નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ચોકો લાવા કેક. કેક નું નામ સાંભળતા જ નાના થી લઇ ને મોટા બધા ના મોઢામાં પાણી આવી જાય ને ભાગ્યે જ કોઈ હસે જેને કેક ના ભાવે ને ચોકલેટ નું નામ સાંભળતા જ પણ બધાના મોઢામાં પાણી આવી જાય ને ચોકલેટ પણ લીકવિડ ચોકલેટ ખાવા ની મજાક કંઇક અલગ હોય છે ને ભાગ્યે જ કોઈ એવું હસે જેને ચોકલેટ કે લીકવિડ ચોકલેટ ના ભાવે. એમાં પણ ચોકલેટ ને કેક બંને એક સાથે ગરમ ગરમ ખાવા નો આનંદ જ અનોખો હોય છે તો ચાલો જાણીએ ચોકો લાવા કેક બનાવવાની રીત , choco lava cake recipe in Gujarati.
ચોકો લાવા કેક બનાવવા જરૂરી સામગ્રી
- ૧ કપ મેંદો/ ઘઉં નો લોટ
- અડધો કપ પીસેલી ખાંડ
- અડધો કપ કોકો પાવડર
- પોણો કપ દૂધ
- અડધો કપ તેલ
- ૧ ચમચી વેનીલા એસેન્શ્
- પા ચમચી બેકિંગ સોડા
- ૧ ચમચી બેકિંગ પાઉડર
- ચપટી મીઠું
- ૮-૧૦ ચોકલેટ પીસ
Choco lava cake recipe in Gujarati
ચોકો લાવા કેક બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં લોટ ચારવા ની ચારણી લ્યો , હવે ચારણીમાં લોટ લ્યો તેમાં કોકો પાવડર, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર ને મીઠું લ્યો ને ચારી લ્યો
બીજા વાસણમાં દૂધ, વેનીલા અસેન્સ ,પીસેલી ખાંડ લઈ મિક્સ કરી ખાંડ ઓગળી લ્યો , ત્યાર બાદ એમાં તેલ મિક્સ કરી લ્યો
હવે તૈયાર લિકવિડ માં ચારી રાખેલ કોરી સામગ્રી નાખી ગાંઠા ના પડે એમ મિક્સ કરી લ્યો , હવે કપ કેક માટે ના નાના કપ લ્યો તેને ઘી અથવા તેલ થી ગ્રીસ કરો ને તેના પર ચમચી કોકો પાઉડર કે લોટ છાંટી ને ડસ્ટિંગ કરી વધારા નો કોકો પાઉડર કે લોટ કાઢી લ્યો
ત્યારબાદ કેક ના મિશ્રણ ને કપ માં અડધા થી પોણો ભરી લ્યો ને વચ્ચે ચોકલેટ માં પીસ વચ્ચે નાખી સેજ ચમચી વડે દબાવી અંદર જવા દયો , બધાજ કપ ભરાઈ જાય એટલે તેને પહેલા થી ગરમ કૂકરમાં ફૂલ તાપે ૧૦-૧૨ મિનિટ ને જો ઓવેન્ માં મૂકો તો પણ ૧૮૦ ડિગ્રી પર ૧૦-૧૨ મિનિટ ચડાવો
લાવા કેક ચડી જાય એટલે એને ગરમ ગરમ ધીમે થી બીજી પ્લેટમાં ઊંધો કરી ડી મોલ્ડ કરી લ્યો ને ગરમ ગરમ પીરસો ચોકો લાવા કેક.
Choco lava cake recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
ચોકો લાવા કેક બનાવવાની રીત
ચોકો લાવા કેક બનાવવાની રીત | choco lava cake recipe in Gujarati
Equipment
- કપ કેક મોલ્ડ, કૂકર અથવા ઓવન
Ingredients
- ૧ કપ મેંદો/ ઘઉં નો લોટ
- અડધો કપ પીસેલી ખાંડ
- અડધો કપ કોકો પાવડર
- પોણો કપ દૂધ
- અડધો કપ તેલ
- ૧ ચમચી વેનીલા એસેન્શ્
- પા ચમચી બેકિંગ સોડા
- ૧ ચમચી બેકિંગ પાઉડર
- ચપટી મીઠું
- ૮-૧૦ ચોકલેટ પીસ
Instructions
- ચોકો લાવા કેક બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાંલોટ ચારવા ની ચારણી લ્યો
- હવે ચારણીમાં લોટ લ્યો તેમાં કોકો પાવડર, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર ને મીઠું લ્યોને ચારી લ્યો
- બીજા વાસણમાં દૂધ, વેનીલા અસેન્સ ,પીસેલી ખાંડ લઈ મિક્સકરી ખાંડ ઓગળી લ્યો
- ત્યાર બાદ એમાં તેલ મિક્સ કરી લ્યો
- હવે તૈયાર લિકવિડ માં ચારી રાખેલ કોરી સામગ્રીનાખી ગાંઠા ના પડે એમ મિક્સ કરી લ્યો
- હવે કપ કેક માટે ના નાના કપ લ્યો તેને ઘી અથવાતેલ થી ગ્રીસ કરો ને તેના પર ચમચી કોકો પાઉડર કે લોટ છાંટી ને ડસ્ટિંગ કરી વધારા નોકોકો પાઉડર કે લોટ કાઢી લ્યો
- હવે કેક ના મિશ્રણ ને કપ માં અડધા થી પોણો ભરીલ્યો ને વચ્ચે ચોકલેટ માં પીસ વચ્ચે નાખી સેજ ચમચી વડે દબાવી અંદર જવા દયો
- બધાજ કપ ભરાઈ જાય એટલે તેને પહેલા થી ગરમ કૂકરમાંફૂલ તાપે ૧૦-૧૨ મિનિટ ને જો ઓવેન્ માં મૂકોતો પણ ૧૮૦ ડિગ્રી પર ૧૦-૧૨ મિનિટ ચડાવો
- લાવા કેક ચડી જાય એટલે એને ગરમ ગરમ ધીમે થીબીજી પ્લેટમાં ઊંધો કરી ડી મોલ્ડ કરી લ્યો ને ગરમ ગરમ પીરસો ચોકો લાવા કેક.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
બનાના કેક બનાવવાની રીત | Banana cake recipe in Gujarati
પાવ બનાવવાની રીત કુકર અને ઓવન બંને ની | Pav banavani rit Gujarati ma
ગાર્લિક બ્રેડ બનાવવાની રીત કુકરમા | Stuffed garlic bread recipe in Gujarati
નાનખટાઈ બનાવવાની રીત | નાનખટાઈ રેસીપી | nankhatai recipe in Gujarati