આપણે અત્યાર સુધી બજાર માંથી તૈયાર લાવેલ ચીઝ અને ક્રીમ ચીઝ નો ઉપયોગ કરેલ છે પણ આજ આપણે ઘરે ખૂબ ઓછી સામગ્રી થી બજાર કરતા પણ સ્વાદિષ્ટ અને સસ્તું ક્રીમ ચીઝ ઘરે બનાવતા શખીશું જેને તમે કોઈ પણ વાનગી માં ડિપ તરીકે અથવા સ્પ્રેડ તરીકે ઉપયોગ કરી શકો છો. તો ચાલો Cream cheese – ક્રીમ ચીઝ બનાવવાની રીત બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- ફૂલ ક્રીમ દૂધ 2 લીટર +2 ચમચી
- વિનેગર / લીંબુનો રસ 2 -3 ચમચી
- ફ્રેશ ક્રીમ ½ કપ
- મિક્સ હબસ્ ½ ચમચી
- મીઠું ½ ચમચી
- પાણી જરૂર મુજબ
Cream cheese banavani rit
ક્રીમ ચીઝ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં ફૂલ ક્રીમ દૂધ નાખીને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી એક વાટકા માં ત્રણ ચમચી વિનેગર / લીંબુ નો રસ લઈ એમાં ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ઉકળવા લાગે એટલે એમાં વિનેગર / લીંબું નો રસ થોડો થોડો નાખતા જઈ ચમચા થી દૂધ ને હલાવતા રહો અને દુધ ફાટી જાય એટલે ગેસ બંધ કરી નાખો.
હવે ચારણી માં સાફ કોરું કપડું મૂકી એમાં ફાટેલા દૂધ ને નાખી પનીર અલગ કરી લ્યો અને ત્યાર બાદ કપડા ને થોડો નીચવો વધારા નું પાણી પણ નીચોવી લ્યો (ધ્યાન રાખવું પનીર ગરમ છે તો હાથ ના બરી જાય) હવે કપડા માં બાંધેલા પનીર ને કપડા સાથે જ ઠંડા પાણી માં નાખો અને પનીર ને ઠંડુ કરી લ્યો. પનીર ઠંડુ થાય એટલે એમાંથી બધી પાણી નીચોવી અલગ કરી નાખો.
હવે પનીર ને હાથ થી થોડું મસળી ને મિક્સર જાર માં નાખો સાથે મીઠું, મિક્સ હબસ્ નાખી જાર ની ઢાંકણ બંધ કરી એક બે વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો. ત્યાર બાદ એમાં ફ્રેશ ક્રીમ નાખી ફરીથી પીસી લ્યો અને ત્યાર બાદ જો સ્મુથ બનાવવા માટે જરૂર લાગે તો બે ચમચી દૂધ નાખી ફરી થી બરોબર પીસી સ્મુથ કરી લ્યો,
ત્યાર બાદ બરણી માં કાઢી લ્યો અને ફ્રીઝ માં મૂકી દયો અને જ્યારે પણ વાપરવું હોય ત્યારે ફ્રીઝ માંથી કાઢી ને વાપરી શકો છો. તો તૈયાર છે ક્રીમ ચીઝ.
Cheese recipe notes
- દૂધ તમે જે વાપરતા હો એ લઈ શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Cream cheese banavani rit
Equipment
- 1 તપેલી
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 2 લીટર ફૂલ ક્રીમ દૂધ 2 ચમચી
- 2 -3 ચમચી વિનેગર / લીંબુનો રસ
- ½ કપ ફ્રેશ ક્રીમ
- ½ ચમચી મિક્સ હબસ્
- ½ ચમચી મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
Cream cheese banavani rit
- ક્રીમ ચીઝ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં ફૂલ ક્રીમ દૂધ નાખીને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી એક વાટકા માં ત્રણ ચમચી વિનેગર / લીંબુ નો રસ લઈ એમાં ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ઉકળવા લાગે એટલે એમાં વિનેગર / લીંબું નો રસ થોડો થોડો નાખતા જઈ ચમચા થી દૂધ ને હલાવતા રહો અને દુધ ફાટી જાય એટલે ગેસ બંધ કરી નાખો.
- હવે ચારણી માં સાફ કોરું કપડું મૂકી એમાં ફાટેલા દૂધ ને નાખી પનીર અલગ કરી લ્યો અને ત્યાર બાદ કપડા ને થોડો નીચવો વધારા નું પાણી પણ નીચોવી લ્યો (ધ્યાન રાખવું પનીર ગરમ છે તો હાથ ના બરી જાય) હવે કપડા માં બાંધેલા પનીર ને કપડા સાથે જ ઠંડા પાણી માં નાખો અને પનીર ને ઠંડુ કરી લ્યો. પનીર ઠંડુ થાય એટલે એમાંથી બધી પાણી નીચોવી અલગ કરી નાખો.
- હવે પનીર ને હાથ થી થોડું મસળી ને મિક્સર જાર માં નાખો સાથે મીઠું, મિક્સ હબસ્ નાખી જાર ની ઢાંકણ બંધ કરી એક બે વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો. ત્યાર બાદ એમાં ફ્રેશ ક્રીમ નાખી ફરીથી પીસી લ્યો અને ત્યાર બાદ જો સ્મુથ બનાવવા માટે જરૂર લાગે તો બે ચમચી દૂધ નાખી ફરી થી બરોબર પીસી સ્મુથ કરી લ્યો,
- ત્યાર બાદ બરણી માં કાઢી લ્યો અને ફ્રીઝ માં મૂકી દયો અને જ્યારે પણ વાપરવું હોય ત્યારે ફ્રીઝ માંથી કાઢી ને વાપરી શકો છો. તો તૈયાર છે ક્રીમ ચીઝ.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Methi besan nu shaak banavani rit | મેથી બેસન નું શાક બનાવવાની રીત
aadu lasan nu athanu banavani rit | આદુ લસણ નું અથાણું બનાવવાની રીત
Aloo dum biryani banavani rit | આલુ દમ બિરયાની બનાવવાની રીત
Theso banavani rit | ઠેસો બનાવવાની રીત