નમસ્તે મિત્રો, આજે આપણે જે રેસિપી જોઈશું તેનું નામ છે દહીં અને પાપડ નું શાક. આ શાક મગ ની ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે. આ શાક માં પાપડ ની સાથે દહીં નાખવા થી ખુબ જ સારો ટેસ્ટ આવે છે તો ચાલો જોઈએ આ દહીં પાપડ નું શાક બનાવવાની રીત,Dahi papad nu shaak banavani rit, dahi papad nu shaak recipe in Gujarati.
દહીં પાપડ નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ૪ ચમચી તેલ
- ૧/૨ ચમચી રાઈ
- ૧/૨ ચમચી જીરું
- ૧/૪ ચમચી હિંગ
- થોડા મીઠા લીમડા ના પાન
- ૧ નંગ સમારેલી ડુંગળી
- ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
- ૧ નંગ લીલું મરચું
- ૧/૨ ચમચી હળદર
- ૧ ચમચી મરચું
- ૧/૨ ચમચી ધાણા પાવડર
- ૧ કપ પાણી
- ૧ કપ દહીં
- ૧ થી ૨ શેકેલા પાપડ
- ૧/૪ ચમચી મીઠું
- ૧/૨ ચમચી ગરમ મસાલા
- ચપટી કસુરી મેથી
- ૨ ચમચી સમારેલી કોથમરી
Dahi papad nu shaak recipe in Gujarati
સૌ પ્રથમ એક પેઈન માં આશરે ૪ ચમચી જેટલું તેલ લઇ ગરમ કરવું , ત્યારબાદ તેમાં રાઈ ,જીરું ,હિંગ અને મીઠા લીમડા ના થોડા પાન નાખી સાંતળી લેવું, ત્યારબાદ તેમાં એક સમારેલી ડુંગળી નાખવી અને તેને થોડીવાર સાંતળી લેવું . હવે તેમાં આદુ અને લસણ પેસ્ટ નાખવી અને એક લીલું સમારેલું મરચું નાખી મિક્સ કરી લેવું .
એટલું સાંતળી લીધા પછી તેમાં અડધી ચમચી જેટલી હળદર ,એક ચમચી લાલ મરચું પાવડર , અડધી ચમચી ધાણા પાવડર નાખી મિક્સ કરી લેવું, હવે તેમાં એક કપ પાણી અને એક કપ જેટલું જેરેલું દહીં નાખી તેને બરાબર મિક્સ કરી ચડવા દેવું , ત્યાં સુદી બીજી બાજુ એક મોટી સાઈઝ નો પાપડ લઇ તેને શેકી લેવો .
પાપડ બંને બાજુ થી બરાબર શેકી લીધા બાદ તેને શાક માં ટુકડા કરી ને નાખવું અને બરાબર મિક્સ કરી લેવું , ત્યારબાદ તેમાં પા ચમચી જેટલું મીઠું નાખી બે મિનીટ માટે ઢાંકી ને ચડવા રાખવું .
બે મિનીટ પછી તેમાં એક ચમચી જેટલી કસુરી મેથી મસળી ને નાખવી અને ૨ ચમચી જેટલી સમારેલી કોથમરી નાખી મિક્સ કરી લેવું તો તૈયાર છે સર્વ કરવા માટે દહીં અને પાપડ નું મજેદાર અને ટેસ્ટી શાક .
દહીં પાપડ નું શાક બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Dahi papad nu shaak banavani rit
દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe in Gujarati | Dahi papad nu shaak banavani rit
Equipment
- 1 કળાઈ
Ingredients
- 4 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- થોડા મીઠાલીમડા ના પાન
- 1 નંગ સમારેલી ડુંગળી
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 1 નંગ લીલુંમરચું
- ½ ચમચી હળદર
- 1 ચમચી મરચું
- ½ ચમચી ધાણા પાવડર
- 1 કપ પાણી
- 1 કપ દહીં
- 1-2 શેકેલા પાપડ
- ¼ ચમચી મીઠું
- ½ ચમચી ગરમ મસાલા
- ચપટી કસુરી મેથી
- 2 ચમચી સમારેલી કોથમરી
Instructions
દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe in Gujarati | Dahi papad nu shaak banavani rit
- સૌ પ્રથમ એક પેઈન માં આશરે ૪ ચમચી જેટલું તેલ લઇગરમ કરવું , ત્યારબાદ તેમાં રાઈ ,જીરું ,હિંગ અને મીઠા લીમડા ના થોડા પાન નાખીસાંતળી લેવું .
- ત્યારબાદ તેમાં એક સમારેલી ડુંગળી નાખવી અનેતેને થોડીવાર સાંતળી લેવું . હવે તેમાં આદુ અને લસણ પેસ્ટ નાખવી અને એક લીલુંસમારેલું મરચું નાખી મિક્સ કરી લેવું .
- એટલું સાંતળી લીધા પછી તેમાં અડધી ચમચી જેટલીહળદર ,એક ચમચી લાલ મરચું પાવડર , અડધીચમચી ધાણા પાવડર નાખી મિક્સ કરી લેવું .
- હવે તેમાં એક કપ પાણી અને એક કપ જેટલું જેરેલુંદહીં નાખી તેને બરાબર મિક્સ કરી ચડવા દેવું , ત્યાં સુદી બીજી બાજુ એક મોટી સાઈઝનો પાપડ લઇ તેને શેકી લેવો .
- પાપડ બંને બાજુ થી બરાબર શેકી લીધા બાદ તેને શાકમાં ટુકડા કરી ને નાખવું અને બરાબર મિક્સ કરી લેવું , ત્યારબાદ તેમાં પા ચમચીજેટલું મીઠું નાખી બે મિનીટ માટે ઢાંકી ને ચડવા રાખવું .
- બે મિનીટ પછી તેમાં એક ચમચી જેટલી કસુરી મેથીમસળી ને નાખવી અને ૨ ચમચી જેટલી સમારેલી કોથમરી નાખી મિક્સ કરી લેવું તો તૈયાર છેસર્વ કરવા માટે દહીં અને પાપડ નું મજેદાર અને ટેસ્ટી શાક .
Dahi papad nu shaak recipe notes
- આ રેસિપી માં પાપડ શેકી ને લીધા છે પણ પાપડ ને શેક્યા વગર પણ લઇ શકાય છે .
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક | Akha ringan bateta nu shaak
ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit
પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati