ચોમાસાની શરૂઆત થતાં જ ગરમ ગરમ ભજીયા, પકોડા, ચિપ્સ, પાપડ અને ચાર્ટ ખાવાની મજા પડી જાય અને જો એ કોઈ ચાર્ટ હોય તો કહેવું જ શું.. એક બાજુ વરસાદ પડતો હોય અને બીજી બાજુ ગરમ ગરમ કોર્ન ચાર્ટ મળી જાય તો તો મજા આવી જાય તો ચાલો બહાર હોટલો માં મળે એવા કોર્ન ચાટ Corn chaat banavani rit શીખીએ.
કોર્ન ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- મકાઈ ના દાણા 2 કપ
- કોર્ન ફ્લોર 4-5 ચમચી
- મેંદા નો લોટ 1-2 ચમચી
- હળદર ⅛ ચમચી
- મરી પાઉડર 1 ચમચી
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- કેપ્સિકમ સુધારેલ ½
- લસણ સુધારેલ 1 ચમચી
- આદુ સુધારેલ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- લીંબુ નો રસ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
Corn chaat banavani rit
કોર્ન ચાટ બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો અને ત્યાર બાદ એક બે પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ પાણી નિતારી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો અને એના પર સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, આદુ લસણની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એના પર મેંદા નો લોટ છાંટી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર નાખી હલકા હાથે મિક્સ કરી પાંચ મિનિટ માટે એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ તાપે ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં કોર્ન નાખી અને ગોલ્ડન તરી લ્યો અને તરેલ કોર્ન ને એક વાસણમાં કાઢી લ્યો.
ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં આદુના કટકા , લસણ ના કટકા , લીલા મરચા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને કેપ્સીકમ સુધારેલ નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો.
એમાં શેકી રાખેલ કોર્ન નાખી મિક્સ કરી લ્યો અને ઉપર મરી પાઉડર, લીંબુનો રસ નાખો અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો કોર્ન ચાર્ટ.
Corn chaat NOTES
- અહી લીંબુ ની જગ્યાએ વિનેગર વાપરી શકો છો.
કોર્ન ચાટ બનાવવાની રીત
Corn chaat banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
કોર્ન ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ મકાઈ ના દાણા
- 4-5 ચમચી કોર્ન ફ્લોર
- 1-2 ચમચી મેંદા નો લોટ
- ⅛ ચમચી હળદર
- 1 ચમચી મરી પાઉડર
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- ½ કેપ્સિકમ સુધારેલ
- 1 ચમચી લસણ સુધારેલ
- 1 ચમચી આદુ સુધારેલ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1-2 ચમચી લીંબુ નો રસ
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
Instructions
Corn chaat banavani rit
- કોર્ન ચાટ બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો અને ત્યાર બાદ એક બે પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ પાણી નિતારી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો અને એના પર સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, આદુ લસણની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એના પર મેંદા નો લોટ છાંટી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર નાખી હલકા હાથે મિક્સ કરી પાંચ મિનિટ માટે એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ તાપે ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં કોર્ન નાખી અને ગોલ્ડન તરી લ્યો અને તરેલ કોર્ન ને એક વાસણમાં કાઢી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં આદુના કટકા , લસણ ના કટકા , લીલા મરચા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને કેપ્સીકમ સુધારેલ નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો.
- એમાં શેકી રાખેલ કોર્ન નાખી મિક્સ કરી લ્યો અને ઉપર મરી પાઉડર, લીંબુનો રસ નાખો અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો કોર્ન ચાર્ટ.
Corn chaat NOTES
- અહી લીંબુ ની જગ્યાએ વિનેગર વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Schezwan Soya Stick | સેજવાન સોયા સ્ટીક બનાવવાની રીત
ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત | bharela marcha na bhajiya banavani rit
ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati
દૂધીના થેપલા | dudhi na thepla | dudhi na thepla recipe
વેજ માયોનીઝ સેન્ડવીચ | veg mayonnaise sandwich banavani rit