આજે આપણે ઘરે એક કપ ચોખા થી ખૂબ જ સોફ્ટ ઈડલી બનાવવાની રીત – Chokha ni soft idli banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube , સાથે ચટણી પણ બનાવતા શીખીશું. સવારે નાસ્તા માં તમે ચોખા ના બેટર ની ઈડલી બનાવી શકો છો. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. ખૂબ જ સોફ્ટ બને છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને સોફ્ટ ચોખા ની ઈડલી અને ચટણી બનાવતા – Rice soft idli recipe in gujarati શીખીએ.
ચોખા ની ઈડલી બનાવવા માટેની સામગ્રી
- ચોખા 1 કપ
- દહી 1 કપ
- સોજી 5 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- આદુ ની પેસ્ટ ½ ચમચી
ઈડલી ના બેટર પર વઘાર કરવા માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- ઝીણા સુધારેલા લીમડા ના પાન ½ ચમચી
- ચટણી બનાવવા માટેની સામગ્રી
- સીંગદાણા ¼ કપ
- નારિયલ નો ચૂરો ¼ કપ
- લીલાં મરચાં 2
- આદુ 1 ઇંચ
- આમલી નો ટુકડો 1 ઇંચ
- જીરું 1 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- લીલાં ધાણા 2 ચમચી
- પાણી જરૂર મુજબ
ચટણી પર વઘાર કરવા માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- રાઈ ½ ચમચી
- લીમડા ના પાન 8-10
- આખા લાલ મરચાં 2-3
ચોખા ની ઈડલી બનાવવા માટે બેટર બનાવવા માટેની રીત
ચોખા ની ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં ચોખા ને બે થી ત્રણ વાર પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ને ત્રણ થી ચાર કલાક માટે પલાળી ને રાખી દયો.
ત્યાર બાદ તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેને દસ થી પંદર મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
બેટર પર વઘાર કરવા માટેની રીત
બેટર પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં જીરું નાખો. હવે તેમાં લીમડા ના પાન નાખો. હવે તેને બેટર પર રેડી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં મરચાં, અને આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ચોખા ની ઈડલી બનાવવાની રીત
ચોખા ની ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં તેના બેટર પર અડધી ચમચી જેટલો ઇનો નાખો. હવે તેની ઉપર થોડું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું બેટર.
હવે ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં પાણી નાખો. હવે એક પ્લેટ લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં તૈયાર કરેલું બેટર નાખો. હવે પ્લેટ ને સ્ટીમર માં રાખો. હવે તેની ઉપર લાલ મરચાં નો પાવડર છાંટી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડવા દયો.
ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. ત્યાર બાદ ઈડલી ની પ્લેટ ને સ્ટીમર માંથી બારે કાઢી લ્યો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ચાકુ ની મદદ થી તેના ચોરસ કટ લગાવી લ્યો. હવે તૈયાર છે આપણી ચોખા ના બેટર ની ઈડલી.
ચટણી બનાવવા માટેની રીત
ચટણી બનાવવા માટે સૌથી પહેલાં સીંગદાણા ને સેકી ને તેના ફોતરા કાઢી લ્યો. ત્યાર બાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં નારિયલ નો ચૂરો નાખો. હવે તેમાં લીલાં મરચાં, આદુ, આમલી નો ટુકડો, જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, લીલા ધાણા અને જરૂર મુજબ પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. ત્યાર બાદ તેના પર વઘાર કરી લેશું.
ચટણી પર વઘાર કરવા માટેની રીત
ચટણી પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં લીમડા ના પાન નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે આ વઘાર ને ચટણી ઉપર રેડી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી અને સોફ્ટ ચોખા ના બેટર ની ઈડલી અને ટેસ્ટી ચટણી. હવે તેને એક પ્લેટ માં રાખી ને સર્વ કરો અને ખાવાનો આનંદ માણો.
Rice soft idli recipe notes
- ચટણી માં આમલી ની જગ્યા એ તમે લીંબુ ના રસ નો ઉપયોગ કરી શકો છો.
