આ રાઈસ તમે શાક રોટલી સાથે, સાંભાર સાથે કે રસમ સાથે સાઈડ ડીસ તરીકે સર્વ કરી શકો છો અત્યાર સુંધી તમે રાઈસ, જીરા રાઈસ, મસાલા રાઈસ, વેજીટેબલ રાઈસ તો ઘણી વખત બનાવ્યા હસે પણ એક વખત આ રીતે કોકોનટ રાઈસ બનાવશો તો બધા ને ચોક્કસ પસંદ આવશે. તો ચાલો કોકોનટ રાઈસ બનાવવાની રીત – Coconut rice banavani rit શીખીએ.
કોકોનટ રાઈસ બનાવવા જરૂરી સામગ્રી
- ઘી / તેલ 2-3 ચમચી
- ચણા દાળ ½ ચમચી
- અડદ દાળ ½ ચમચી
- રાઈ ½ ચમચી
- સીંગદાણા 3-4 ચમચી
- સૂકા લાલ મરચા 2-3
- આદુ ની પેસ્ટ ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- કાજુ ના કટકા 3-4 ચમચી
- કીસમીસ 2-3 ચમચી
- હિંગ ¼ ચમચી
- છીણેલું લીલી નારિયળ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- બાફેલા ભાત 3 કપ
- મીઠા લીમડા ના પાન 7-8
- સરગવા ના પાંદ ¼ કપ
કોકોનટ રાઈસ બનાવવાની રીત
કોકોનટ રાઈસ બનાવવા સૌપ્રથમ ચોખા ને બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી દસ થી પંદર મિનિટ પલાળી લ્યો ત્યાર બાદ પાણી નિતારી બીજા બે ચાર ગ્લાસ પાણી નાખી એમાં પલાળેલા ચોખા અને સ્વાદ મુજબ મીઠું નાખી ચોખાને બાફી લ્યો. ચોખા બરોબર બાફી લીધા બાદ ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો અને ઠંડા થવા દયો.
ગેસ પર એક કડાઈમાં ઘી/ તેલ ગરમ કરવા મૂકો. ઘી કે તેલ ગરમ થાય એટલે ચણા દાળ, અડદ દાળ અને રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ અને સીંગદાણા નાખી એને પણ થોડા શેકી લ્યો.
સીંગદાણા થોડા શેકી લીધા બાદ એમાં મીઠા લીમડા ના પાન, આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
એમાં સૂકા લાલ મરચા, કાજુના કટકા અને કીસમીસ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો કાજુ થોડા શેકાઈ જાય એટલે એમાં છીણેલું લીલું નારિયળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી નારિયળ ને શેકી લ્યો.
નારિયળ શેકાઈ જાય એટલે એમાં સરગવા ના સાફ કરેલ પાંદ નાખી બે મિનિટ શેકી લ્યો અને છેલ્લે એમાં બાફી રાખેલ ભાત નાખી બરોબર મિક્સ કરી લ્યો ટાયર બાદ બે મિનિટ ચડાવી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો કોકોનટ રાઈસ.
Coconut rice notes
- ચોખા તમે તમારી પસંદ માં જીરાસાઈ, લચકારી કોલમ કે બાસમતી કોઈ પણ લઈ શકો છો.
Coconut rice banavani rit
Coconut rice banavani rit
Equipment
- 1 kadai
Ingredients
કોકોનટ રાઈસ બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 ચમચી ઘી / તેલ
- ½ ચમચી ચણા દાળ
- ½ ચમચી અડદ દાળ
- ½ ચમચી રાઈ
- 3-4 ચમચી સીંગદાણા
- 2-3 સૂકા લાલ મરચા
- ½ ચમચી આદુ ની પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 3-4 ચમચી કાજુ ના કટકા
- 2-3 ચમચી કીસમીસ
- ¼ ચમચી હિંગ
- 1 કપ છીણેલું લીલી નારિયળ
- મીઠું સ્વાદ મુજબ
- 3 કપ બાફેલા ભાત
- 7-8 મીઠા લીમડા ના પાન
- ¼ કપ સરગવા ના પાંદ
Instructions
Coconut rice banavani rit
- કોકોનટ રાઈસ બનાવવા સૌપ્રથમ ચોખા ને બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી દસ થી પંદર મિનિટ પલાળી લ્યો ત્યાર બાદ પાણી નિતારી બીજા બે ચાર ગ્લાસ પાણી નાખી એમાં પલાળેલા ચોખા અને સ્વાદ મુજબ મીઠું નાખી ચોખાને બાફી લ્યો. ચોખા બરોબર બાફી લીધા બાદ ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો અને ઠંડા થવા દયો.
- ગેસ પર એક કડાઈમાં ઘી/ તેલ ગરમ કરવા મૂકો. ઘી કે તેલ ગરમ થાય એટલે ચણા દાળ, અડદ દાળ અને રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ અને સીંગદાણા નાખી એને પણ થોડા શેકી લ્યો.
- સીંગદાણા થોડા શેકી લીધા બાદ એમાં મીઠા લીમડા ના પાન, આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- એમાં સૂકા લાલ મરચા, કાજુના કટકા અને કીસમીસ નાખી મિક્સ કરીબે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો કાજુ થોડા શેકાઈ જાય એટલે એમાં છીણેલું લીલું નારિયળઅને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી નારિયળ ને શેકી લ્યો.
- નારિયળ શેકાઈ જાય એટલે એમાં સરગવા ના સાફ કરેલ પાંદ નાખીબે મિનિટ શેકી લ્યો અને છેલ્લે એમાં બાફી રાખેલ ભાત નાખી બરોબર મિક્સ કરી લ્યો ટાયરબાદ બે મિનિટ ચડાવી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો કોકોનટ રાઈસ.
Coconut rice notes
- ચોખા તમે તમારી પસંદ માં જીરાસાઈ, લચકારી કોલમ કે બાસમતી કોઈપણ લઈ શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
દાળ પ્રિ મિક્સ બનાવવાની રીત | Daal preminx banavani rit
દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit
તવા પુલાવ બનાવવાની રીત | tawa pulao recipe in gujarati
દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit
આલુ પુરી બનાવવાની રીત | aloo puri banavani rit gujarati ma