અત્યાર સુંધી તમે કોર્નફ્લેક્સ ને દૂધ સાથે અથવા ફ્રુટ સાથે જમ્યા હસે પણ આજ આપણે એમાંથી તીખો મીઠો અને ખાટો કોર્નફ્લેક્સ ચેવડો બનાવતા શીખીશું. જે ખૂબ ઓછા તેલ માં તૈયાર થશે જેથી જેમને હેલ્થી અને ટેસ્ટી ખાવું હોય એ ચોક્કસ આ ચેવડો બનાવી ખાઈ શકે છે તો ચાલો Cornflakes chevdo શીખીએ.
કોર્નફ્લેક્સ ચેવડો બનાવવા જરૂરી સામગ્રી
- ખાંડ 2 ½ ચમચી
- કોર્નફ્લેક્સ 2 કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર ½ + ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- લીલ મરચા ઝીણા સમારેલા 2-3
- સૂકા લાલ મરચા તોડેલા 2
- મીઠા લીમડા ના પાંદ 5-7
- કાજુ ના કટકા ⅓ કપ
- સીંગદાણા ⅓ કપ
- સૂકા નારિયળ ની કતરણ ⅓ કપ
- કીસમીસ ⅓ કપ
- તેલ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
કોર્નફ્લેક્સ ચેવડો બનાવવાની રીત
કોર્નફ્લેક્સ ચેવડો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે કોર્નફ્લેક્સ નાખી હલાવી ગરમ કરી લ્યો કોર્નફ્લેક્સ ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, એક ચમચી ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો. ખાંડ ઓગળે ત્યાં સુંધી એક વાટકા માં એક ચમચી ખાંડ, એક ચમચી લાલ મરચાનો પાઉડર અને અડધી ચમચી આમચૂર પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
ત્યારબાદ કોર્નફ્લેક્સ ઉપર ખાંડ ઓગળી કોટીંગ થાય એટલે વાટકામાં તૈયાર કરેલ મસાલો છાંટતા જાઓ અને હલકા હાથે મિક્સ કરતા જાઓ. આમ કોર્નફ્લેક્સ ને મસાલા થી બરોબર કોટીંગ કરી લ્યો જેથી મસાલો અલગ ના થાય. હવે ગેસ બંધ કરી મસાલા વાળા કોર્નફ્લેક્સ ને એક બાજુ મૂકો અને થોડી થોડી વારે હલાવતા રહો
હવ બીજી કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં લીલ મરચા સુધારેલા નાખી શેકી લ્યો અને ને મિનિટ શેકી લીધા બાદ એમાં સૂકા લાલ મરચા ના કટકા અને મીઠા લીમડા ના પાંદ નાખી એ બને ને પણ બે ત્રણ મિનિટ ધીમા તાપે જ શેકી લ્યો.
ત્રણ મિનિટ પછી એમાં કાજુ ના કટકા, સીંગદાણા, સૂકા નારિયળ ના કટકા નાખી એમને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો હવે એમાં કીસમીસ નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી લ્યો,
ત્યાર બાદ એમાં શેકી રાખેલ કોર્નફ્લેક્સ નાખો અને હલકા હાથે મિક્સ કરો અને છેલ્લે ઉપર અડધી ચમચી આમચૂર પાઉડર, ખાંડ અને મરી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને તૈયાર ચેવડા ને બીજા વાસણમાં કાઢી ઠંડો થવા દયો અને ચેવડો ઠંડો થાય એટલે મજા લ્યો કોર્નફ્લેક્સ ચેવડો.
Chevda recipe notes
- અહીં તમે ખાંડ ની જગ્યાએ પાઉડર ગોળ નો ઉપયોગ પણ કરી શકો છો.
- ચેવડા માં તમે દાળિયા દાળ પણ શેકતી વખતે નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કોર્નફ્લેક્સ ચેવડો બનાવવાની રીત
Cornflakes chevdo banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
કોર્નફ્લેક્સ ચેવડો બનાવવા જરૂરી સામગ્રી
- 2 ½ ચમચી ખાંડ
- 2 કપ કોર્નફ્લેક્સ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી મરી પાઉડર
- 2-3 લીલ મરચા ઝીણા સમારેલા
- 2 સૂકા લાલ મરચા તોડેલા
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- ⅓ કપ કાજુ ના કટકા
- ⅓ કપ સીંગદાણા
- ⅓ કપ સૂકા નારિયળ ની કતરણ
- ⅓ કપ કીસમીસ
- 1-2 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Cornflakes chevdo banavani rit
- કોર્નફ્લેક્સ ચેવડો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે કોર્નફ્લેક્સ નાખી હલાવી ગરમ કરી લ્યો કોર્નફ્લેક્સ ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, એક ચમચી ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો. ખાંડ ઓગળે ત્યાં સુંધી એક વાટકા માં એક ચમચી ખાંડ, એક ચમચી લાલ મરચાનો પાઉડર અને અડધી ચમચી આમચૂર પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
- ત્યારબાદ કોર્નફ્લેક્સ ઉપર ખાંડ ઓગળી કોટીંગ થાય એટલે વાટકામાં તૈયાર કરેલ મસાલો છાંટતા જાઓ અને હલકા હાથે મિક્સ કરતા જાઓ. આમ કોર્નફ્લેક્સ ને મસાલા થી બરોબર કોટીંગ કરી લ્યો જેથી મસાલો અલગ ના થાય. હવે ગેસ બંધ કરી મસાલા વાળા કોર્નફ્લેક્સ ને એક બાજુ મૂકો અને થોડી થોડી વારે હલાવતા રહો
- હવ બીજી કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં લીલ મરચા સુધારેલા નાખી શેકી લ્યો અને ને મિનિટ શેકી લીધા બાદ એમાં સૂકા લાલ મરચા ના કટકા અને મીઠા લીમડા ના પાંદ નાખી એ બને ને પણ બે ત્રણ મિનિટ ધીમા તાપે જ શેકી લ્યો.
- ત્રણ મિનિટ પછી એમાં કાજુ ના કટકા, સીંગદાણા, સૂકા નારિયળ ના કટકા નાખી એમને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો હવે એમાં કીસમીસ નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી લ્યો,
- ત્યાર બાદ એમાં શેકી રાખેલ કોર્નફ્લેક્સ નાખો અને હલકા હાથે મિક્સ કરો અને છેલ્લે ઉપર અડધી ચમચી આમચૂર પાઉડર, ખાંડ અને મરી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને તૈયાર ચેવડા ને બીજા વાસણમાં કાઢી ઠંડો થવા દયો અને ચેવડો ઠંડો થાય એટલે મજા લ્યો કોર્નફ્લેક્સ ચેવડો.
Chevda recipe notes
- અહીં તમે ખાંડ ની જગ્યાએ પાઉડર ગોળ નો ઉપયોગ પણ કરી શકો છો.
- ચેવડા માં તમે દાળિયા દાળ પણ શેકતી વખતે નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Juwar Almond Cookie | જુવાર આલમન્ડ કુકી બનાવવાની રીત
સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani recipe | surti locho banavani rit
નાયલોન ખમણ બનાવવાની રીત | nylon khaman banavani rit | nylon khaman recipe in gujarati
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati