નમસ્તે મિત્રો આજે આપણે ચાઇનીઝ સમોસા બનાવવાની રીત – chinese samosa banavani rit શીખીશું, If you like the recipe do subscribe MasterChef Pankaj Bhadouria YouTube channel on YouTube , નાની મોટી ભૂખ લાગી હોય ને કંઇક ચટપટી વાનગી ખાવી હોય ત્યારે ચાઇનીઝ વાનગીઓ ખાવા ની ઈચ્છા થાય છે ચાઇનીઝ વાનગીમાં નૂડલ્સ, મંચુરિયન, ફ્રાઇડ રાઈસ ની સાથે આજ કલ ચાઇનીઝ સમોસા પણ ખૂબ પસંદ આવતા હોય છે તો ચાલો આજે chinese samosa recipe gujarati શીખીએ.
ચાઇનીઝ સમોસા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી | chinese samosa ingredients
- પાનકોબી ઝીણી સુધારેલી 1 કપ
- ગાજર ઝીણું સમારેલું ½ કપ
- કેપ્સીકમ ઝીણા સમારેલા ½ કપ
- ફણસી ઝીણી સુધારેલી 2-3 ચમચી
- તેલ 2-3 ચમચી
- લસણ ઝીણું સુધારેલ 2 ચમચી
- આદુ ઝીણું સમારેલું 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- મરી પાઉડર ¼ ચમચી
- સેજવાન સોસ 2 ચમચી
- રેડ ચીલી સોસ 1 ચમચી
- ટમેટો કેચઅપ 1 ચમચી
- સોયા સોસ 1 ચમચી
- વિનેગર / લીંબુનો રસ 1 ચમચી
- તરવા માટે તેલ
સમોસા માટેનું પડ બનાવવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 2 કપ
- તેલ 1-2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
સ્લરી બનાવવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 3-4 ચમચી
- પાણી 4-5 ચમચી
સેજવાન સોસ બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 2-3 ચમચી
- ગરમ પાણીમાં પલાડી રાખેલ સૂકા લાલ મરચા 15-20
- લસણ ની કણી સુધારેલ 10-15
- વિનેગર 1 ચમચી
- ઝીણા સમારેલા ટામેટા 2-3 સ્વાદ મુજબ મીઠું
ચાઇનીઝ સમોસા બનાવવાની રીત | chinese samosa recipe
ચાઇનીઝ સમોસા બનાવવા સૌપ્રથમ આપણે મેંદા નો લોટ બાંધી ને એમાંથી પટ્ટી બનાવી લેશું ત્યાર બાદ એનું સ્ટફિંગ તૈયાર કરી સમોસા પટ્ટી માં ભરી ને પેક કરી લેશું ત્યાર બાદ તેલ માં તરી ને તૈયાર કરીશું ચાઇનીઝ સમોસા
સમોસા માટેનું પડ બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલો લોટ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો અને બીજા એક વાટકા માં બે ત્રણ ચમચી મેંદા નો લોટ અને ત્રણ ચાર ચમચી પાણી નાખી સ્લરી બનાવી એક બાજુ મૂકો
પંદર મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને એમાંથી લુવા બનાવી લ્યો ત્યાર બાદ સાવ પાતળી પાતળી રોટલી બનાવી ને એમાં થી સમોસા પટ્ટી. કાપી ને તૈયાર કરો ને તૈયાર પટ્ટી ને ઢાંકી ને એક બાજુ મૂકો ( અહી તમે વણેલી રોટલી માંથી રેગ્યુલર સમોસા ના આકાર વાળા સમોસા પણ બનાવી શકો છો )
ચાઇનીઝ સમોસા નું સ્ટફિંગ બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ અને આદુ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા નાખી બરોબર શેકી લ્યો
હવે ગેસ ફૂલ કરી નાખો ને એમાં ઝીણા સમારેલા પાનકોબી, કેપ્સીકમ, ફણસી, ગાજર નાખી બે મિનિટ શેકી લ્યો, શાક ને શેકી લીધા બાદ એમાં સેજવાન સોસ, રેડ ચીલી સોસ, ટમેટો કેચઅપ, સોયા સોસ, વિનેગર, સ્વાદ મુજબ મીઠું અને મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી તૈયાર સ્ટફિંગ એક વાસણમાં કાઢી ઠંડુ થવા દયો
ચાઇનીઝ સમોસા બનાવવાની રીત | chinese samosa banavani rit
સમોસા બનાવવા તૈયાર પટ્ટી માંથી બે પટ્ટી લ્યો એક પટ્ટી પર તૈયાર કરેલ સ્લરિ લગાવો એના પર + ની નિશાન જે બીજી પટ્ટી મૂકી થોડી દબાવી લ્યો વચ્ચે તૈયાર સ્ટફિંગ મૂકો અને એક ઉપર એક પટ્ટી મૂકતા જઈ સ્લરી લગાવી ફોલ્ડ કરી બીજી પટ્ટી ફોલ્ડ કરી સ્લરી લગાવી ત્રીજી પટ્ટી ફોલ્ડ કરી સ્લરી લગાવી બધી બાજુ થી બરોબર દબાવી પેક કરી લ્યો આમ એક એક કરી બધા સમોસા સ્ટફિંગ નાખી પેક કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં થોડા થોડા તૈયાર કરેલા સમોસા નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો સમોસા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજા સમોસા તરવા માટે નાખો આમ બધા સમોસા તરી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ચાઇનીઝ સમોસા
સેજવાન સોસ બનાવવાની રીત
સેજવાન સોસ બનાવવા સૌ પ્રથમ પલાળી રાખેલ મરચા ને પાણી માંથી કાઢી મિક્સર જારમાં નાખી પીસી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ લસણ નાખી મિક્સ કરી ને એને ગોલ્ડન શેકી લ્યો લસણ ગોલ્ડન થાય એટલે એમાં મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો
કડાઈ માં તેલ અલગ થવા લાગે એટલે એમાં ટમેટા કેચઅપ , વિનેગર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડી થવા મૂકો તો તૈયાર છે સેજવાન સોસ
chinese samosa recipe gujarati notes
- તમે સમોસા ને તમને ફાવે એ રીતે ફોલ્ડ કરી ને તૈયાર કરી શકો છો.
- અહી તમે સ્ટફિંગ માં શાક સાથે બાફેલી નૂડલ્સ પણ નાખી શકો છો.
chinese samosa banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MasterChef Pankaj Bhadouria ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
chinese samosa recipe gujarati
ચાઇનીઝ સમોસા | chinese samosa recipe | chinese samosa recipe gujarati | chinese samosa banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
ચાઇનીઝ સમોસા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી | chinese samosa ingredients
- 1 કપ પાનકોબી ઝીણી સુધારેલી
- ½ કપ ગાજર ઝીણું સમારેલું
- ½ કપ કેપ્સીકમ ઝીણા સમારેલા
- 2-3 ચમચી ફણસી ઝીણી સુધારેલી
- 2-3 ચમચી તેલ
- 2 ચમચી લસણ ઝીણું સુધારેલ
- 1 ચમચી આદુ ઝીણું સમારેલું
- 2-3 લીલા મરચા સુધારેલા
- ¼ ચમચી મરી પાઉડર
- 2 ચમચી સેજવાન સોસ
- 1 ચમચી રેડ ચીલી સોસ
- 1 ચમચી ટમેટો કેચઅપ
- 1 ચમચી સોયા સોસ
- 1 ચમચી વિનેગર / લીંબુનો રસ
- તરવા માટે તેલ
સમોસા માટેનું પડ બનાવવા માટેની સામગ્રી
- 2 કપ મેંદાનો લોટ
- 1-2 ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
સ્લરી બનાવવા માટેની સામગ્રી
- 3-4 ચમચી મેંદા નો લોટ
- 4-5 ચમચી પાણી
સેજવાન સોસ બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 15-20 ગરમ પાણીમાં પલાડી રાખેલ સૂકા લાલ મરચા
- 10-15 લસણ ની કણી સુધારેલ
- 1 ચમચી વિનેગર
- 2-3 ઝીણા સમારેલા ટામેટા
- સ્વાદ મુજબ મીઠું
Instructions
ચાઇનીઝ સમોસા બનાવવાની રીત | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati
- ચાઇનીઝ સમોસા બનાવવા સૌપ્રથમ આપણે મેંદા નો લોટ બાંધી ને એમાંથી પટ્ટી બનાવી લેશું ત્યાર બાદ એનું સ્ટફિંગ તૈયાર કરી સમોસા પટ્ટી માં ભરી ને પેક કરી લેશું ત્યાર બાદ તેલ માં તરીને તૈયાર કરીશું ચાઇનીઝ સમોસા
સમોસા માટેનું પડ બનાવવાની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલો લોટ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો અને બીજા એક વાટકા માં બે ત્રણ ચમચી મેંદા નો લોટ અને ત્રણ ચાર ચમચી પાણી નાખી સ્લરી બનાવી એક બાજુ મૂકો
- પંદર મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને એમાંથી લુવા બનાવી લ્યો ત્યાર બાદ સાવ પાતળી પાતળી રોટલી બનાવી ને એમાં થી સમોસા પટ્ટી. કાપી ને તૈયાર કરો ને તૈયાર પટ્ટી ને ઢાંકી ને એક બાજુ મૂકો ( અહી તમે વણેલી રોટલી માંથી રેગ્યુલર સમોસા ના આકાર વાળા સમોસા પણ બનાવી શકો છો )
ચાઇનીઝ સમોસા નું સ્ટફિંગ બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ અને આદુ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા નાખી બરોબર શેકી લ્યો
- હવે ગેસ ફૂલ કરી નાખો ને એમાં ઝીણા સમારેલા પાનકોબી, કેપ્સીકમ, ફણસી, ગાજર નાખી બે મિનિટ શેકી લ્યો, શાક ને શેકી લીધા બાદ એમાં સેજવાન સોસ, રેડ ચીલી સોસ, ટમેટો કેચઅપ, સોયા સોસ, વિનેગર, સ્વાદ મુજબ મીઠું અને મરીપાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી તૈયાર સ્ટફિંગ એક વાસણમાં કાઢી ઠંડુ થવા દયો
ચાઇનીઝ સમોસા બનાવવાની રીત
- ચાઇનીઝ સમોસા બનાવવા તૈયાર પટ્ટી માંથી બે પટ્ટી લ્યો એક પટ્ટી પર તૈયાર કરેલ સ્લરિ લગાવો એના પર + ની નિશાન જે બીજી પટ્ટી મૂકીથોડી દબાવી લ્યો વચ્ચે તૈયાર સ્ટફિંગ મૂકો અને એક ઉપર એક પટ્ટી મૂકતા જઈ સ્લરી લગાવીફોલ્ડ કરી બીજી પટ્ટી ફોલ્ડ કરી સ્લરી લગાવી ત્રીજી પટ્ટી ફોલ્ડ કરી સ્લરી લગાવી બધીબાજુ થી બરોબર દબાવી પેક કરી લ્યો આમ એક એક કરી બધા સમોસા સ્ટફિંગ નાખી પેક કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં થોડા થોડા તૈયાર કરેલા સમોસા નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો સમોસા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજા સમોસા તરવા માટે નાખો આમ બધા સમોસા તરી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ચાઇનીઝ સમોસા
સેજવાન સોસ બનાવવાની રીત
- સેજવાન સોસ બનાવવા સૌ પ્રથમ પલાળી રાખેલ મરચા ને પાણી માંથી કાઢી મિક્સર જારમાં નાખી પીસી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ લસણ નાખી મિક્સ કરી ને એને ગોલ્ડન શેકી લ્યો લસણ ગોલ્ડન થાય એટલે એમાં મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો
- કડાઈ માં તેલ અલગ થવા લાગે એટલે એમાં ટમેટા કેચઅપ , વિનેગર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યોને ત્યાર બાદ પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડી થવા મૂકોતો તૈયાર છે સેજવાન સોસ
chinese samosa recipe gujarati notes
- તમે સમોસા ને તમને ફાવે એ રીતે ફોલ્ડ કરી ને તૈયાર કરી શકો છો
- અહી તમે સ્ટફિંગ માં શાક સાથે બાફેલી નૂડલ્સ પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
વઘારેલા મમરા | vagharela mamra | vagharela mamra recipe in gujarati
કોબી ના પરોઠા બનાવવાની રીત | pan kobi na paratha banavani rit | kobi paratha recipe in gujarati
મસાલા બુંદી બનાવવાની રીત | masala boondi banavani rit | masala boondi recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.