HomeGujaratiચોરી રીંગણ અને બટાકાનું શાક બનાવવાની રીત | Chori ringan ane batata...

ચોરી રીંગણ અને બટાકાનું શાક બનાવવાની રીત | Chori ringan ane batata nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ચોરી, રીંગણ અને બટાકાનું શાક બનાવવાની રીત – Chori ringan ane batata nu shaak banavani rit શીખીશું,If you like the recipe do subscribe Bhanu’s Kitchen Bhanu’s Rasoi  YouTube channel on YouTube ,આ એક ગુજરાતી શાક છે જે ગુજરાત માં કચ્છ  અને સૌરાષ્ટ્રમાં વધારે બનાવવામાં આવતું હોય છે આ શાક રસા વાળુ અથવા કોરું બને રીતે બનાવવામાં આવે છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અને એક વખત બનાવી ઘરમાં ખવડાવશો તો બીજી વખત ચોક્કસ બનાવવાનું કહશે. જેને રોટલી, રોટલા અને ભાત સાથે સર્વ કરી શકો છો. તો ચાલો Chori ringan ane batata nu shaak recipe in gujarati શીખીએ.

ચોરી રીંગણ અને બટાકાનું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણા સુધારેલ ચોરી 2 કપ
  • બટેકુ 1 મિડીયમ સાઇઝ ના કટકા કરેલ
  • રીંગણ 2 મિડીયમ સાઇઝ ના કટકા કરેલ
  • ટમેટા 1 સુધારેલ
  • લસણ ની પેસ્ટ 1 ચમચી ( જો ના ખાતા હો તો ના નાખો )
  • લીલા મરચા,  આદુ ની પેસ્ટ 1 ચમચી
  • તેલ 4-5 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • અજમો ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • હિંગ ⅛ ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ગોળ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

ચોરી રીંગણ અને બટાકાનું શાક બનાવવાની રીત

ચોરી રીંગણ અને બટાકાનું શાક બનાવવા સૌપ્રથમ ચોરી ને ધોઇ સાફ કરી ચાકુ થી અથવા હાથ થી કટકા કરી લ્યો ત્યાર બાદ બટાકા અને રીંગણ ને ધોઇ પાણી માં  સુધારી લ્યો જેથી કાળા ના પડે ત્યાર બાદ ટમેટા ને સુધારી લ્યો અને આદુ લસણ અને મરચા ની પેસ્ટ બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને અજમો નાખી મિક્સ કરી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નાખી ધીમા તાપે શેકી લ્યો.

પેસ્ટ અડધી શેકાઈ જાય એટલે એમાં હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો ને ટમેટા ચડવા આવે એટલે એમાં ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો.

હવે એમાં સુધારેલ ચોરી, બટાકા,  રીંગણ ના કટકા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ચાર પાંચ મિનિટ શેકી લ્યો  ત્યાર બાદ એમાં ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા,  ગોળ નાખી મિક્સ કરો અને ને ચાર મિનિટ ચડાવી લ્યો.

ત્યાર બાદ પોણો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે એક બે સીટી વગાડી લીધા બાદ ગેસ ધીમો કરી બીજી દસ પંદર મિનિટ ચડાવી લ્યો.

 પંદર મિનિટ પછી ગેસ બ્ધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી શાક ને મિક્સ કરી લ્યો અને થોડા બટાકા મેસ કરી લ્યો જેથી રસો ઘટ્ટ થાય તૈયાર શાકને ગરમ ગરમ સર્વ કરો ચોરી, રીંગણ અને બટાકાનું શાક.

Chori ringan ane batata nu shaak recipe in gujarati notes

  • ચોરી પાતળી ને ઝીણી લેવી જેથી એમાં રેસા ના હોય જો જાડી લ્યો તો એમાંથી રેસા અલગ કરી નાખવા.
  • આ શાક તમે કડાઈ માં પણ બનાવી શકો છો.
  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું.

Chori ringan ane batata nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhanu’s Kitchen Bhanu’s Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Chori ringan ane batata nu shaak recipe in gujarati

ચોરી રીંગણ અને બટાકાનું શાક - Chori ringan ane batata nu shaak - ચોરી, રીંગણ અને બટાકાનું શાક બનાવવાની રીત - Chori ringan ane batata nu shaak banavani rit - Chori ringan ane batata nu shaak recipe in gujarati

ચોરી રીંગણ અને બટાકાનું શાક બનાવવાની રીત | Chori ringan ane batata nu shaak banavani rit | Chori ringan ane batata nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ચોરી, રીંગણ અને બટાકાનું શાક બનાવવાની રીત – Chori ringan ane batata nu shaak banavani rit શીખીશું. આ એક ગુજરાતી શાક છે જે ગુજરાત માં કચ્છ  અને સૌરાષ્ટ્રમાં વધારે બનાવવામાંઆવતું હોય છે આ શાક રસા વાળુ અથવા કોરું બને રીતે બનાવવામાં આવે છે જે ખાવા માં ખૂબટેસ્ટી લાગે છે અને એક વખત બનાવી ઘરમાં ખવડાવશો તો બીજી વખત ચોક્કસ બનાવવાનું કહશે.જેને રોટલી, રોટલા અને ભાત સાથે સર્વ કરી શકો છો.તો ચાલો Chori ringan ane batata nu shaak recipe in gujarati શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

ચોરી રીંગણ અને બટાકાનું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઝીણા સુધારેલ ચોરી
  • 1 બટેકુ મિડીયમ સાઇઝ ના કટકા કરેલ
  • 2 રીંગણ મિડીયમ સાઇઝના કટકા કરેલ
  • 1 ટમેટા સુધારેલ
  • 1 ચમચી લસણની પેસ્ટ ( જો ના ખાતા હો તો ના નાખો )
  • 1 ચમચી લીલા મરચા,  આદુ ની પેસ્ટ
  • 4-5 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી અજમો
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ગોળ
  • પાણી જરૂર મુજબ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

ચોરી રીંગણ અને બટાકાનું શાક બનાવવાની રીત | Chori ringan ane batata nu shaak banavani rit | Chori ringan ane batata nu shaak recipe in gujarati

  • ચોરી રીંગણ અને બટાકાનું શાક બનાવવા સૌપ્રથમ ચોરી ને ધોઇ સાફ કરી ચાકુ થી અથવા હાથ થી કટકા કરી લ્યો ત્યાર બાદ બટાકા અને રીંગણ ને ધોઇ પાણી માં  સુધારી લ્યો જેથી કાળા ના પડે ત્યાર બાદ ટમેટા ને સુધારી લ્યો અને આદુ લસણઅને મરચા ની પેસ્ટ બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને અજમો નાખી મિક્સ કરી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નાખી ધીમા તાપે શેકી લ્યો.
  • પેસ્ટ અડધી શેકાઈ જાય એટલે એમાં હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો ને ટમેટા ચડવા આવે એટલે એમાં ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો.
  • હવે એમાં સુધારેલ ચોરી, બટાકા,  રીંગણના કટકા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ચાર પાંચ મિનિટ શેકી લ્યો  ત્યાર બાદ એમાં ગરમ મસાલો,લીલા ધાણા સુધારેલા, ગોળ નાખી મિક્સ કરો અને ને ચાર મિનિટ ચડાવી લ્યો.
  • ત્યારબાદ પોણો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે એક બે સીટી વગાડી લીધા બાદ ગેસ ધીમો કરી બીજી દસ પંદર મિનિટ ચડાવી લ્યો.
  •  પંદર મિનિટ પછી ગેસ બ્ધ કરી કુકર માંથીહવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી શાક ને મિક્સ કરી લ્યો અને થોડા બટાકામેસ કરી લ્યો જેથી રસો ઘટ્ટ થાય તૈયાર શાકને ગરમ ગરમ સર્વ કરો ચોરી, રીંગણ અને બટાકાનું શાક.

Chori ringan ane batata nu shaak recipe in gujarati notes

  • ચોરી પાતળી ને ઝીણી લેવી જેથી એમાં રેસા ના હોય જો જાડી લ્યો તો એમાંથી રેસા અલગ કરી નાખવા.
  • આ શાક તમે કડાઈ માં પણ બનાવી શકો છો.
  • જો લસણના ખાતા હો તો ના નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ભરેલા શિમલા મરચા નું શાક બનાવવાની રીત | bharela shimla marcha nu shaak banavani rit

દહીં ભીંડા નું શાક બનાવવાની રીત | bhinda nu dahi valu shaak

કોબી ગાજર નો સંભારો બનાવવાની રીત | kobi gajar no sambharo banavani rit

બાફેલા બટાકા નુ શાક બનાવવાની રીત | bafela batata nu shaak banavani rit | bafela batata nu shaak recipe in gujarati

ફણસી બટાકા નું શાક બનાવવાની રીત | Fansi bateta nu shaak banavani rit | Fansi bateta nu shaak recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular