આજે આપણે Colorful Rasgulla – કલરફૂલ રસગુલ્લા બનાવવાની રીત શીખીશું. જો એક ના એક સફેદ રસગુલ્લા ખાઈ ને કંટાળી ગયા હો તો આજ આપણે રંગીન રસગુલ્લા બનાવતા શીખીશું. જે સ્વાદ માં તો સારા લાગે છે જોવાથી પણ ખૂબ સરસ લાગે છે તો ચાલો રસગુલ્લા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ફૂલ ક્રીમ દૂધ 2 લીટર
- વિનેગર / લીંબુનો રસ 2– 3 ચમચી
- પાણી જરૂર મુજબ
- ગુલાબી ફૂડ કલર 1 ટીપું
- પીળો ફૂડ કલર 1 ટીપું
- લીલો ફૂડ કલર 1 ટીપું
ચાસણી માટેની સામગ્રી
- ખાંડ 1 ⅓ કપ
- પાણી 4 કપ
- એલચી 2- 3
- કેસર ના તાંતણા 15- 20
Colorful Rasgulla banavani rit
કલરફૂલ રસગુલ્લા બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઈ ઉકળે ત્યાં સુંધી એક વાટકા માં વિનેગર / લીંબુનો રસ નાખો સાથે પા કપ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ઉકળવા લાગે એટલે એમાં બે ચાર ચમચી વિનેગર / લીંબુ વાળું પાણી નાખી મિક્સ કરી લ્યો. આમ થોડું થોડું વિનેગર વાળું મિશ્રણ નાખી મિક્સ કરી દૂધ ને ફાડી લ્યો.
દૂધ બરોબર ફાટી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ચારણી માં સાફ પાતળું કપડું મૂકી એમાં ફાટેલા મિશ્રણ ને નાખો અને બીજા ઠંડા બે ત્રણ ગ્લાસ થી ધોઇ લ્યો અને ત્યાર બાદ પોટલી બનાવી એના પર થોડો વજન મુકી અડધા કલાક માટે એક બાજુ મૂકો જેથી પનીર માં રહેલ પાણી નીતરી જાય.
અડધા કલાક પછી તૈયાર પનીર ને કથરોટ માં નાખી હથેળી વડે વીસ થી ત્રીસ મિનિટ મસળી મસળી સ્મૂથ બનાવી લ્યો. પનીર સ્મુથ થાય એટલે એના સરખા ચાર ભાગ કરી લ્યો. હવે એક ભાગ માં ગુલાબી રંગ ન ટીપાં નાખી બારીને મિક્સ કરી એક બાજુ મૂકો. અને એમાંથી નાના નાના ગોલા બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
હવે બીજો ભાગ લ્યો એમાં પીળો રંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી નાની સાઇઝ ના ગોલા બનાવી તૈયાર ગોલા ને બનાવી એક બાજુ મૂકો.ત્યાર બાદ ત્રીજો ભાગ લઈ એમાં ગ્રીન કલર નાખી મિક્સ કરી નાની સાઇઝ ના ગોલા બનાવી એક બાજુ મૂકો. ત્યાર બાદ છેલ્લા ભાગ માંથી સફેદ ગોલા બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક મોટા વાસણમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી તોડી ને નાખો અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ ગોલા નાખતા જાઓ. બધા ગોલા નાખી દીધા બાદ ફરીથી ચાસણી ઉકળવા લાગે એટલે ઢાંકણ બંધ કરી દસ થી પંદર મિનિટ ચડાવી લ્યો.
દસ મિનિટ પછી એમ અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને પંદર મિનિટ બાદ ગેસ બંધ કરી નાખો અને તૈયાર રસગુલ્લા ને ઠંડા થવા દયો. રસગુલ્લા ઠંડા થાય એટલે ફ્રીઝ માં મૂકો અને ઠંડા થઈ જાય એટલે મજા લ્યો. તો તૈયાર છે કલરફૂલ રસગુલ્લા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કલરફૂલ રસગુલ્લા બનાવવાની રીત

Colorful Rasgulla banavani rit
Equipment
- 1 મોટુ વાસણ
- 1 કડાઈ
- 1 કથરોટ
Ingredients
- 2 લીટર ફૂલ ક્રીમ દૂધ
- 2– 3 ચમચી વિનેગર / લીંબુનો રસ
- પાણી જરૂર મુજબ
- 1 ટીપું ગુલાબી ફૂડ કલર
- 1 ટીપું પીળો ફૂડ કલર
- 1 ટીપું લીલો ફૂડ કલર
ચાસણી માટેની સામગ્રી
- 1 ⅓ કપ ખાંડ
- 4 કપ પાણી
- 2- 3 એલચી
- 15- 20 કેસર ના તાંતણા
Instructions
Colorful Rasgulla banavani rit
- કલરફૂલ રસગુલ્લા બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઈ ઉકળે ત્યાં સુંધી એક વાટકા માં વિનેગર / લીંબુનો રસ નાખો સાથે પા કપ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ઉકળવા લાગે એટલે એમાં બે ચાર ચમચી વિનેગર / લીંબુ વાળું પાણી નાખી મિક્સ કરી લ્યો. આમ થોડું થોડું વિનેગર વાળું મિશ્રણ નાખી મિક્સ કરી દૂધ ને ફાડી લ્યો.
- દૂધ બરોબર ફાટી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ચારણી માં સાફ પાતળું કપડું મૂકી એમાં ફાટેલા મિશ્રણ ને નાખો અને બીજા ઠંડા બે ત્રણ ગ્લાસ થી ધોઇ લ્યો અને ત્યાર બાદ પોટલી બનાવી એના પર થોડો વજન મુકી અડધા કલાક માટે એક બાજુ મૂકો જેથી પનીર માં રહેલ પાણી નીતરી જાય.
- અડધા કલાક પછી તૈયાર પનીર ને કથરોટ માં નાખી હથેળી વડે વીસ થી ત્રીસ મિનિટ મસળી મસળી સ્મૂથ બનાવી લ્યો. પનીર સ્મુથ થાય એટલે એના સરખા ચાર ભાગ કરી લ્યો. હવે એક ભાગ માં ગુલાબી રંગ ન ટીપાં નાખી બારીને મિક્સ કરી એક બાજુ મૂકો. અને એમાંથી નાના નાના ગોલા બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે બીજો ભાગ લ્યો એમાં પીળો રંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી નાની સાઇઝ ના ગોલા બનાવી તૈયાર ગોલા ને બનાવી એક બાજુ મૂકો.ત્યાર બાદ ત્રીજો ભાગ લઈ એમાં ગ્રીન કલર નાખી મિક્સ કરી નાની સાઇઝ ના ગોલા બનાવી એક બાજુ મૂકો. ત્યાર બાદ છેલ્લા ભાગ માંથી સફેદ ગોલા બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક મોટા વાસણમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી તોડી ને નાખો અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ ગોલા નાખતા જાઓ. બધા ગોલા નાખી દીધા બાદ ફરીથી ચાસણી ઉકળવા લાગે એટલે ઢાંકણ બંધ કરી દસ થી પંદર મિનિટ ચડાવી લ્યો.
- દસ મિનિટ પછી એમ અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને પંદર મિનિટ બાદ ગેસ બંધ કરી નાખો અને તૈયાર રસગુલ્લા ને ઠંડા થવા દયો. રસગુલ્લા ઠંડા થાય એટલે ફ્રીઝ માં મૂકો અને ઠંડા થઈ જાય એટલે મજા લ્યો. તો તૈયાર છે કલરફૂલ રસગુલ્લા.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Chocolate Ice Cream banavani recipe | ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી
Kachi keri no aam papad | કાચી કેરી નો આમ પાપડ
Nariyal na chura na ladoo banavani rit | નારિયલ ના ચૂરા ના લાડુ બનાવવાની રીત
milk powder na gulab jambu banavani rit | મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત
Ice cream premix recipe gujarati | આઈસક્રીમ પ્રી મિક્સ બનાવવાની રીત