ગણપતિ બાપ્પા મોરીયા… નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ચોકલેટ મોદક બનાવવાની રીત. મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપા જરૂરથી યાદ આવે છે ભાદરવા મહિનાની ચોથના આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ આપણે ગણપતિ બાપા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે આપણે ચોકલેટ માંથી અલગ અલગ ફ્લેવર અને અલગ-અલગ રંગના મોદક બનાવતા શીખીશું તો ચાલો શીખીએ ચોકલેટ મોદક રેસીપી, chocolate modak recipe in gujarati,Chocolate modak banavani rit.
ચોકલેટ મોદક બનાવવા જરૂરી સામગ્રી
મોદક બનાવવા જરૂરી ચોકલેટ
- 200 ગ્રામ ડાર્ક ચોકલેટ
- 300 ગ્રામ વ્હાઈટ ચોકલેટ
ચોકલેટ મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
- ડાર્ક ચોકલેટ પિગડેલી
- 8-10 બદામ શેકેલા
રસમલાઈ મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
- વ્હાઈટ ચોકલેટ પિગડેલી
- 4-5 પીસ્તા
- 8-10 તાંતણા કેસર
- 1-2 ટીપા પીળો કલર
- ચપટી એલચી પાવડર
- 2-3 ટીપા રસમલાઈ એસેન્સ( ઓપ્શનલ)
પાન મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
- વ્હાઈટ ચોકલેટ પિગડેલી
- 2-3 ચમચી પાન મિક્સ મુખવાસ
- 1-2 ચમચી સૂકું નારિયેળ નું છીણ
- 1 ચમચી ગુલકંદ
- 1-2 ચમચી ટુટી ફૂટી
- 1-2 ટીપા રોઝ એસેન્સ
- 1-2 ટીપા ગ્રીન કલર
રોઝ ચોકલેટ મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
- વ્હાઈટ ચોકલેટ પિગડેલી
- 2-3 શેકેલી બદામ ની કતરણ
- 1-2 ચમચી સૂકું નારિયેળ નું છીણ
- 1-2 ટીપા રોઝ એસેન્સ
- 2-3 ચમચી ગુલકંદ
- 1-2 ટીપા લાલ કલર
chocolate modak recipe in gujarati
પિગડેલી ચોકલેટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં પાણી ગરમ મૂકો પાણી ફૂલ ગરમ થાય એટલે તેના પર છીણેલી અથવા કટકા કરેલી ડાર્ક ચોકલેટ બીજા વાસણ લઈ તે વાસણ ને ગેસ પર મૂકેલ વાસણ પર મૂકી ચોકલેટને હલાવતા રહી પિગળાવી લો ચોકલેટ બરોબર પીગળી જાય એટલે બરોબર મિક્સ કરો અને પીગળેલી ચોકલેટને એક બાજુ થોડી ઠંડી થવા મૂકી દો
હવે તે જ ગરમ પાણી ઉપર વ્હાઈટ ચોકલેટ છીણીને અથવા કટકા કરીને એક વાસણમાં લ્યો ને તે વાસણ ને ગરમ પાણી પર મૂકો વ્હાઈટ ચોકલેટ બરોબર પીગળી જાય એટલે તેને પણ નીચે ઉતારી બરોબર હલાવી મિક્સ કરી લો અને એક બાજુ મૂકો
મોદક બનાવતા સમયે જો ચોકલેટ ઘટ્ટ થાય કે જામી જાય તો ફરી ગરમ પાણી પર મૂકી પીગળાવી લેવી
આ પીગડેલી ડાર્ક ચોકલેટ તથા વાઈટ ચોકલેટ આપણે મોદક બનાવવા ઉપયોગમાં લઈશું
ડાર્ક ચોકલેટ મોદક અને વાઈટ ચોકલેટ મોદક બનાવવાની રીત – chocolate modak recipe in gujarati
સૌપ્રથમ ડાર્ક ચોકલેટમાં ના મોદક બનાવવા પીગળેલી ડાર્ક ચોકલેટ લઈ તેને મોદક આકાર ના સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડમાં ચમચી એક નાખી વચ્ચે શેકેલી એક બે બદામ મૂકી ઉપરથી ફરીથી પીગળેલી ડાર્ક ચોકલેટ નાખી થપથપાવી ને ભરી લો ભરેલું સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ ફ્રીજ માં મૂકી પંદરથી વીસ મિનિટ સેટ થવા દો શેઠ થયેલી ચોકલેટ મોદક ને ડીમોલ્ડ કરી લો તો તૈયાર છે ડાર્ક ચોકલેટ મોદક
જો વ્હાઈટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ ના મોદક બનાવવા હોય તો પહેલા મોલ્ડ માં પિગડેલી ડાર્ક ચોકલેટ નાખી વચ્ચે શેકલી બદામ મૂકી ઉપર પીગળેલ વ્હાઈટ ચોકલેટ નાખી થપથપાવી ને ભરી લ્યો ને મોલ્ડ ને 15-20 મિનિટ ફ્રીજરમાં મૂકી સેટ કરો ત્યાર બાદ ડીમોલ્ડ કરી લ્યો તૈયાર છે બ્લેક વ્હાઈટ ચોકલેટ મોદક
રોઝ ચોકલેટ મોદક બનાવવાની રીત
સૌપ્રથમ પિગળેલી વાઈટ ચોકલેટમાં એક બે ટીપાં લાલ રંગ, એક બે બુંદ રોઝ એસેન્સ નાખી બરોબર મિક્સ કરો
હવે એક નાનકડાં વાસણમાં બદામના કટકા, નારિયેળનું છીણ ,ગુલકંદ બધું બરોબર મિક્સ કરી તેની નાની નાની લાડુડી બનાવી ફિલીંગ તૈયાર કરી લો
હવે મોદક સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ લઈ તેમાં પ્રથમ 1 ચમચી રોજ વ્હાઈટ ચોકલેટ નાખો વચ્ચે તૈયાર કરેલ ફિલીંગ રાખો ઉપરથી ફરીથી રોજ વાઈટ ચોકલેટ નાખી મોદક ને થપથપાવી તૈયાર કરી લો આ મોદક ને સેટ કરવા પંદરથી વીસ મિનિટ ફ્રિજમાં મુકી દો સેટ થયેલા મોદક ને ડી મોલ્ડ કરી લો તો તૈયાર છે રોજ ચોકલેટ મોદક
રસમલાઈ મોદક બનાવવાની રીત
સૌપ્રથમ પિગડેલી વાઈફ ચોકલેટમાં થોડા પિસ્તા ના કટકા, થોડા તાંતણા કેસર, 1-2 ટીપાં પીળા કલરના અને એક બે ટીપાં રસમલાઈ એસેન્સ નાખી બરોબર મિક્સ કરો અથવા તો એલચીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરો,
તૈયાર મિશ્રણને મોદક સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ માં નાખી વચ્ચે વચ્ચે કેસર અને પિસ્તા નાખી થપથપાવી ભરી લ્યો ને તૈયાર મોલ્ડ ને ફ્રીજરમાં પંદરથી વીસ મિનિટ સેટ દયો સેટ થયેલ મોદક ને ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે રસ મલાઈ મોદક
પાન મોદક બનાવવાની રીત
સૌપ્રથમ પીગળેલી વાઈટ ચોકલેટમાં એકથી બે નાગરવેલ ના પાન ના ઝીણા કટકા કરી ઉમેરો ત્યારબાદ તેમાં એક બે ટીપાં ગ્રીન કલર ,1-2 ટીપાં રોઝ એસેંસ નાખી બરોબર મિક્સ કરી લો
તેના ફિલીંગ માટે એક નાના વાસણમાં મિક્સ મુખવાસ, નારિયેળનું છીણ, ટુટીફુટી અને ગુલકંદ લઈ બરોબર મિક્સ કરી તેની નાની નાની લાડુડી બનાવી લો
હવે મોદક સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ પ્રથમ તેમાં પાન વ્હાઈટ ચોકલેટ નાખો ત્યારબાદ તેમાં તૈયાર કરેલા ફિલીંગ લાડુ મૂકો ઉપરથી પાનવાળા ફ્લેવર વાળી ચોકલેટ નાખી થપથપાવી સેટ કરો ત્યારબાદ મોલ્ડ ને દસથી પંદર મિનિટ ફ્રીઝરમાં મૂકી સેટ થવા દયો ત્યારબાદ તેને ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે પાન મોદક
Modak recipe notes
- મોદક ડી મોલ્ડ કર્યા પછી પ્રસાદ માં મૂકતા પહેલાં ફ્રીજમાં મુકવા જેથી પીગળી ના જાય
- મોદકની અંદર ની ફિલીંગ તમે તમારી પસંદ ની મૂકી સકો છો
- મોદક મોલ્ડ ને થપથપાવી ને ભરવા થી ચોકલેટ ની સાઈનિંગ/ ચમક સારી આવે છે
- જો મોદક મોલ્ડ નો ઉપયોગ કરો તો મોલ્ડ ના ઓપનર /સ્કૃ ને બંધ કર્યા બાદ તેમાં પિગડેલી ચોકલેટ નાખવી
