નમસ્તે મિત્રો આજે આપણે ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત શીખીશું. આ ઈડલી હૈદરાબાદ બાજુ ખૂબ પ્રખ્યાત છે જે રેગ્યુલર ઈડલી કરતા અલગ લાગે છે ને અંદર થી સોફ્ટ ને બહાર થી ક્રિસ્પી બને છે, If you like the recipe do subscribe Yum Mantra YouTube channel on YouTube , આજ આપણે ઈડલી ની ખીરું પલળતા ભૂલી ગયા હોઈએ તો ઇન્સ્ટન્ટ ઈડલી ખીરું બનાવી ને તૈયાર કરી એક ખાસ સાઉથ ઈન્ડિયન મસાલા સાથે તવી પર ઈડલી બનાવવાની રીત શીખીશું તો ચાલો ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત શીખીએ.
ઈડલી નું ખીરું બનાવવા માટેની સામગ્રી
- ચોખા નો લોટ 1 કપ
- અડદ દાળ નો લોટ ½ કપ
- પૌવા ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- દહી ½ કપ
- ઇનો 2 પેકેટ
- પાણી 1 કપ
ગન પાઉડર બનાવવા માટેની સામગ્રી
- ચણા દાળ ½ કપ
- અડદ દાળ ¼ કપ
- સફેલ તલ ¼ કપ
- સૂકા લાલ મરચા 20-25
- હિંગ ½ ચમચી
- મીઠા લીમડાના પાન 10-12
- ખાંડ 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 1 ચમચી
તવા ઈડલી બનાવવા માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- મીઠા લીમડાના પાન 5-7
- ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
- ઝીણા સમારેલા ટામેટા 1-2
- ગન પાઉડર 2 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1-2
- લીલા ધાણા સુધારેલા
ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત
ક્રિસ્પી તવા ઈડલી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઈડલી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ ગન પાઉડર બનાવી ને તૈયાર કરી લેશું છેલ્લે તવા ઉપર ઈડલી મસાલા સાથે ચડાવી ને તૈયાર કરીશું ક્રિસ્પી તવા ઈડલી.
ઈડલી નું મિશ્રણ બનાવવાની રીત
ઈડલી નું મિશ્રણ બનાવવા સૌપ્રથમ પૌવા ને મિક્સર જાર માં પીસી ને પાઉડર બનાવી લ્યો ને ચોખા અને અડદ દાળ ને પણ પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે એક મોટા વાસણમાં પીસેલી અડદ દાળ, ચોખા, પૌવા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, દહી નાખી મિક્સ કરી લ્યો છેલ્લે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ ઈડલી ના મિશ્રણ જેવી મિશ્રણ તૈયાર કરી ઢાંકી એક બાજુ મૂકો.
ગન પાઉડર બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં ચણા દાળ અને અડદ દાળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો દાળ ગોલ્ડન થવા લાગે એટલે એમાં સફેદ તલ, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન નાખી બરોબર મિક્સ કરી બીજી બે ચાર મિનિટ શેકી લ્યો.
હવે બધી સામગ્રી બરોબર શેકી લીધા બાદ ગેસ બંધ કરી નાખો અને એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને ઠંડુ કરી લ્યો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી પીસી ને પાઉડર કરી લ્યો તો તૈયાર છે ગન પાઉડર.
તવા ઈડલી બનાવવાની રીત
ડુંગળી, ટમેટા, લીલા મરચા ને ઝીણા સુધારી લ્યો. હવે ગેસ પર એક તવી માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને લાઈટ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા નાખી મિક્સ કરી લ્યો અને ઝીણા સમારેલા ટામેટા નાખી ટમેટા ચડે ત્યાં સુંધી શેકી લ્યો.
ટમેટા શેકાઈ જાય એટલે એમાં ગન પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ધીમો કરી તવી પર જ શેકેલ મસાલાના ચાર પાંચ ભાગ માં અલગ અલગ કરી નાખો હવે ઈડલી ના મિશ્રણ માં ઇનો નાખી બરોબર મિકસ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ભાગ કરેલ મસાલા પર જરૂર મુજબ કડછી વડે મિશ્રણ નાખો ને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો.
સાત મિનિટ પછી ઈડલી ને ઉથલાવી ને બીજી બાજુ પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો ને ત્યાર બાદ ગરમ ગરમ તવા ઈડલી ને ચટણી સાથે સર્વ કરો ક્રિસ્પી તવા ઈડલી.
Crispy Tawa Idli recipe in gujarati notes
- ઈડલી નું રેગ્યુલર ખીરું પણ વાપરી શકો છો.
- અહી મસાલા માં તીખાશ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.
- ડુંગળી ટમેટા વાળો મસાલો અલગ કડાઈ માં શેકી ને પણ તૈયાર કરી શકો છો.
- તમે અપ્પમ પાત્ર માં પણ બનાવી શકો છો.
Crispy Tawa Idli banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Yum Mantra ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Crispy Tawa Idli recipe in gujarati
ક્રિસ્પી તવા ઈડલી | Crispy Tawa Idli | ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત | Crispy Tawa Idli banavani rit | Crispy Tawa Idli recipe in gujarati
Equipment
- 1 તવી
- 1 મિક્સર
Ingredients
ઈડલી નું ખીરું બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ચોખા નો લોટ
- ½ કપ અડદ દાળ નો લોટ
- ¼ કપ પૌવા
- મીઠું સ્વાદ મુજબ
- ½ કપ દહી
- 2 પેકેટ ઇનો
- 1 કપ પાણી
ગન પાઉડર બનાવવા માટેની સામગ્રી
- ½ કપ ચણા દાળ
- ¼ કપ અડદ દાળ ¼ કપ
- કપ સફેલ તલ ¼ કપ
- 20-25 સૂકા લાલ મરચા
- ½ ચમચી હિંગ
- 10-12 મીઠા લીમડાના પાન
- 2 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી તેલ
તવા ઈડલી બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 5-7 મીઠા લીમડાના પાન
- 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
- 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
- 1-2 ઝીણા સમારેલા ટામેટા
- 2 ચમચી ગન પાઉડર
- લીલા ધાણા સુધારેલા
Instructions
ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત | Crispy Tawa Idli banavani rit | Crispy Tawa Idli recipe in gujarati
- ક્રિસ્પી તવા ઈડલી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઈડલી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ ગન પાઉડરબનાવી ને તૈયાર કરી લેશું છેલ્લે તવા ઉપર ઈડલી મસાલા સાથે ચડાવી ને તૈયાર કરીશું ક્રિસ્પીતવા ઈડલી.
ઈડલી નું મિશ્રણ બનાવવાની રીત
- ઈડલીનું મિશ્રણ બનાવવા સૌપ્રથમ પૌવા ને મિક્સર જાર માં પીસી ને પાઉડર બનાવી લ્યો ને ચોખાઅને અડદ દાળ ને પણ પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે એક મોટા વાસણમાં પીસેલી અડદ દાળ, ચોખા, પૌવા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, દહી નાખી મિક્સ કરી લ્યો છેલ્લે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ ઈડલી ના મિશ્રણજેવી મિશ્રણ તૈયાર કરી ઢાંકી એક બાજુ મૂકો.
ગન પાઉડર બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં ચણા દાળ અને અડદ દાળનાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો દાળ ગોલ્ડનથવા લાગે એટલે એમાં સફેદ તલ, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન નાખી બરોબર મિક્સ કરીબીજી બે ચાર મિનિટ શેકી લ્યો.
- હવે બધી સામગ્રી બરોબર શેકી લીધા બાદ ગેસ બંધ કરી નાખો અને એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યોને મિશ્રણ ને ઠંડુ કરી લ્યો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી પીસી ને પાઉડર કરી લ્યો તો તૈયાર છે ગન પાઉડર.
તવા ઈડલી બનાવવાની રીત
- ડુંગળી, ટમેટા, લીલા મરચા ને ઝીણા સુધારી લ્યો. હવે ગેસ પર એક તવી માંતેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને લાઈટ ગોલ્ડનશેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા નાખી મિક્સ કરી લ્યો અને ઝીણા સમારેલાટામેટા નાખી ટમેટા ચડે ત્યાં સુંધી શેકી લ્યો.
- ટમેટા શેકાઈ જાય એટલે એમાં ગન પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ધીમો કરી તવી પર જ શેકેલમસાલાના ચાર પાંચ ભાગ માં અલગ અલગ કરી નાખો હવે ઈડલી ના મિશ્રણ માં ઇનો નાખી બરોબરમિકસ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ભાગ કરેલ મસાલા પર જરૂર મુજબ કડછી વડે મિશ્રણ નાખોને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો.
- સાત મિનિટ પછી ઈડલી ને ઉથલાવી ને બીજી બાજુ પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો ને ત્યાર બાદ ગરમગરમ તવા ઈડલી ને ચટણી સાથે સર્વ કરો ક્રિસ્પી તવા ઈડલી.
Crispy Tawa Idli recipe in gujarati notes
- ઈડલીનું રેગ્યુલર ખીરું પણ વાપરી શકો છો.
- અહી મસાલા માં તીખાશ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.
- ડુંગળી ટમેટા વાળો મસાલો અલગ કડાઈ માં શેકી ને પણ તૈયાર કરી શકો છો.
- તમેઅપ્પમ પાત્ર માં પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ઉત્તપમ બનાવવાની રીત | uttapam banavani rit | uttapam recipe in gujarati
ઈડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit | idli sambar recipe in gujarati