આપણા માંથી ઘણા જ્યારે પણ બહાર ખાવા જતા હોય છે ત્યારે વેજ બિરિયાની તો ચોક્કસ મંગાવીએ કેમકે ઘરે નથી બનાવી શકતા પણ હવે પછી તમે બહાર કરતા પણ ટેસ્ટી બિરિયાની ઘરે કુકર માં બનાવી તૈયાર કરી શકશો. તો ચાલો Cooker ma veg biryani – કુકર મા વેજ બિરિયાની બનાવવાની રીત શીખીએ.
Ingredients
- ઘી 3- 4 ચમચી
- તમાલપત્ર 1
- તજનો ટુકડો 1
- એલચી 1- 2
- મોટી એલચી 1
- સુધારેલ ડુંગળી 1 કપ
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચાંનો પાઉડર 1 ચમચી
- બિરયાની મસાલો 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હળદર 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- દહીં ½ કપ
- સુધારેલ ટામેટા 1 કપ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- ફુદીનાના પાન ¼ કપ
- શેકેલ પનીર 200 ગ્રામ
- સુધારેલ ગાજર ½ કપ
- ઝીણી સુધારેલી બીન્સ ½ કપ
- ફૂલકોબી ના કટકા 1 કપ
- લીલા વટાણા ½ કપ
- સુધારેલ બટાકા 2
- બાસમતી ચોખા 2 કપ
- પાણી જરૂર મુજબ
- ગાર્નિશ માટેની સામગ્રી
- કેસર વાળું દૂધ ¼ કપ
- બ્રાઉન ડુંગળી ½ કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- ફુદીનાના પાંદ ¼ કપ
Cooker ma veg biryani banavani recipe
કુકર મા વેજ બિરિયાની બનાવવા સૌપ્રથમ બાસમતી ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લઈ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પલાડી મૂકો. હવે ગેસ પર એક કૂકર માં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, જાવેત્રી, એલચી, મોટી એલચી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી થોડી વાર શેકી લ્યો.
ડુંગળી થોડી નરમ પડે એટલે એમાં મરચા આદુ ની પેસ્ટ નાખી મિક્સ કરી ડુંગળી લાઈટ ગોલ્ડન થવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. ડુંગળી નો રંગ બદલાય એટલે એમાં હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એકાદ મિનિટ શેકી લેવા. મસાલા શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
ત્યાર બાદ એમાં દહીં અને બિરિયાની મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ, બટાકા, ગાજર, ફુલાવર. બિન્સ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં પાણી નિતારી ચોખા નાખી હલાવ્યા વગર એક સરખા કરી લ્યો હવે ચોખા ડૂબે એટલું પાણી નાખો.
ત્યાર બાદ એના પર બ્રાઉન ડુંગળી, કેસર વાળું દૂધ, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ નાખી કુકર નું ઢાંકણ બંધ કરી મીડિયમ તાપે એક સીટી વાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. એક સીટી પછી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે કુકર ને ખોલી તૈયાર બિરિયાની ને પ્લેટ માં નાખી ઉપર બ્રાઉન ડુંગળી, લીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કુકરમાં વેજ બિરિયાની.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કુકર મા વેજ બિરિયાની બનાવવાની રેસીપી

Cooker ma veg biryani banavani recipe
Equipment
- 1 કુકર
Ingredients
- 3- 4 ચમચી ઘી
- 1 તમાલપત્ર
- 1 તજનો ટુકડો
- 1-2 એલચી
- 1 મોટી એલચી
- 1 કપ સુધારેલ ડુંગળી
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાઉડર
- 1 ચમચી બિરયાની મસાલો
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી હળદર
- સ્વાદ મુજબ મીઠું
- ½ કપ દહીં
- 1 કપ સુધારેલ ટામેટા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- ¼ કપ ફુદીનાના પાન
- 200 ગ્રામ શેકેલ પનીર
- ½ કપ સુધારેલ ગાજર
- ½ કપ ઝીણી સુધારેલી બીન્સ
- 1 કપ ફૂલકોબી ના કટકા
- ½ કપ લીલા વટાણા
- 2 સુધારેલ બટાકા
- 2 કપ બાસમતી ચોખા
- પાણી જરૂર મુજબ
ગાર્નિશ માટેની સામગ્રી
- ¼ કપ કેસર વાળું દૂધ
- ½ કપ બ્રાઉન ડુંગળી
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- ¼ કપ ફુદીનાના પાંદ
Instructions
Cooker ma veg biryani banavani recipe
- કુકર મા વેજ બિરિયાની બનાવવા સૌપ્રથમ બાસમતી ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લઈ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પલાડી મૂકો. હવે ગેસ પર એક કૂકર માં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, જાવેત્રી, એલચી, મોટી એલચી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી થોડી વાર શેકી લ્યો.
- ડુંગળી થોડી નરમ પડે એટલે એમાં મરચા આદુ ની પેસ્ટ નાખી મિક્સ કરી ડુંગળી લાઈટ ગોલ્ડન થવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. ડુંગળી નો રંગ બદલાય એટલે એમાં હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એકાદ મિનિટ શેકી લેવા. મસાલા શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ત્યાર બાદ એમાં દહીં અને બિરિયાની મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ, બટાકા, ગાજર, ફુલાવર. બિન્સ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં પાણી નિતારી ચોખા નાખી હલાવ્યા વગર એક સરખા કરી લ્યો હવે ચોખા ડૂબે એટલું પાણી નાખો.
- ત્યાર બાદ એના પર બ્રાઉન ડુંગળી, કેસર વાળું દૂધ, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ નાખી કુકર નું ઢાંકણ બંધ કરી મીડિયમ તાપે એક સીટી વાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. એક સીટી પછી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે કુકર ને ખોલી તૈયાર બિરિયાની ને પ્લેટ માં નાખી ઉપર બ્રાઉન ડુંગળી, લીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કુકરમાં વેજ બિરિયાની.
Notes
- અહીં શાક તમારી પસંદ ના ઉમેરી શકો છો.
- બ્રાઉન ડુંગળી બનાવવા તેલ માં લાંબી સુધારેલ ડુંગળી મીડીયમ તાપે શેકી ને પહેલથી તૈયાર કરી લેવી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Tarbuch ni chaal nu shaak banavani rit | તરબૂચ ની છાલ નું શાક બનાવવાની રીત
fanas nu shaak banavani rit | ફણસનું શાક બનાવવાની રીત
dudhi chana dal nu shaak banavani rit | દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત
gathiya nu shaak banavani rit | કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત
chhas no masalo banavani rit | છાશ નો મસાલો બનાવવાની રીત
gunda nu bharelu shaak banavani rit | ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત