આ રીંગણા નું ભરથું બધા ને પસંદ આવે છે આજ આપણે એમાં થોડી અલગ રીતે અને ખૂબ ઓછા મસાલા અને દહી સાથે બનાવશું જે રેગ્યુલર ભાર્થા થી થોડું અલગ અને સ્વાદિષ્ટ લાગે છે તો એક વખત આ રીતે પણ બનાવી શકાય. અને રોટલી રોટલા કે પરોઠા સાથે સર્વ કરો તો ચાલો Dahi valu ringna nu bharthu – દહીં વાળું રીંગણા નું ભરથુ બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- રીંગણા 2-3
- ઝીણી સમારેલી ડુંગળી 1
- ઝીણી સમારેલી મેથી 2-3 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- દહી 4-5 ચમચી
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- ઝીણું સમારેલું લસણ 2 ચમચી
- ઝીણા સમારેલા લીલાં મરચા 3-4
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
Dahi valu ringna nu bharthu ni recipe
દહીં વાળું રીંગણા નું ભરથુ બનાવવા સૌપ્રથમ રીંગણા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી એમાં થોડા થોડા અંતરે કાપા કરી ચેક કરી લ્યો કે ખરાબ તો નથી ને હવે રીંગણા પર તેલ લગાવી ગેસ પર મૂકી થોડી થોડી વારે ફેરવી ફેરવી શેકી લ્યો. આમ બધી બાજુ થી બરોબર શેકાઈ ને ચડી જાય એટલે ગેસ બંધ કરી રીંગણા ને છોલી બરેલી છાલ અલગ કરી નાખો.
હવે છોલેલા રીંગણા ની દાડી અલગ કરી સાવ ઝીણું ઝીણું સમારી લ્યો અને એક તપેલી માં નાખો હવે એમાં બે ત્રણ ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલી મેથી, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને દહીં નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે વઘરીયા માં તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ , ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણું સમારેલું લસણ નાખી શેકી લ્યો.
લસણ બરોબર શેકાઈ જાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને રીંગણા દહી વાળા મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી મજા લ્યો દહીં વાળું રીંગણા નું ભરથુ.
Dahi bharthu recipe notes
- અહી તમે દહી વધુ પસંદ હોય તો થોડું વધારે પણ નાખી શકો છો.
- રીંગણા ને ચેક ક્રીનલિધા બાદ કાપા માં લસણ ની કણી અને લીલા મરચા નાખી એને પણ શેકી શકો છો.
- તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરવી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દહીં વાળું રીંગણા નું ભરથુ ની રેસીપી
Dahi valu ringna nu bharthu ni recipe
Equipment
- 1 વઘારિયું
- 1 તપેલી
Ingredients
Ingredients list
- 2-3 રીંગણા
- 1 ઝીણી સમારેલી ડુંગળી
- 2-3 ચમચી ઝીણી સમારેલી મેથી
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 4-5 ચમચી દહી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી ઝીણું સમારેલું લસણ
- 3-4 ઝીણા સમારેલા લીલાં મરચા
- ½ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
Dahi valu ringna nu bharthu ni recipe
- દહીં વાળું રીંગણા નું ભરથુ બનાવવા સૌપ્રથમ રીંગણા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી એમાં થોડા થોડા અંતરે કાપા કરી ચેક કરી લ્યો કે ખરાબ તો નથી ને હવે રીંગણા પર તેલ લગાવી ગેસ પર મૂકી થોડી થોડી વારે ફેરવી ફેરવી શેકી લ્યો. આમ બધી બાજુ થી બરોબર શેકાઈ ને ચડી જાય એટલે ગેસ બંધ કરી રીંગણા ને છોલી બરેલી છાલ અલગ કરી નાખો.
- હવે છોલેલા રીંગણા ની દાડી અલગ કરી સાવ ઝીણું ઝીણું સમારી લ્યો અને એક તપેલી માં નાખો હવે એમાં બે ત્રણ ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલી મેથી, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને દહીં નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે વઘરીયા માં તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ , ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણું સમારેલું લસણ નાખી શેકી લ્યો.
- લસણ બરોબર શેકાઈ જાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને રીંગણા દહી વાળા મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી મજા લ્યો દહીં વાળું રીંગણા નું ભરથુ.
Notes
- અહી તમે દહી વધુ પસંદ હોય તો થોડું વધારે પણ નાખી શકો છો.
- રીંગણા ને ચેક ક્રીનલિધા બાદ કાપા માં લસણ ની કણી અને લીલા મરચા નાખી એને પણ શેકી શકો છો.
- તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરવી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Matar nimona banavani rit | મટર નીમોના બનાવવાની રીત
Dungri lasan vala vaghrela mamra banavani rit | ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત
tandoori masala banavani rit | તંદુરી મસાલો બનાવવાની રીત
vagharela bhaat banavani rit | વઘારેલો ભાત બનાવવાની રીત
Lili chatni banavani rit | લીલી ચટણી બનાવવાની રીત
makai ni rotli banavani rit | મકાઈ ની રોટલી બનાવવાની રીત