બજાર માંથી તો તમે ઘણી આઈસક્રીમ લીધી હશે અને મજા પણ આવી હશે પણ આજ આપણે કોઈ પણ પ્રકારના પ્રિઝવેટવી કે સેકરીન ના ઉપયોગ કર્યા વગર ખૂબ જ ઓછી સામગ્રી થી ઘરે બજાર કરતા પણ ટેસ્ટી અને હેલ્થી Chocolate Ice Cream – ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ફ્રેશ ક્રીમ 450 ગ્રામ + ¼ કપ
- ફૂલ ક્રીમ દૂધ ¼ કપ
- ડાર્ક ચોકલેટ 250 ગ્રામ કટકા કરેલ
- કોકો પાઉડર 1 ચમચી
- ખાંડ 2- 3 ચમચી
- ચોકલેટ ચિપ્સ જરૂર મુજબ
- ચોકલેટ સીરપ જરૂર મુજબ
Chocolate Ice Cream banavani recipe
ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ ડાર્ક ચોકલેટ ના કટકા કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં ફુલ ક્રીમ દૂધ નાખો સાથે પા કપ ફ્રેશ ક્રીમ નાખી ગરમ કરવા મૂકો. દૂધ અને ક્રીમ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કટકા કરેલ ચોકલેટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ચોકલેટ ન કટકા ને પીગળાવી લ્યો ત્યાર બાદ એમાં કોકો પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો
ત્યાર બાદ હલાવતા રહી ખાંડ ને પણ ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખી ઠંડું કરી લ્યો. ચોકલેટ નું મિશ્રણ ઠંડુ થાય એટલે બીજા એક વાસણમાં ફ્રેશ કરી લઈ વિસ્પર થી બ્લેન્ડ કરી સ્મૂથ કરી લ્યો ત્યાર બાદ ચોકલેટ નું મિશ્રણ નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો.
હવે તૈયાર આઈસ્ક્રીમ ન મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ત્યાર બાદ. ફ્રીઝર માં આઠ દસ કલાક અથવા આખી રાત મૂકી જમાવી લ્યો. આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે જે પ્રમાણે આઈસ્ક્રીમ જોઈએ એટલી કાઢી ઉપર ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ સીરપ નાખી મજા લ્યો. તો તૈયાર છે ચોકલેટ આઈસ્ક્રીમ.
Ice Cream recipe notes
- અહીં ખાંડ ની જગ્યાએ તમે મિલ્ક ચોકલેટ નો પણ ઉપયોગ કરી શકો છો.
- અથવા મીઠાસ માટે સુગર ફ્રી પણ વાપરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી

Chocolate Ice Cream banavani recipe
Equipment
- 1 વિસ્પર/ બેલેન્ડર
- 1 આઈસ્ક્રીમ મોલ્ડ
Ingredients
- 450 ગ્રામ ફ્રેશ ક્રીમ + ¼ કપ
- ¼ કપ ફૂલ ક્રીમ દૂધ
- 250 ગ્રામ ડાર્ક ચોકલેટ કટકા કરેલ
- 1 ચમચી કોકો પાઉડર
- 2-3 ચમચી ખાંડ
- ચોકલેટ ચિપ્સ જરૂર મુજબ
- ચોકલેટ સીરપ જરૂર મુજબ
Instructions
Chocolate Ice Cream banavani recipe
- ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ ડાર્ક ચોકલેટ ના કટકા કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં ફુલ ક્રીમ દૂધ નાખો સાથે પા કપ ફ્રેશ ક્રીમ નાખી ગરમ કરવા મૂકો. દૂધ અને ક્રીમ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કટકા કરેલ ચોકલેટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ચોકલેટ ન કટકા ને પીગળાવી લ્યો ત્યાર બાદ એમાં કોકો પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો
- ત્યાર બાદ હલાવતા રહી ખાંડ ને પણ ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખી ઠંડું કરી લ્યો. ચોકલેટ નું મિશ્રણ ઠંડુ થાય એટલે બીજા એક વાસણમાં ફ્રેશ કરી લઈ વિસ્પર થી બ્લેન્ડ કરી સ્મૂથ કરી લ્યો ત્યાર બાદ ચોકલેટ નું મિશ્રણ નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો.
- હવે તૈયાર આઈસ્ક્રીમ ન મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ત્યાર બાદ. ફ્રીઝર માં આઠ દસ કલાક અથવા આખી રાત મૂકી જમાવી લ્યો. આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે જે પ્રમાણે આઈસ્ક્રીમ જોઈએ એટલી કાઢી ઉપર ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ સીરપ નાખી મજા લ્યો. તો તૈયાર છે ચોકલેટ આઈસ્ક્રીમ.
Notes
- અહીં ખાંડ ની જગ્યાએ તમે મિલ્ક ચોકલેટ નો પણ ઉપયોગ કરી શકો છો.
- અથવા મીઠાસ માટે સુગર ફ્રી પણ વાપરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Thandai ice cream banavani rit | ઠંડાઈ આઈસ્ક્રીમ બનાવવાની રીત
Farali fruit salad | ફરાળી ફ્રુટ સલાડ બનાવવાની રીત
Gulkand Chocolate banavani rit | ગુલકંદ ચોકલેટ બનાવવાની રીત
mathura na penda banavani rit | મથુરા ના પેંડા બનાવવાની રીત