Chokha ni soft idli banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Rice soft idli recipe in gujarati
ચોખા ની સોફ્ટ ઈડલી | Chokha ni soft idli | ચોખા ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | Chokha ni soft idli banavani rit
Equipment
- 1 સ્ટીમર
Ingredients
ચોખા ની ઈડલી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ચોખા
- 1 કપ દહી
- 5 ચમચી સોજી
- સ્વાદ પ્રમાણે મીઠું
- 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- ½ ચમચી આદુ ની પેસ્ટ
ઈડલી ના બેટર પર વઘાર કરવા માટેની સામગ્રી
- 1 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ½ ચમચી ઝીણા સુધારેલા લીમડા ના પાન
ચટણી બનાવવા માટેની સામગ્રી
- ¼ કપ સીંગદાણા
- ¼ કપ નારિયલ નો ચૂરો
- 2 લીલાં મરચાં
- 1 ઇંચ આદુ
- 1 ઇંચ આમલી નો ટુકડો
- 1 ચમચી જીરું
- સ્વાદ પ્રમાણે મીઠું
- 2 ચમચી લીલાં ધાણા
- પાણી જરૂર મુજબ
ચટણી પર વઘાર કરવા માટેની સામગ્રી
- 1 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- 8-10 લીમડા ના પાન
- 2-3 આખા લાલ મરચાં
Instructions
ચોખા ની ઈડલી બનાવવા માટે બેટર બનાવવા માટેની રીત
- ચોખા ની ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં ચોખા ને બે થી ત્રણ વાર પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ને ત્રણથી ચાર કલાક માટે પલાળી ને રાખી દયો.
- ત્યારબાદ તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માંકાઢી લ્યો. હવે તેને દસ થી પંદર મિનિટ સુધી સેટ થવા માટે રાખીદયો.
બેટર પર વઘાર કરવા માટેની રીત
- બેટર પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં જીરું નાખો.હવે તેમાં લીમડા ના પાન નાખો. હવે તેને બેટર પર રેડી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં મરચાં, અને આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ચોખા ની ઈડલી બનાવવાની રીત
- ચોખા ની ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં તેના બેટર પર અડધી ચમચી જેટલો ઇનો નાખો. હવે તેની ઉપર થોડું પાણી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતૈયાર છે આપણું બેટર.
- હવે ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં પાણી નાખો. હવે એક પ્લેટ લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં તૈયાર કરેલું બેટર નાખો. હવે પ્લેટ ને સ્ટીમર માં રાખો. હવે તેની ઉપર લાલ મરચાં નો પાવડર છાંટી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડવા દયો.
- ત્યારબાદ ગેસ બંધ કરી દયો. ત્યાર બાદ ઈડલી ની પ્લેટ ને સ્ટીમર માંથી બારે કાઢી લ્યો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ચાકુની મદદ થી તેના ચોરસ કટ લગાવી લ્યો. હવે તૈયાર છે આપણી ચોખા નાબેટર ની ઈડલી.
ચટણી બનાવવા માટેની રીત
- ચટણી બનાવવા માટે સૌથી પહેલાં સીંગદાણા ને સેકી ને તેના ફોતરા કાઢી લ્યો. ત્યાર બાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં નારિયલ નો ચૂરો નાખો. હવેતેમાં લીલાં મરચાં, આદુ, આમલી નો ટુકડો,જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, લીલા ધાણા અને જરૂર મુજબ પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
- હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. ત્યાર બાદ તેના પર વઘાર કરી લેશું.
ચટણી પર વઘાર કરવા માટેની રીત
- ચટણી પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં લીમડા નાપાન નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે આ વઘાર ને ચટણી ઉપર રેડી દયો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
- તૈયાર છે આપણી ટેસ્ટી અને સોફ્ટ ચોખા ના બેટર ની ઈડલી અને ટેસ્ટી ચટણી. હવે તેને એક પ્લેટ માં રાખીને સર્વ કરો અને ખાવાનો આનંદ માણો.
Rice soft idli recipe notes
- ચટણી માં આમલી ની જગ્યા એ તમે લીંબુ ના રસ નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત | Bafela batata ni puri banavani rit
પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo banavani rit | pauva no chevdo recipe in gujarati
મેથી ની મઠરી બનાવવાની રીત | methi ni mathri banavani rit | methi mathri recipe in gujarati
chokhani Idlima ravane 5 chmchi shu karvanu????