આ પાપડી ને ચેકલું પણ કહેવાય છે આ એક સાઉથ ઇન્ડિયન ક્રિસ્પી પૂરી છે. જે એક વખત બનાવી લાંબા સમય સુંધી મજા લઈ શકાય છે મેંદા ની કે ઘઉંના લોટ ની પાપડી કે પૂરી ખાઈ ને કંટાળી ગયા હો અને નવા સ્વાદ ની પૂરી ખાવા માંગતા હો તો આ દિવાળી પર ચોક્કસ બનાવો આ પાપડી. તો ચાલો ચોખા ના લોટ ની પાપડી બનાવવાની રીત શીખીએ.
ચોખા ના લોટ ની પાપડી બનાવવા જરૂરી સામગ્રી
- ઘી ¼ કપ
- ચોખા નો લોટ 400 ગ્રામ /2 કપ
- આદુ 2 ઇંચ નો ટુકડો
- લીલ મરચા 5-7
- લસણ ની કણી 5-7 (ઓપ્શનલ છે )
- જીરું 1 ચમચી
- મીઠા લીમડા ના પાંદ 8-10 સુધારેલ
- પલાળેલી મગદાળ 2 ચમચી
- પલાળેલા સાબુદાણા 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ગરમ પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Chokha na lot ni papdi banavani rit
ચોખા ના લોટ ની પાપડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાબુદાણા અને મગદાળ લઈ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી એક થી બે ગ્લાસ પાણી નાખો એક થી બે કલાક પહેલા પલાળી લ્યો. બે કલાક પછી પલાળેલા મગદાળ અને સાબુદાણા ને ગરણી માં નાખી ગાળી પાણી નીતરવા મૂકો. હવે મિક્સર જાર માં લીલ મરચા સુધારેલા, આદુના કટકા અને લસણ ની કણી નાખી પીસી લ્યો.
હવે એક કથરોટ માં ચોખા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા મરચા, આદુ અને લસણ ની પેસ્ટ નાખો સાથે , જીરું, સુધારેલ મીઠા લીમડા ના પાંદ, અને પલાળેલા મગદાળ અને સાબુદાણા નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
લોટ માં થોડું થોડું કરી ગરમ પાણી નાખી લોટ ને ચમચા થી મિક્સ કરો અને કઠણ લોટ બાંધો અને ઢાંકી ને એક બાજુ પંદર વીસ મિનિટ એમજ રહેવા દયો. વીસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી ને સ્મુથ કરી લ્યો. લોટ સ્મૂથ થાય એટલે એમાંથી જે સાઇઝ ની પાપડી બનાવી હોય એ સાઇઝ માં લુવા બનાવી ઢાંકી મુકો.
ત્યારબાદ પ્લાસ્ટિક ની થેલી પર તેલ લગાવી લ્યો અને અને વજન વાળી વસ્તુ પર પણ પ્લાસ્ટિક લગાવી એના પર પણ તેલ લગાવી લ્યો અને ત્યાર બાદ લુવા ને પ્લાસ્ટિક પર મૂકો અને વજન વડે દબાવી પૂરી બનાવી લ્યો અને બનાવેલી પૂરી ને કપડા પર મૂકતા જાઓ. આમ બધા લુવા માંથી પૂરી બનાવી લ્યો અને કપડા પર મૂકતા જાઓ.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં એક વખત માં સમાય એટલી પૂરી નાખો લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી ઉથલાવી ને તરી લ્યો આમ થોડી થોડી કરી બધી પૂરી ને તરી લ્યો અને ત્યાર બાદ ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને સવાર સાંજ ના નાસ્તામાં કે બાળકો ને ટિફિન માં કે પ્રવાસનમાં લઈ જવા તૈયાર છે ચોખા ના લોટ ની પાપડી.
Papdi recipe notess
- લોટ ને ગરમ પાણીથી બાંધવા નો હોય હાથ ના બરી જાય એનું ખાસ ધ્યાન રાખવું.
- લસણ ના ખાતા હો તો ના નાખવું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચોખા ના લોટ ની પાપડી બનાવવાની રીત
Chokha na lot ni papdi banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 પ્લાસ્ટિક
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
ચોખા ના લોટ ની પાપડી બનાવવા જરૂરી સામગ્રી
- ¼ કપ ઘી
- 400 ગ્રામ ચોખા નો લોટ /2 કપ
- 2 ઇંચ આદુ નો ટુકડો
- 5-7 લીલ મરચા
- 5-7 લસણ ની કણી ( ઓપ્શનલ છે )
- 1 ચમચી જીરું 1
- 8-10 મીઠા લીમડા ના પાંદ સુધારેલ
- 2 ચમચી પલાળેલી મગદાળ
- 2 ચમચી પલાળેલા સાબુદાણા
- મીઠું સ્વાદ મુજબ
- ગરમ પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
Chokha na lot ni papdi banavani rit
- ચોખા ના લોટ ની પાપડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાબુદાણા અને મગદાળ લઈ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી એક થી બે ગ્લાસ પાણી નાખો એક થી બે કલાક પહેલા પલાળી લ્યો. બે કલાક પછી પલાળેલા મગદાળ અને સાબુદાણા ને ગરણી માં નાખી ગાળી પાણી નીતરવા મૂકો. હવે મિક્સર જાર માં લીલ મરચા સુધારેલા, આદુના કટકા અને લસણ ની કણી નાખી પીસી લ્યો.
- હવે એક કથરોટ માં ચોખા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા મરચા, આદુ અને લસણ ની પેસ્ટ નાખો સાથે , જીરું, સુધારેલ મીઠા લીમડા ના પાંદ, અને પલાળેલા મગદાળ અને સાબુદાણા નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- લોટ માં થોડું થોડું કરી ગરમ પાણી નાખી લોટ ને ચમચા થી મિક્સ કરો અને કઠણ લોટ બાંધો અને ઢાંકી ને એક બાજુ પંદર વીસ મિનિટ એમજ રહેવા દયો. વીસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી ને સ્મુથ કરી લ્યો. લોટ સ્મૂથ થાય એટલે એમાંથી જે સાઇઝ ની પાપડી બનાવી હોય એ સાઇઝ માં લુવા બનાવી ઢાંકી મુકો.
- ત્યારબાદ પ્લાસ્ટિક ની થેલી પર તેલ લગાવી લ્યો અને અને વજન વાળી વસ્તુ પર પણ પ્લાસ્ટિક લગાવી એના પર પણ તેલ લગાવી લ્યો અને ત્યાર બાદ લુવા ને પ્લાસ્ટિક પર મૂકો અને વજન વડે દબાવી પૂરી બનાવી લ્યો અને બનાવેલી પૂરી ને કપડા પર મૂકતા જાઓ. આમ બધા લુવા માંથી પૂરી બનાવી લ્યો અને કપડા પર મૂકતા જાઓ.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં એક વખત માં સમાય એટલી પૂરી નાખો લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી ઉથલાવી ને તરી લ્યો આમ થોડી થોડી કરી બધી પૂરી ને તરી લ્યો અને ત્યાર બાદ ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને સવાર સાંજ ના નાસ્તામાં કે બાળકો ને ટિફિન માં કે પ્રવાસનમાં લઈ જવા તૈયાર છે ચોખા ના લોટ ની પાપડી.
Papdi recipe notess
- લોટ ને ગરમ પાણીથી બાંધવા નો હોય હાથ ના બરી જાય એનું ખાસ ધ્યાન રાખવું.
- લસણ ના ખાતા હો તો ના નાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Ghau na lot ane gol na gud para | ઘઉંના લોટ અને ગોળ ના ગુડપારા
બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત | Bacheli dal na parotha banavani rit
ત્રિરંગા પૂરી બનાવવાની રીત | tiranga puri banavani rit | તિરંગા પૂરી
દાબેલીનો મસાલો બનાવવાની રીત | dabeli no masalo banavani rit