આ ચુરમુ રાજસ્થાની વાનગી દાળ બાટી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે અને ખાવા માં જેટલો ટેસ્ટી લાગે છે એટલો જ હેલ્થી પણ બને છે અને એક વખત બનાવી તમે ઘણા દિવસ એની મજા લઇ શકો છો તો ચાલો churmu banavani rit શીખીએ.
ચુરમુ બનાવવા જરૂરી સામગ્રી
- કરકરો ઘઉંનો લોટ 2 કપ
- ઘી ⅓ કપ
- નવશેકું ઘી ¾ કપ
- નવશેકું ગરમ પાણી ½ કપ
- બદામ ની કતરણ 15-16
- પિસ્તા 2-3 ચમચી
- તગાર / બુરા ખાંડ ¾ કપ
- એલચી પાઉડર 1-2 ચમચી
churmu banavani rit
ચુરમુ બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો કરકરો લોટ લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં પાંચ થી છ ચમચી / ⅓ કપ ઘી નાખી હાથ થી લોટ અને ઘી ને બરોબર મસળી ને મિક્સ કરી લ્યો. લોટ ને ઘી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડું થોડું કરી નવશેકું પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી તૈયાર કરી લ્યો.
બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈ માં એક ગ્લાસ પાણી ગરમ કરી એમાં પિસ્તા અને બદામ નાખી દસ મિનિટ ઉકાળો ત્યાર બાદ ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણીમાં નાખો અને ત્યાર બાદ ઠંડા પાણી માંથી પણ કાઢી લ્યો.
હવે પિસ્તા અને બદામની છાલ ઉતારી ચાકુથી કતરણ કરી લ્યો. હવે ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી થોડું ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી નાના નાના મુઠીયા બનાવી લ્યો અને ઘી થોડું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી તરી લ્યો.
મુઠીયા ને ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુંધી થોડી થોડી વારે હલાવતા રહો અને ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુધી તરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો અને બીજા મુઠીયા ને તરી લ્યો આમ બધા મુઠીયા તરી ને કાઢી લ્યો અને નાના કટકા કરી લ્યો. હવે થોડા થોડા કટકા ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.
આમ થોડા થોડા કરી બધા મુઠીયા ને પીસી લ્યો અને એમાં કોઈ મુઠીયા ના કટકા ના રહે એનું ધ્યાન રાખવું અને પીસેલા મુઠીયા ને ચારણી વડે ચાળી લ્યો. અને કથરોટ માં નાખી ઠંડો કરી લ્યો પીસેલા મુઠીયા પાઉડર ઠંડો થાય એટલે એમાં જ તગાર / બુરા ખાંડ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો હવે એમાં નવશેકું થયેલ ઘી નાખી મિક્સ કરી લ્યો અને પિસ્તા બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ સર્વ કરો ચુરમું.
Churmu recipe notes
- અહી તમે પાણી ગરમ કરતી વખતે એમાં બે ત્રણ ચમચી ગોળ નાખી ઉકાળી લઈ નવશેકું કરી વાપરશો તો ખૂબ ટેસ્ટી લાગે છે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચુરમુ બનાવવાની રીત
churmu banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
ચુરમુ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ કરકરો ઘઉંનો લોટ
- ⅓ કપ ઘી
- ¾ કપ નવશેકું ઘી
- ½ કપ નવશેકું ગરમ પાણી
- 15 બદામ ની કતરણ
- 2-3 ચમચી પિસ્તા
- ¾ કપ તગાર / બુરા ખાંડ
- 1-2 ચમચી એલચી પાઉડર
Instructions
churmu banavani rit
- ચુરમુ બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો કરકરો લોટ લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં પાંચ થી છ ચમચી / ⅓ કપ ઘી નાખી હાથ થી લોટ અને ઘી ને બરોબર મસળી ને મિક્સ કરી લ્યો. લોટ ને ઘી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડું થોડું કરી નવશેકું પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી તૈયાર કરી લ્યો.
- બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈ માં એક ગ્લાસ પાણી ગરમ કરી એમાં પિસ્તા અને બદામ નાખી દસ મિનિટ ઉકાળો ત્યાર બાદ ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણીમાં નાખો અને ત્યાર બાદ ઠંડા પાણી માંથી પણ કાઢી લ્યો.
- હવે પિસ્તા અને બદામની છાલ ઉતારી ચાકુથી કતરણ કરી લ્યો. હવે ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી થોડું ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી નાના નાના મુઠીયા બનાવી લ્યો અને ઘી થોડું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી તરી લ્યો.
- મુઠીયા ને ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુંધી થોડી થોડી વારે હલાવતા રહો અને ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુધી તરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો અને બીજા મુઠીયા ને તરી લ્યો આમ બધા મુઠીયા તરી ને કાઢી લ્યો અને નાના કટકા કરી લ્યો. હવે થોડા થોડા કટકા ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.
- આમ થોડા થોડા કરી બધા મુઠીયા ને પીસી લ્યો અને એમાં કોઈ મુઠીયા ના કટકા ના રહે એનું ધ્યાન રાખવું અને પીસેલા મુઠીયા ને ચારણી વડે ચાળી લ્યો. અને કથરોટ માં નાખી ઠંડો કરી લ્યો પીસેલા મુઠીયા પાઉડર ઠંડો થાય એટલે એમાં જ તગાર / બુરા ખાંડ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો હવે એમાં નવશેકું થયેલ ઘી નાખી મિક્સ કરી લ્યો અને પિસ્તા બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ સર્વ કરો ચુરમું.
Churmu recipe notes
- અહી તમે પાણી ગરમ કરતી વખતે એમાં બે ત્રણ ચમચી ગોળ નાખી ઉકાળી લઈ નવશેકું કરી વાપરશો તો ખૂબ ટેસ્ટી લાગે છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મોરૈયા ની ખીર બનાવવાની રીત | moraiya ni kheer banavani rit
ઘઉં સોજી ની નાનખટાઈ | Ghau Soji ni nankhatai
સિંગ ની ચીક્કી બનાવવાની રીત | sing chikki recipe in gujarati | સિંગદાણા ની ચીક્કી બનાવવાની રીત
સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit