ઘરે ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત – Chokha na lot nu khichu banavani rit શીખીશું , If you like the recipe do subscribe Sushilas Food Factory YouTube channel on YouTube , બજાર માં કે મેળા માં આજકાલ ખીચું મળતું હોય છે. તેના કરતાં પણ ટેસ્ટી ખીચું આપણે ઘરે બનાવી શકીએ છીએ. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે. સવારે કે સાંજે નાસ્તા માં ખીચું ખાઈ શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Chokha na lot nu khichu recipe in gujarati શીખીએ.
ચોખા ના લોટ નું ખીચું બનાવવા જરૂરી સામગ્રી
- પાણી 2 કપ
- લીલાં મરચાં ની પેસ્ટ 1 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- જીરું 1 ચમચી
- ખારો પાપડિયો 1 ½ ચમચી
- તેલ 3 ચમચી
- ચોખા નો લોટ 2 કપ
Chokha na lot nu khichu banavani rit
ચોખા ના લોટ નું ખીચું બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે પાણી ને સરસ ગરમ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં લીલાં મરચાં ની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું, ખારો પાપડીયો અને તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
પાણી ઉકળે ત્યારે તેમાં ચોખા નો લોટ નાખો. હવે ધીમા તાપે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. લોટ સરસ થી મિક્સ થઈ જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને ખીચું ના મિશ્રણ ને ઠંડું થવા દયો.
હવે ગેસ પર એક સ્ટીમર મૂકો. હવે તેમાં ત્રણ થી ચાર ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની સ્ટીમર ની પ્લેટ મૂકો. અને પાણી ને ગરમ થવા દયો.
આપણું ખીચું ઠંડું થઈ ગયું હસે. હવે તેને હાથ થી સરસ થી મસળી લ્યો. હવે તેમાંથી થોડુ મિશ્રણ લઈ. હાથ માં પાણી લગાવી ને મેંદુવડા નું સેપ આપો. આવી રીતે બધા ખીચું ના મિશ્રણ ને મેંદુવડા નું સેપ આપી ને એક પ્લેટ માં રાખતા જાવ.
સ્ટીમર ઉપર કોટન નું પાતળું કપડું રાખો. હવે તેની ઉપર બનાવી ને રાખેલા ખીચું ના વડા ને તેલ લગાવી ને તેની ઉપર મૂકતા જાવ. હવે સ્ટીમર ને ઢાંકી દયો. હવે પંદર મિનિટ સુધી ખીચું ને ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ચોખા ના લોટ નું ખીચું. હવે તેને એક પ્લેટ માં રાખો. હવે તેને તેલ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચોખા ના લોટ નું ખીચું ખાવાનો આનંદ માણો.
Chokha na lot nu khichu recipe notes
- લીલા મરચાં ની પેસ્ટ ખીચું માં તમે તમારા હિસાબ થી નાખી શકો છો.
ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sushilas Food Factory ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Chokha na lot nu khichu recipe in gujarati
ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત | Chokha na lot nu khichu banavani rit | Chokha na lot nu khichu recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 સ્ટીમર
Ingredients
ચોખા ના લોટ નું ખીચું બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ પાણી
- 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી જીરું
- 1½ ચમચી ખારો પાપડિયો
- 3 ચમચી તેલ
- 2 કપ ચોખા નો લોટ
Instructions
ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત | Chokha na lot nu khichu banavani rit | Chokha na lot nu khichu recipe in gujarati
- ચોખાના લોટ નું ખીચું બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે પાણી ને સરસ ગરમ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં લીલાં મરચાં ની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું, ખારોપાપડીયો અને તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- પાણી ઉકળે ત્યારે તેમાં ચોખા નો લોટ નાખો. હવે ધીમા તાપે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. લોટ સરસ થી મિક્સ થઈ જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને ખીચું ના મિશ્રણ નેઠંડું થવા દયો.
- હવે ગેસ પર એક સ્ટીમર મૂકો. હવે તેમાં ત્રણ થી ચાર ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેનીસ્ટીમર ની પ્લેટ મૂકો. અને પાણી ને ગરમ થવા દયો.
- આપણું ખીચું ઠંડું થઈ ગયું હસે. હવે તેને હાથ થી સરસ થી મસળી લ્યો. હવે તેમાંથી થોડુમિશ્રણ લઈ. હાથ માં પાણી લગાવી ને મેંદુવડા નું સેપ આપો.આવી રીતે બધા ખીચું ના મિશ્રણ ને મેંદુવડા નું સેપ આપી ને એક પ્લેટ માંરાખતા જાવ.
- સ્ટીમર ઉપર કોટન નું પાતળું કપડું રાખો. હવે તેની ઉપર બનાવી ને રાખેલા ખીચું ના વડા ને તેલ લગાવી ને તેની ઉપર મૂકતાજાવ. હવે સ્ટીમર ને ઢાંકી દયો. હવે પંદરમિનિટ સુધી ખીચું ને ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- તૈયાર છે આપણું ચોખા ના લોટ નું ખીચું. હવે તેને એક પ્લેટ માં રાખો. હવે તેને તેલ સાથે સર્વકરો અને ગરમા ગરમ ચોખા ના લોટ નું ખીચું ખાવાનો આનંદ માણો.
Chokha na lot nu khichu recipe notes
- લીલામરચાં ની પેસ્ટ ખીચું માં તમે તમારા હિસાબ થી નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત | Ghau na lot na namak para banavani rit
મસાલા રોટલી બનાવવાની રીત | masala rotli banavani rit | masala roti recipe in gujarati
અડવી ફ્રાય બનાવવાની રીત | Advi fry banavani rit | Advi fry recipe in gujarati
મમરા નો ચેવડો બનાવવાની રીત | mamra no chevdo banavani rit | mamra no chevdo recipe in gujarati