લ્યો.
ત્યારબાદ લૂવાને હથેળી વડે થોડા દબાવી ને ચપટા કરી લ્યો . આમ બધા લોટ માંથી દહીંથરા બનાવી થાળી મા મૂકતા જાઓ. હવે ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ દહીંથરા નાખી બે ચાર મિનિટ એમજ ચડવા દયો. ચાર મિનિટ પછી હલકા હાથે ઝારા થી દહીંથરા ને ઉથલાવી લ્યો.
આમ બને બાજુ ઉથલાવી ઉથલાવી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો અને બીજા દહીંથરા ને પણ ધીમા તાપે તરી લ્યો.
આમ બધા જ દહીંથરા ને તરી ને તૈયાર કરો અને ઠંડા કરી લ્યો અને ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ચા દૂધ કે દહીં સાથે મજા લ્યો દહીંથરા.
Dahithara notes
- અહી જો ઘી નું પ્રમાણ વધારે કરી નાખશો તો તરતી વખતે લોટ છૂટો પડી જસે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
dahithara recipe in gujarati
dahithara recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
dahithara recipe ingredients
- 3 કપ મેંદા નો લોટ
- મોળું દહીં જરૂર મુજબ
- ઘી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
dahithara recipe in gujarati
- દહીંથરા બનાવવા સૌપ્રથમ કથરોટ માં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પોણા કપ જેટલું ઘી નાખી મસળી લ્યો અને ઘી અને લોટ ને મિક્સ કરી લોટ ના મુઠીયા બને એટલું મોણ નાખી મિક્સ કરી લ્યો.
- હવે લોટ મા થોડું થોડું કરી દહીં નાખી ને હળવા હાથે મિક્સ કરી લોટ ને ભેગો કરી લેવાને કઠણ લોટ મિક્સ કરી તૈયાર કરી લ્યો. અને બાંધેલા લોટ પર કપડું ભીનું કરી નીચોવી રાખેલ ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો. વીસ મિનિટ પછી ફરીથી હલકા હાથે લોટ ને મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ લોટ લઈ લુવો બનાવી લ્યો.
- ત્યારબાદ લૂવાને હથેળી વડે થોડા દબાવી ને ચપટા કરી લ્યો . આમ બધા લોટ માંથી દહીંથરા બનાવી થાળી મા મૂકતા જાઓ. હવે ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ દહીંથરા નાખી બે ચાર મિનિટ એમજ ચડવા દયો. ચાર મિનિટ પછી હલકા હાથે ઝારા થી દહીંથરા ને ઉથલાવી લ્યો.
- આમ બને બાજુ ઉથલાવી ઉથલાવી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો અને બીજા દહીંથરા ને પણ ધીમા તાપે તરી લ્યો.
- આમ બધા જ દહીંથરા ને તરી ને તૈયાર કરો અને ઠંડા કરી લ્યો અને ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ચા દૂધ કે દહીં સાથે મજા લ્યો દહીંથરા.
Dahithara notes
- અહી જો ઘી નું પ્રમાણ વધારે કરી નાખશો તો તરતી વખતે લોટ છૂટો પડી જસે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Potli daal dhokli | પોટલી દાળ ઢોકળી બનાવવાની રેસીપી
દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit
સાત ધાન નો ખીચડો બનાવવાની રીત | saat dhan khichdi recipe in gujarati
લસણની ચટણી બનાવવાની રીત | Lasan ni chatni banavani rit
સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત | sev dungri nu shaak banavani rit