ચોકલેટ મોદક બનાવવાની રીત | Chocolate modak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aparna’s Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Chocolate modak banavani rit
ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak recipe in gujarati | Chocolate modak banavani rit
Equipment
- 1 બાઉલ
- 1 મોદક મોલ્ડ
- 1 સિલિકોન મોદક મોલ્ડ
Ingredients
મોદક બનાવવા જરૂરી ચોકલેટ
- 200 ગ્રામ ડાર્ક ચોકલેટ
- 300 ગ્રામ વ્હાઈટ ચોકલેટ
ચોકલેટ મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
- ડાર્ક ચોકલેટ પિગડેલી
- 8-10 શેકેલા બદામ
રસમલાઈ મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
- વ્હાઈટ ચોકલેટ પિગડેલી
- 4-5 પીસ્તા
- 8-10 કેસર તાંતણા
- 1-2 ટીપા પીળો કલર
- ચપટી એલચી પાવડર
- 2-3 ટીપા રસમલાઈ એસેન્સ( ઓપ્શનલ)
પાન મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
- વ્હાઈટ ચોકલેટ પિગડેલી
- 2-3 ચમચી પાન મિક્સ મુખવાસ
- 1-2 ચમચી સૂકું નારિયેળ નું છીણ
- 1 ચમચી ગુલકંદ
- 1-2 ચમચી ટુટી ફૂટી
- 1-2 ટીપા રોઝ એસેન્સ
- 1-2 ગ્રીન કલર
રોઝ ચોકલેટ મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
- વ્હાઈટ ચોકલેટ પિગડેલી
- 2-3 શેકેલી બદામ ની કતરણ
- 1-2 ચમચી સૂકું નારિયેળ નું છીણ
- 1-2 ટીપા રોઝ એસેન્સ
- 2-3 ચમચી ગુલકંદ
- 1-2 ટીપા લાલ કલર
Instructions
ચોકલેટ મોદક બનાવવાની રીત – chocolate modak recipe in gujarati – Chocolate modak banavani rit
- પિગડેલી ચોકલેટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં પાણી ગરમ મૂકો પાણી ફૂલ ગરમ થાય એટલે તેના પર છીણેલી અથવા કટકા કરેલી ડાર્ક ચોકલેટ બીજા વાસણ લઈ તે વાસણ ને ગેસ પર મૂકેલ વાસણ પર મૂકી ચોકલેટને હલાવતા રહી પિગળાવી લો ચોકલેટ બરોબર પીગળી જાય એટલે બરોબર મિક્સ કરો અને પીગળેલી ચોકલેટને એક બાજુ થોડી ઠંડી થવા મૂકી દો
- હવે તે જ ગરમ પાણી ઉપર વ્હાઈટ ચોકલેટ છીણીને અથવા કટકા કરીને એક વાસણમાં લ્યો ને તે વાસણ ને ગરમ પાણી પર મૂકો વ્હાઈટ ચોકલેટ બરોબર પીગળી જાય એટલે તેને પણ નીચે ઉતારી બરોબર હલાવી મિક્સ કરી લો અને એક બાજુ મૂકો
- મોદક બનાવતા સમયે જો ચોકલેટ ઘટ્ટ થાય કે જામી જાય તો ફરી ગરમ પાણી પર મૂકી પીગળાવી લેવી
- આ પીગડેલી ડાર્ક ચોકલેટ તથા વાઈટ ચોકલેટ આપણે મોદક બનાવવા ઉપયોગમાં લઈશું
ડાર્ક ચોકલેટ મોદક અને વાઈટ ચોકલેટ મોદક બનાવવાની રીત
- સૌપ્રથમ ડાર્ક ચોકલેટમાં ના મોદક બનાવવા પીગળેલી ડાર્ક ચોકલેટ લઈ તેને મોદક આકાર ના સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડમાં ચમચી એક નાખી વચ્ચે શેકેલી એક બે બદામ મૂકી ઉપરથી ફરીથી પીગળેલી ડાર્ક ચોકલેટ નાખી થપથપાવી ને ભરીલો
- ભરેલું સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ ફ્રીજમાં મૂકી પંદરથી વીસ મિનિટ સેટ થવા દો શેઠ થયેલી ચોકલેટ મોદક ને ડીમોલ્ડ કરી લો તો તૈયાર છે ડાર્ક ચોકલેટ મોદક
- જો વ્હાઈટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ ના મોદકબનાવવા હોય તો પહેલા મોલ્ડ માં પિગડેલી ડાર્ક ચોકલેટ નાખી વચ્ચે શેકલી બદામ મૂકી ઉપર પીગળેલ વ્હાઈટ ચોકલેટ નાખી થપથપાવી ને ભરી લ્યો ને મોલ્ડ ને 15-20 મિનિટ ફ્રીજરમાં મૂકી સેટ કરો ત્યાર બાદ ડીમોલ્ડ કરી લ્યો તૈયાર છે બ્લેક એન્ડ વ્હાઈટ ચોકલેટ મોદક
રોઝ ચોકલેટ મોદક બનાવવાની રીત
- સૌપ્રથમ પિગળેલી વાઈટ ચોકલેટમાં એક બે ટીપાંલાલ રંગ, એક બે બુંદ રોઝ એસેન્સ નાખી બરોબર મિક્સ કરો
- હવે એક નાનકડાં વાસણમાં બદામના કટકા, નારિયેળનું છીણ ,ગુલકંદ બધું બરોબર મિક્સકરી તેની નાની નાની લાડુડી બનાવી ફિલીંગ તૈયાર કરી લો
- હવે મોદક સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ લઈ તેમાં પ્રથમ 1 ચમચી રોજ વ્હાઈટ ચોકલેટ નાખો વચ્ચે તૈયાર કરેલ ફિલીંગ રાખો ઉપરથી ફરીથી રોજ વાઈટ ચોકલેટ નાખી મોદક ને થપથપાવી તૈયાર કરી લો
- આ મોદક નેસેટ કરવા પંદરથી વીસ મિનિટ ફ્રિજમાં મુકી દો સેટ થયેલા મોદક ને ડી મોલ્ડ કરી લો તોતૈયાર છે રોજ ચોકલેટ મોદક
રસમલાઈ મોદક બનાવવાની રીત
- સૌપ્રથમ પિગડેલી વાઈફ ચોકલેટમાં થોડા પિસ્તાના કટકા, થોડા તાંતણા કેસર, 1-2 ટીપાં પીળા કલરના અને એક બે ટીપાં રસમલાઈ એસેન્સ નાખી બરોબર મિક્સ કરો અથવા તો એલચીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરો,
- તૈયાર મિશ્રણને મોદક સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ માં નાખી વચ્ચે વચ્ચે કેસર અને પિસ્તા નાખી થપથપાવી ભરી લ્યો ને તૈયાર મોલ્ડ ને ફ્રીજરમાં પંદરથી વીસ મિનિટ સેટદયો સેટ થયેલ મોદક ને ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે રસ મલાઈ મોદક
પાન મોદક બનાવવાની રીત
- સૌપ્રથમ પીગળેલી વાઈટ ચોકલેટમાં એકથી બે નાગરવેલના પાન ના ઝીણા કટકા કરી ઉમેરો ત્યારબાદ તેમાં એક બે ટીપાં ગ્રીન કલર ,1-2 ટીપાં રોઝ એસેંસ નાખી બરોબર મિક્સ કરી લો
- તેના ફિલીંગ માટે એક નાના વાસણમાં મિક્સ મુખવાસ, નારિયેળનું છીણ, ટુટીફુટી અને ગુલકંદલઈ બરોબર મિક્સ કરી તેની નાની નાની લાડુડી બનાવી લો
- હવે મોદક સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ પ્રથમ તેમાં પાન વ્હાઈટ ચોકલેટ નાખો ત્યારબાદ તેમાં તૈયાર કરેલા ફિલીંગ લાડુ મૂકો ઉપરથી પાનવાળાફ્લેવર વાળી ચોકલેટ નાખી થપથપાવી સેટ કરો
- ત્યારબાદ મોલ્ડ ને દસથી પંદર મિનિટ ફ્રીઝરમાં મૂકી સેટ થવા દયો ત્યારબાદ તેને ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે પાન મોદક
chocolate modak recipe in gujarati notes
- મોદક ડી મોલ્ડ કર્યા પછી પ્રસાદ માં મૂકતા પહેલાં ફ્રીજમાં મુકવા જેથી પીગળી ના જાય
- મોદકની અંદર ની ફિલીંગ તમે તમારી પસંદ ની મૂકી સકો છો
- મોદકની અંદર ની ફિલીંગ તમે તમારી પસંદ ની મૂકી સકો છો
- મોદક મોલ્ડ ને થપથપાવી ને ભરવા થી ચોકલેટ ની સાઈનિંગ/ ચમક સારી આવે છે
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી