મિત્રો આ દહીં વાળા મરચા એટલાં સ્વાદિષ્ટ લાગે છે કે તમે શાક ના હોય તો પણ આ મરચા સાથે આરામ થી એક રોટલી વધારે ખાઈ જસો. આ દહી વાળા મરચા બનાવવા પણ ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. આ Dahi vala marcha ને તમે પ્રવાસમાં પણ બનાવી ને લઈ જઈ શકો છો.
દહીં વાળા મરચા બનાવવા જરૂરી સામગ્રી
- મોરા / મિડીયમ તીખા લીલા મરચા 200 ગ્રામ
- તેલ 2-3 ચમચી
- રાઈ ½ ચમચી
- મેથી દાણા ½ ચમચી
- જીરું ½ ચમચી
- વરિયાળી ½ ચમચી
- કલોંજી ½ ચમચી
- દહી 2-3 ચમચી
- હળદર ½ ચમચી
- મરચા પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- વરિયાળી પાઉડર 1 ચમચી
- સીંગદાણા અધ કચરા પીસેલા 3-4 ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Dahi vala marcha banavani rit
દહીં વાળા મરચા બનાવવા સૌથી પહેલા મિડીયમ તીખા હોય એવા મરચા લ્યો એને પાણી થી ધોઈ સાફ કરી લ્યો અને ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો હવે ચાકુ થી એક એક મરચામાં લાંબા કાપા કરી લ્યો અને બીજ અલગ કરવા હોય તો બીજ ને અલગ કરી નાખો. આમ બધા મરચામાં કાપા કરી તૈયાર કરી લ્યો.
હવે એક વાટકા માં દહીં લ્યો એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, વરિયાળી પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો અને ત્યાર બાદ સીંગદાણા ને પણ મિક્સર જારમાં અથવા ખંડણી માં ફૂટી ને અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, વરિયાળી, મેથી દાણા, કલોંજી નાખી મિક્સ કરી તતડાવી લ્યો હવે એમાં હિંગ અને કાપા કરેલ લીલા મરચા નાખી મિક્સ કરી મરચા ને શેકી લ્યો. મરચા થોડી થોડી વારે હલાવી ને બધી બાજુથી બરોબર શેકી લ્યો.
મરચા શેકાઈ જાય એટલે ગેસ ધીમો કરી મરચા ને એક બાજુ કરી એમાં મસાલા વાળું દહી નાખી શેકી લ્યો ત્યાર બાદ મરચા ને દહી સાથે હલકા હાથે મિક્સ કરી શેકી લ્યો. મરચા ને દહી ને બે ત્રણ મિનિટ શેકી લીધા બાદ એમાં સીંગદાણા નો અધ કચરો પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બે મિનિટ શેકી લ્યો,
ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ કે ઠંડા થયેલા મરચા ને રોટલી, રોટલા કે પરોઠા સાથે મજા લ્યો તો તૈયાર છે.
Recipe notes
- દહી નાખ્યા પછી દહી ગરમ થાય ત્યાં સુંધી હલાવતા રહેવું નહિતર દહી ફાટી જસે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દહીં વાળા મરચા બનાવવાની રીત
Dahi vala marcha banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
જરૂરી સામગ્રી
- 200 ગ્રામ મોરા / મિડીયમ તીખા લીલા મરચા
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી મેથી દાણા
- ½ ચમચી જીરું
- ½ ચમચી વરિયાળી
- ½ ચમચી કલોંજી
- 2-3 ચમચી દહી
- ½ ચમચી હળદર
- ½ ચમચી મરચા પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી વરિયાળી પાઉડર
- 3-4 ચમચી સીંગદાણા અધ કચરા પીસેલા
- ½ ચમચી આમચૂર પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Dahi vala marcha banavani rit
- દહીં વાળા મરચા બનાવવા સૌથી પહેલા મિડીયમ તીખા હોય એવા મરચા લ્યો એને પાણી થી ધોઈ સાફ કરી લ્યો અને ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો હવે ચાકુ થી એક એક મરચામાં લાંબા કાપા કરી લ્યો અને બીજ અલગ કરવા હોય તો બીજ ને અલગ કરી નાખો. આમ બધા મરચામાં કાપા કરી તૈયાર કરી લ્યો.
- હવે એક વાટકા માં દહીં લ્યો એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, વરિયાળી પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો અને ત્યાર બાદ સીંગદાણા ને પણ મિક્સર જારમાં અથવા ખંડણી માં ફૂટી ને અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, વરિયાળી, મેથી દાણા, કલોંજી નાખી મિક્સ કરી તતડાવી લ્યો હવે એમાં હિંગ અને કાપા કરેલ લીલા મરચા નાખી મિક્સ કરી મરચા ને શેકી લ્યો. મરચા થોડી થોડી વારે હલાવી ને બધી બાજુથી બરોબર શેકી લ્યો.
- મરચા શેકાઈ જાય એટલે ગેસ ધીમો કરી મરચા ને એક બાજુ કરી એમાં મસાલા વાળું દહી નાખી શેકી લ્યો ત્યાર બાદ મરચા ને દહી સાથે હલકા હાથે મિક્સ કરી શેકી લ્યો. મરચા ને દહી ને બે ત્રણ મિનિટ શેકી લીધા બાદ એમાં સીંગદાણા નો અધ કચરો પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બે મિનિટ શેકી લ્યો,
- ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ કે ઠંડા થયેલા મરચા ને રોટલી, રોટલા કે પરોઠા સાથે મજા લ્યો તો તૈયાર છે.
Recipe notes
- દહી નાખ્યા પછી દહી ગરમ થાય ત્યાં સુંધી હલાવતા રહેવું નહિતર દહી ફાટી જસે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Bacheli rotli mathi patra recipe | બચેલી રોટલી માંથી પાત્રા બનાવવાની રીત
કમળ કાકડી નું શાક બનાવવાની રીત | Kamal kakadi nu shaak banavani rit
ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti banavani rit | fulka roti recipe
મુખવાસ બનાવવાની રીત | mukhwas banavani rit
કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak banavani rit