જ્યારે પણ ઘર માં રોટલી બચી જાય ત્યારે હમેશા એમાંથી કઈક નવું બનાવવાનો વિચાર આવે પણ દરેક વખતે શું નવું બનાવીએ જે ઘરના નાના મોટા બધાને પસંદ આવે તો આજ આપણે એ જ બચેલી રોટલી માંથી ચીલી ગાર્લિક બ્રેડ ની જગ્યાએ ચીલી ગાર્લીક રોટલી બનાવશું જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને બજાર ની બ્રેડ કરતા હેલ્થી પણ છે તો ચાલો ચીલી ગાર્લિક રોટલી Chili Garlic Rotili banavani rit શીખીએ.
ચીલી ગાર્લિક રોટલી બનાવવાની સામગ્રી
- બચેલી રોટલી 8-10
- મોઝરેલા ચીઝ 1 કપ
- બાફેલા મકાઈના દાણા ½ કપ
- કેપ્સીકમ ઝીણું સમારેલું ½ કપ
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- ઓરેગાનો જરૂર મુજબ
- ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- મરી પાઉડર જરૂર મુજબ
- લસણ ની કણી 10-15 ઝીણી સુધારેલી
- માખણ 3-4 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 2-4 ચમચી
- તેલ જરૂર મુજબ
ચીલી ગાર્લિક રોટલી બનાવવાની રીત
ચીલી ગાર્લિક રોટલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સુધારેલ લસણ નાખી અડધી મિનિટ થી એક મિનિટ શેકી લ્યો. લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા લીલા મરચા નાખો અને એને પણ એક મિનિટ શેકી લ્યો,
ત્યાર બાદ એમાં એક ચપટી મીઠું, પીત્ઝા સિઝનિગ, ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં માખણ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એક વાટકામાં કાઢી લ્યો અને એક બાજુ મૂકો.
હવે એક વાસણમાં મોઝરેલા ચીઝ, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા લીલાં ધાણા, બાફેલી મકાઈના દાણા, અડધી ચમચી મરી પાઉડર, એક ચમચી ઓરેગાનો, એક ચમચી ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી એક બાજુ મૂકો.
હવે રોટલી લ્યો એના પર તૈયાર કરેલ ગાર્લિક બટર લગાવી લ્યો એના પર તૈયાર કરેલ સ્ટફિંગ એક બાજુ મૂકો અને રોટલી ને અડધી ફોલ્ડ કરી નાખો. હવે ગેસ પર એક તવી ગેસ પર ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એના પર સ્ટફિંગ કરેલ રોટલી મૂકો અને ઢાંકી ને એક થી બે મિનિટ ચડાવી લેવી.
બે મિનિટ પછી રોટલી ને ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ અને મિનિટ ઢાંકી ને ચડાવી. બને બાજુ બરોબર ચડી જાય એટલે એના પર ગાર્લિક બટર લગાવી પ્લેટ માં મૂકી કાપા કરી ગરમ ગરમ સોસ સાથે મજા લ્યો ચીલી ગાર્લિક રોટલી.
Chili Garlic Rotili notes
- સ્ટફિંગ માં તમને પસંદ હોય એ સામગ્રી નાખી શકો છો.
- તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો.
- એર ફાયર કે ઓવેન માં પણ શેકી શકો છો.
- તમે તાજી રોટલી બનાવી ને પણ આ ચીલી ગાર્લિક રોટલી બનાવી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Chili Garlic Rotili banavani rit
Chili Garlic Rotili banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 તવી
Ingredients
ચીલી ગાર્લિક રોટલી બનાવવાની સામગ્રી
- 8-10 બચેલી રોટલી
- 1 કપ મોઝરેલા ચીઝ
- ½ કપ બાફેલા મકાઈના દાણા
- ½ કપ કેપ્સીકમ ઝીણું સમારેલું
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- ઓરેગાનો જરૂર મુજબ
- ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- મરી પાઉડર જરૂર મુજબ
- 10-15 લસણ ની કણી ઝીણી સુધારેલી
- 3-4 ચમચી માખણ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 2-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- તેલ જરૂર મુજબ
Instructions
Chili Garlic Rotili banavani rit
- ચીલી ગાર્લિક રોટલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સુધારેલ લસણ નાખી અડધી મિનિટ થી એક મિનિટ શેકી લ્યો. લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા લીલા મરચા નાખો અને એને પણ એક મિનિટ શેકી લ્યો,
- ત્યાર બાદ એમાં એક ચપટી મીઠું, પીત્ઝા સિઝનિગ, ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં માખણ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એક વાટકામાં કાઢી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે એક વાસણમાં મોઝરેલા ચીઝ, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા લીલાં ધાણા, બાફેલી મકાઈના દાણા, અડધી ચમચી મરી પાઉડર, એક ચમચી ઓરેગાનો, એક ચમચી ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી એક બાજુ મૂકો.
- હવે રોટલી લ્યો એના પર તૈયાર કરેલ ગાર્લિક બટર લગાવી લ્યો એના પર તૈયાર કરેલ સ્ટફિંગ એક બાજુ મૂકો અને રોટલી ને અડધી ફોલ્ડ કરી નાખો. હવે ગેસ પર એક તવી ગેસ પર ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એના પર સ્ટફિંગ કરેલ રોટલી મૂકો અને ઢાંકી ને એક થી બે મિનિટ ચડાવી લેવી.
- બે મિનિટ પછી રોટલી ને ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ અને મિનિટ ઢાંકી ને ચડાવી. બને બાજુ બરોબર ચડી જાય એટલે એના પર ગાર્લિક બટર લગાવી પ્લેટ માં મૂકી કાપા કરી ગરમ ગરમ સોસ સાથે મજા લ્યો ચીલી ગાર્લિક રોટલી.
Chili Garlic Rotili notes
- સ્ટફિંગ માં તમને પસંદ હોય એ સામગ્રી નાખી શકો છો.
- તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો.
- એર ફાયર કે ઓવેન માં પણ શેકી શકો છો.
- તમે તાજી રોટલી બનાવી ને પણ આ ચીલી ગાર્લિક રોટલી બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Pauva vada recipe | પૌવા વડા બનાવવાની રીત
મમરા નો ચેવડો બનાવવાની રીત | mamra no chevdo banavani rit
ઈડલી બર્ગર બનાવવાની રીત | Idli burger banavani rit
વઘારેલા મમરા | vagharela mamra
પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit