ડોમિનોઝ, પિઝા હટ જેવી જગ્યાએ જઈ આપણે જે ગાર્લિક બ્રેડ મંગાવીએ છીએ એ આજ આપણે ઘરે બનાવતા શીખીશું અને એ પણ યીસ્ટ વગર અને ઓવન વગર કુકર માં તૈયાર કરીશું સાથે આપણે આજ મેંદા ના લોટ સાથે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી cheese garlic bread – ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર કરીશું. જે બજાર કરતા પણ વધુ ટેસ્ટી લાગશે.
Ingredients
- ઘઉંનો લોટ 1 કપ
- મેંદા નો લોટ 1 કપ
- દહીં ½ કપ
- ખાંડ 1 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- પીઝા સિઝનિંગ 1 ચમચી
- બેકિંગ પાઉડર 1 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
ગાર્લિક બટર બનાવવા માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- લસણ ની કણી 15- 20
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
- મિક્સ હર્બસ 2 ચમચી
- માખણ 4- 5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- મોઝારેલા ચીઝ 7- 8 ચમચી
- પ્રોસેસ ચીઝ 4- 6 ચમચી
- કેપ્સીકમ ઝીણા સમારેલા 3- 4 ચમચી
- બાફેલા મકાઈ ના દાણા 4- 6 ચમચી
- પીઝા સિઝનિંગ જરૂર મુજબ
cheese garlic bread banavani recipe
ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ચાળી ને લ્યો અને એક બાજુ મૂકો. હવે એક વાટકા માં દહીં લ્યો એમાં ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ, ખાંડ, મીઠું સ્વાદ મુજબ, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ચાળી રાખેલ લોટ માં નાખો અને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં ને ત્રણ ચમચી તેલ નાખી દસ મિનિટ મસળી લ્યો અને મસળી રાખેલ લોટ ને તપેલી માં નાખી ઢાંકી એકાદ કલાક માટે એક બાજુ મૂકો. હવે ગેસ પર વઘારિયા માં બે ચમચી તેલ / ઘી ગરમ કરી એમાં ધીમા તાપે લસણ ની કણી શેકી લ્યો અને ત્યાર બાદ મેસ કરી લ્યો.
મેસ કરેલ લસણ ને એક વાટકા માં નાખી એમાં મિક્સ હર્બસ, માખણ, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ગેસ પર કુકર ની રીંગ અને સિટી અલગ કરી એમાં થોડી રેતી અથવા મીઠું નાખી ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો.
હવે બાંધેલા લોટ ને એક કલાક પછી તપેલી માંથી બહાર કાઢી બે સરખા ભાગ કરી લ્યો અને એક ભાગ ને કોરા લોટ ની મદદ થી જે સાઇઝ ની બ્રેડ બનાવી હોય એ સાઇઝ ની મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો. તૈયાર રોટલી માં તૈયાર કરેલ માખણ વાળું મિશ્રણ જરૂર મુજબ લગાવી દયો અને એમાં એક બાજુ કેપ્સીકમ ના કટકા એક બે ચમચી, બાફેલી મકાઈ બે ત્રણ ચમચી, મોઝારેલા ચીઝ ચાર પાંચ ચમચી, પ્રોસેસ ચીઝ ને ચાર ચમચી નાખી ઉપર મિક્સ હર્બસ છાંટી રોટલી ને અડધી ફોલ્ડ કરી પેક કરી નાખો કિનારાથી બરોબર.
બ્રેડ ને બરોબર આંગળી થી દબાવી પેક કરી લીધા બાદ એના પર ફરી ગાર્લિક માખણ લગાવી ચાકુથી થોડા થોડા અંતરે કાપા કરી લ્યો. હવે તૈયાર બ્રેડ ને એલ્યુમિનિયમ પ્લેટ અથવા જારી વાળી પ્લેટ પર થોડું તેલ લગાવી તૈયાર બ્રેડ ને એમાં મૂકો. હવે કુકર ખોલી એમાં પ્લેટ મૂકો અને ધીમા તાપે વીસ થી પચીસ મિનિટ ચડવા દયો.
બ્રેડ ચડે છે ત્યાં સુંધી બીજા લોટ માંથી બીજી બ્રેડ તૈયાર કરી મૂકો. વીસ મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો જો બ્રેડ બરોબર ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ હોય તો બહાર કાઢી લ્યો અને બીજી બ્રેડ તૈયાર કરી રાખેલ એને પણ બેક કરવા મૂકો. અને તૈયાર બ્રેડ ન ચાકુથી કાપા વાળી જગ્યાએ કાપા કરી ઉપર પિઝા સીઝનિંગ છાંટી મજા લ્યો. તો તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાની રેસીપી

cheese garlic bread banavani recipe
Equipment
- 1 કથરોટ
- 1 કુકર
- 1 પ્લેટ
- 2-3 વાટકા
Ingredients
- 1 કપ ઘઉંનો લોટ
- 1 કપ મેંદા નો લોટ
- ½ કપ દહીં
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી પીઝા સિઝનિંગ
- 1 ચમચી બેકિંગ પાઉડર
- ¼ ચમચી બેકિંગ સોડા
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
ગાર્લિક બટર બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી તેલ
- 15- 20 લસણ ની કણી
- 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2 ચમચી મિક્સ હર્બસ
- 4- 5 ચમચી માખણ
- મીઠું સ્વાદ મુજબ
- 7- 8 ચમચી મોઝારેલા ચીઝ
- 4- 6 ચમચી પ્રોસેસ ચીઝ
- 3- 4 ચમચી કેપ્સીકમ ઝીણા સમારેલા
- 4- 6 ચમચી બાફેલા મકાઈ ના દાણા
- પીઝા સિઝનિંગ જરૂર મુજબ
Instructions
cheese garlic bread banavani recipe
- ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ચાળી ને લ્યો અને એક બાજુ મૂકો. હવે એક વાટકા માં દહીં લ્યો એમાં ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ, ખાંડ, મીઠું સ્વાદ મુજબ, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ચાળી રાખેલ લોટ માં નાખો અને મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં ને ત્રણ ચમચી તેલ નાખી દસ મિનિટ મસળી લ્યો અને મસળી રાખેલ લોટ ને તપેલી માં નાખી ઢાંકી એકાદ કલાક માટે એક બાજુ મૂકો. હવે ગેસ પર વઘારિયા માં બે ચમચી તેલ / ઘી ગરમ કરી એમાં ધીમા તાપે લસણ ની કણી શેકી લ્યો અને ત્યાર બાદ મેસ કરી લ્યો.
- મેસ કરેલ લસણ ને એક વાટકા માં નાખી એમાં મિક્સ હર્બસ, માખણ, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ગેસ પર કુકર ની રીંગ અને સિટી અલગ કરી એમાં થોડી રેતી અથવા મીઠું નાખી ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો.
- હવે બાંધેલા લોટ ને એક કલાક પછી તપેલી માંથી બહાર કાઢી બે સરખા ભાગ કરી લ્યો અને એક ભાગ ને કોરા લોટ ની મદદ થી જે સાઇઝ ની બ્રેડ બનાવી હોય એ સાઇઝ ની મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો. તૈયાર રોટલી માં તૈયાર કરેલ માખણ વાળું મિશ્રણ જરૂર મુજબ લગાવી દયો અને એમાં એક બાજુ કેપ્સીકમ ના કટકા એક બે ચમચી, બાફેલી મકાઈ બે ત્રણ ચમચી, મોઝારેલા ચીઝ ચાર પાંચ ચમચી, પ્રોસેસ ચીઝ ને ચાર ચમચી નાખી ઉપર મિક્સ હર્બસ છાંટી રોટલી ને અડધી ફોલ્ડ કરી પેક કરી નાખો કિનારાથી બરોબર.
- બ્રેડ ને બરોબર આંગળી થી દબાવી પેક કરી લીધા બાદ એના પર ફરી ગાર્લિક માખણ લગાવી ચાકુથી થોડા થોડા અંતરે કાપા કરી લ્યો. હવે તૈયાર બ્રેડ ને એલ્યુમિનિયમ પ્લેટ અથવા જારી વાળી પ્લેટ પર થોડું તેલ લગાવી તૈયાર બ્રેડ ને એમાં મૂકો. હવે કુકર ખોલી એમાં પ્લેટ મૂકો અને ધીમા તાપે વીસ થી પચીસ મિનિટ ચડવા દયો.
- બ્રેડ ચડે છે ત્યાં સુંધી બીજા લોટ માંથી બીજી બ્રેડ તૈયાર કરી મૂકો. વીસ મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો જો બ્રેડ બરોબર ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ હોય તો બહાર કાઢી લ્યો અને બીજી બ્રેડ તૈયાર કરી રાખેલ એને પણ બેક કરવા મૂકો. અને તૈયાર બ્રેડ ન ચાકુથી કાપા વાળી જગ્યાએ કાપા કરી ઉપર પિઝા સીઝનિંગ છાંટી મજા લ્યો. તો તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Pizza Sauce banavani rit | પીઝા સોસ બનાવવાની રીત
Jain papdi chaat recipe | જૈન પાપડી ચાટ બનાવવાની રીત
Ghau na lot ni masala papadi | ઘઉં ના લોટની મસાલા પાપડી
Pauva no testy nasto banavani rit | પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત
Dudhi no testi nasto banavani rit | દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત
bread roll banavani rit | બ્રેડ રોલ બનાવવાની રીત