મિત્રો આજે આપણે દહીં વાલે આલું બનાવવાની રીત શીખીશું આ પંજાબી શાક ખૂબ ટેસ્ટી લાગે છે અને રોટલી પરોઠા કે નાન સાથે સર્વ કરી શકો છો. તો ચાલો Dahi vale aloo banavani rit શીખીએ.
Ingredients list
- બટાકા 5-6
- ઘી 2 ચમચી
- જીરું ½ + ½ ચમચી
- હિંગ ½ ચમચી
- ઝીણું સમારેલું આદુ ½ ચમચી
- ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
- દહીં 1 કપ
- બેસન 1-2 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- ઝીણા સમારેલા ટામેટા ½ કપ
- લીલ ધાણા સુધારેલા 2-3 ચમચી
- વરિયાળી ½ ચમચી
- અજમો 1 ચમચી
- મરી 8-10
- સૂકા લાલ મરચા 1-2
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Dahi vale aloo banavani rit
દહીં વાલે આલું બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને ત્યાર બાદ પાણી માં નાખી ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં વરિયાળી, અજમો, મરી, અડધી ચમચી જીરું અને સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે હલાવતા રહો અને શેકી લ્યો અને બધા મસાલા થોડા ઠંડા થાય એટલે પીસી ને પાઉડર બનાવી લ્યો અને તૈયાર મસાલા ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એજ કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, ઝીણું સમારેલું આદુ અને મરચા નાખો અને મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલા આલું ને પાણી માંથી કાઢી ને નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે શેકી લ્યો.
આલું ને આઠ દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. આલું ચડે ત્યાં સુધીમાં દહીં માં બેસન, હળદર, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને પીસી રાખેલ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો. બટાકા શેકાઈ જાય બરોબર એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરો અને ટમેટા ને પણ શેકી ને ચડાવી લ્યો.
ટમેટા નરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં દહીં નાખી મિક્સ કરી લ્યો અને દહીં વાળા મિશ્રણ માં અડધા થી એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો જેથી દહી ફાટી ના જાય.
ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે ચડાવી લ્યો ગ્રેવી થોડી ઘટ્ટ થાય અને બટાકા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ શાક ને સર્વ કરો. તો તૈયાર છે દહીં વાલે આલું.
Dahi vale aloo recipe notes
- દહીં કડાઈ માં નાખતી વખતે ફાટે નહિ એ માટે ગેસ બંધ કરી નાખવો અથવા સાવ ધીમો કરી નાખવો.
- અહી તમે બટાકા ને બાફી ને મોટા કટકા કરી ને પણ નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દહીં વાલે આલું બનાવવાની રીત
Dahi vale aloo banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 5-6 બટાકા
- 2 ચમચી ઘી 2
- 1 ચમચી જીરું
- ½ ચમચી હિંગ
- ½ ચમચી ઝીણું સમારેલું આદુ
- 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
- 1 કપ દહીં
- 1-2 ચમચી બેસન
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- ½ કપ ઝીણા સમારેલા ટામેટા
- 2-3 ચમચી લીલ ધાણા સુધારેલા
- ½ ચમચી વરિયાળી
- 1 ચમચી અજમો
- 8-10 મરી
- 1-2 સૂકા લાલ મરચા
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Dahi vale aloo banavani rit
- દહીં વાલે આલું બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને ત્યાર બાદ પાણી માં નાખી ને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં વરિયાળી, અજમો, મરી, અડધી ચમચી જીરું અને સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે હલાવતા રહો અને શેકી લ્યો અને બધા મસાલા થોડા ઠંડા થાય એટલે પીસી ને પાઉડર બનાવી લ્યો અને તૈયાર મસાલા ને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એજ કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, ઝીણું સમારેલું આદુ અને મરચા નાખો અને મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલા આલું ને પાણી માંથી કાઢી ને નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે શેકી લ્યો.
- આલું ને આઠ દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. આલું ચડે ત્યાં સુધીમાં દહીં માં બેસન, હળદર, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને પીસી રાખેલ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો. બટાકા શેકાઈ જાય બરોબર એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરો અને ટમેટા ને પણ શેકી ને ચડાવી લ્યો.
- ટમેટા નરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં દહીં નાખી મિક્સ કરી લ્યો અને દહીં વાળા મિશ્રણ માં અડધા થી એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો જેથી દહી ફાટી ના જાય.
- ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે ચડાવી લ્યો ગ્રેવી થોડી ઘટ્ટ થાય અને બટાકા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ શાક ને સર્વ કરો. તો તૈયાર છે દહીં વાલે આલું.
Dahi vale aloo recipe notes
- દહીં કડાઈ માં નાખતી વખતે ફાટે નહિ એ માટે ગેસ બંધ કરી નાખવો અથવા સાવ ધીમો કરી નાખવો.
- અહી તમે બટાકા ને બાફી ને મોટા કટકા કરી ને પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
પાલક બેસન મટર નું શાક ની રેસીપી | Palak besan matar nu shaak ni recipe
ઝુનકા બનાવવાની રીત | Zunka banavani rit | Zunka recipe in gujarati
તંદુરી મસાલો બનાવવાની રીત | tandoori masala banavani rit