આ ચોકલેટ કાજુ બરફી તમે ઘર ના નાના મોટા પ્રસંગ માં પહેલેથી બનાવી ને રાખી શકો છો અથવા દિવાળી ,હોળી કે રક્ષાબંધન પર અથવા બીજા કોઈ પ્રસંગ પર બનાવી ને ખાઈ અને ખવરાવી શકો છો. આ બરફી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો Chocolate kaju barfi banavani recipe શીખીએ.
ચોકલેટ કાજુ બરફી બનાવવા જરૂરી સામગ્રી
- કાજુ 1 કપ
- કોકો પાઉડર ¼ કપ
- મિલ્ક પાઉડર 1 કપ
- ફૂલ ક્રીમ મિલ્ક ½ કપ
- ખાંડ ½ કપ
- ઘી 2-3 ચમચી
- કાજુ ની કતરણ જરૂર મુજબ
ચોકલેટ કાજુ બરફી
ચોકલેટ કાજુ બરફી બનાવવા સૌપ્રથમ એક મોલ્ડ કે થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં કાજુ નાખો સાથે કૉકો પાઉડર, મોરો મિલ્ક પાઉડર અને ખાંડ નાખી પહેલા પીસી પાઉડર બનાવી લ્યો ત્યાં બાદ જારમાં દૂધ નાખી પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થઇ પીગળે એટલે એમાં પીસી રાખેલ પેસ્ટ નાખી ને ધીમા તાપે હલાવતા રહો અને મિક્સ કરી લ્યો. કડાઈમાં તરીયા માં ચોંટે નહિ એ માટે હલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો.
મિશ્રણ કડાઈ મૂકવા લાગે અને ઘટ્ટ લોટ જેવું થાય એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ મોલ્ડ ના કે થાળી નાખી એકસરખું ફેલાવી લ્યો અને ઉપર કાજુ ની કતરણ છાંટો અને ફરી થોડા દબાવી લ્યો અને બરફી ને ઠંડી થવા દયો.
બરફી ઠંડી થાય એટલે ચાકુથી એના કટકા કરી લ્યો અને ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ચોકલેટ કાજુ બરફી.
Chocolate kaju barfi notes
- જો તમે મીઠો મિલ્ક પાઉડર વાપરો તો ખાંડ ઓછી નાખવી અને જો મોરો મિલ્ક પાવડર વાપરો તો ખાંડ બરોબર નાખવી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Chocolate kaju barfi banavani rit
Chocolate kaju barfi banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 મોલ્ડ
Ingredients
ચોકલેટ કાજુ બરફી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ કાજુ
- ¼ કપ કોકો પાઉડર
- 1 કપ મિલ્ક પાઉડર
- ½ કપ ફૂલ ક્રીમ મિલ્ક
- ½ કપ ખાંડ
- 2-3 ચમચી ઘી
- કાજુ ની કતરણ જરૂર મુજબ
Instructions
Chocolate kaju barfi banavani rit
- ચોકલેટ કાજુ બરફી બનાવવા સૌપ્રથમ એક મોલ્ડ કે થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં કાજુ નાખો સાથે કૉકો પાઉડર, મોરો મિલ્ક પાઉડર અને ખાંડ નાખી પહેલા પીસી પાઉડર બનાવી લ્યો ત્યાં બાદ જારમાં દૂધ નાખી પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થઇ પીગળે એટલે એમાં પીસી રાખેલ પેસ્ટ નાખી ને ધીમા તાપે હલાવતા રહો અને મિક્સ કરી લ્યો. કડાઈમાં તરીયા માં ચોંટે નહિ એ માટે હલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો.
- મિશ્રણ કડાઈ મૂકવા લાગે અને ઘટ્ટ લોટ જેવું થાય એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ મોલ્ડ ના કે થાળી નાખી એકસરખું ફેલાવી લ્યો અને ઉપર કાજુ ની કતરણ છાંટો અને ફરી થોડા દબાવી લ્યો અને બરફી ને ઠંડી થવા દયો.
- બરફી ઠંડી થાય એટલે ચાકુથી એના કટકા કરી લ્યો અને ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ચોકલેટ કાજુ બરફી.
Chocolate kaju barfi notes
- જો તમે મીઠો મિલ્ક પાઉડર વાપરો તો ખાંડ ઓછી નાખવી અને જો મોરો મિલ્ક પાવડર વાપરો તો ખાંડ બરોબર નાખવી.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Meva Paak recipe | મેવા પાક બનાવવાની રીત
મમરા ની ચીકી બનાવવાની રીત | mamra ni chikki banavani rit | mamra chikki recipe in gujarati
અંગુરી રબડી બનાવવાની રીત | angoor rabdi recipe in gujarati | angoor rabdi banavani rit
સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati
તુટી ફુટી કેક | tutti frutti cake banavani rit | tuti futi cake