મિત્રો આજે આપણે chokha na lot ni full chakri – ચોખાના લોટ ની ફૂલકચરી બનાવવાની રીત શીખીશું. આ એક સિંધી નાસ્તો છે. આ ફૂલકચરી એક વખત બનાવી ને બાર મહિના સુંધી તરી તરી ખાઈ શકો છો. એક કપ ચોખા ન લોટ માંથી ઘણા બધા બની ને તૈયાર થશે અને આ ફુલકચરી ને તરી ને પ્રવાસમાં , ટિફિન માં બનાવી ને આપી શકો છો.
Ingredients
- ચોખાનો લોટ 1 કપ
- પાપડ ખાર 1 નાની ચમચી
- મીઠું 1 નાની ચમચી
- જીરું ½ ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
chokha na lot ni full chakri banavni rit
ચોખાના લોટ ની ફૂલકચરી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં ચોખા નો લોટ ચાળી લ્યો હવે એક તપેલી માં બે કપ ચોખાનો લોટ નાખો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી બે કપ પાણી નાખતા જઈ બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં મીઠું અને પાપડ ખાર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાડી રાખેલ ચોખા વાળું મિશ્રણ નાખી ગાંઠા ન પડે એમ બરોબર મિક્સ કરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી બરોબર હલાવતા રહી ચડાવી લ્યો.
ચોખા નું મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે એમાં જીરું નાખી બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને થોડું ઠંડુ થવા દયો. હવે કેક ને ગાર્નિશ કરવા માટે ની ફુલ બનાવવા વાળી નોઝલ મૂકી એના બેગ માં તૈયાર કરેલ મિશ્રણ નાખી પેક કરી લ્યો. હવે તડકા માં પ્લાસ્ટિક પર નાના નાના ફૂલ બનાવી ત્રણ થી ચાર દિવસ સુંધી સૂકવી લ્યો.
ચાર દિવસ પછી તૈયાર કરેલ ફૂલ બરોબર સુકાઈ જાય એટલે ડબ્બા માં ભરી લ્યો અને જ્યારે પણ ખાવા નું મન થાય ત્યારે તેલ ગ્રામ કરી એમાં તૈયાર કરેલ ફૂલકચરી નાખી તરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે ચોખાના લોટ માંથી ફૂલકચરી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચોખાના લોટ ની ફૂલકચરી બનાવવાની રીત

chokha na lot ni full chakri banavni rit
Equipment
- 1 કથરોટ
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
- 1 કપ ચોખાનો લોટ
- 1 નાની ચમચી પાપડ ખાર
- 1 નાની ચમચી મીઠું
- ½ ચમચી જીરું
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- પાણી જરૂર મુજબ
Instructions
chokha na lot ni full chakri banavni rit
- ચોખાના લોટ ની ફૂલકચરી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં ચોખા નો લોટ ચાળી લ્યો હવે એક તપેલી માં બે કપ ચોખાનો લોટ નાખો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી બે કપ પાણી નાખતા જઈ બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં મીઠું અને પાપડ ખાર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાડી રાખેલ ચોખા વાળું મિશ્રણ નાખી ગાંઠા ન પડે એમ બરોબર મિક્સ કરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી બરોબર હલાવતા રહી ચડાવી લ્યો.
- ચોખા નું મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે એમાં જીરું નાખી બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને થોડું ઠંડુ થવા દયો. હવે કેક ને ગાર્નિશ કરવા માટે ની ફુલ બનાવવા વાળી નોઝલ મૂકી એના બેગ માં તૈયાર કરેલ મિશ્રણ નાખી પેક કરી લ્યો. હવે તડકા માં પ્લાસ્ટિક પર નાના નાના ફૂલ બનાવી ત્રણ થી ચાર દિવસ સુંધી સૂકવી લ્યો.
- ચાર દિવસ પછી તૈયાર કરેલ ફૂલ બરોબર સુકાઈ જાય એટલે ડબ્બા માં ભરી લ્યો અને જ્યારે પણ ખાવા નું મન થાય ત્યારે તેલ ગ્રામ કરી એમાં તૈયાર કરેલ ફૂલકચરી નાખી તરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે ચોખાના લોટ માંથી ફૂલકચરી.
Notes
- મીઠું નાખવા માં ખાસ ધ્યાન રાખવું કેમ કે બનાવતા વખતે મીઠું ઓછું લાગતું હશે અને વધારે નાખશો તો તરી લીધા બાદ ખારા લાગી શકે છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Aloo lachcha katori chat banavani recipe | આલું લચ્છા કટોરી ચાટ બનાવવાની રેસીપી
Makai na lot na dhokla chat banavani rit | મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત
Mithi puri banavani rit | મીઠી પૂરી બનાવાની રીત
Stuffed pizza bun banavani rit | સ્ટફ્ડ પીઝા બન બનાવવાની રીત
Aloo kachori appam patra ma banavani rit | આલુ કચોરી અપ્પમ પાત્ર મા બનાવવાની રીત