ઉનાળા માં ઘણી વખત ગરમી ન કારણે રસોડા માં ઘણી વખત રહેવું નથી હોતું પણ કંઈક ટેસ્ટી પણ ખાવું હોય છે ત્યારે સવાર કે સાંજ ના નાસ્તા માં અથવા બાળકો ને ટિફિન માં આપી શકાય એવા મકાઈ ના પરોઠા બનાવવાની રીત શીખીશું. તો ચાલો Cheese Corn Paratha – ચીઝ કોર્ન પરોઠા બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- ઘઉંનો લોટ 2 કપ
- સ્વીટ કોર્ન 2 ½ કપ
- ઝીણા સમારેલા લીલા મરચા 3- 4
- લસણની કણી 6- 7
- હિંગ ¼ ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- ઇટાલિયન સીઝનીંગ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- તેલ / ઘી જરૂર મુજબ
- પ્રોસેસ ચીઝ ¼ કપ
- મોઝેરેલા ચીઝ ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Cheese Corn Paratha banavani recipe
ચીઝ કોર્ન પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, એક ચમચી ચીલી ફ્લેક્સ, સફેદ તલ અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
હવે મકાઈ ના દાણા અલગ કરી લ્યો ત્યાર બાદ ચોપર માં લસણ ની કણી, લીલા મરચા સુધારેલા, મકાઈના દાણા નાખી ચોપ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ચૉપ કરેલ મકાઈ નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો
ત્યાર બાદ એમાં એક ચમચી ચીલી ફ્લેક્સ, ઇટાલિયન સીઝનિંગ અને થોડું મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. વચ્ચે એક બે વખત હલાવી લેવું. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર સ્ટફિંગ ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ ને મસળી એમાંથી લુવો લ્યો અને ત્યાર બાદ કોરા લોટ થી થોડી વાણી રોટલી બનાવી લ્યો હવે તૈયાર સ્ટફિંગ વચ્ચે મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો અને ફરી કોરા લોટ થી હલકા હાથે વણી લઈ ગરમ કરવા મુકેલી તવી પર મૂકી બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ એક એક પરોઠા ને વણી શેકી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે ચીઝ કોર્ન પરોઠા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચીઝ કોર્ન પરોઠા બનાવવાની રેસીપી

Cheese Corn Paratha banavani recipe
Equipment
- 1 કથરોટ
- 1 પાટલો વેલણ
- 1 તવી
- 1 કડાઈ
Ingredients
- 2 કપ ઘઉંનો લોટ
- 2 ½ કપ સ્વીટ કોર્ન
- 3- 4 ઝીણા સમારેલા લીલા મરચા
- 6- 7 લસણની કણી
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 2 ચમચી સફેદ તલ
- 1 ચમચી ઇટાલિયન સીઝનીંગ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- ¼ ચમચી મરી પાઉડર
- તેલ / ઘી જરૂર મુજબ
- ¼ કપ પ્રોસેસ ચીઝ
- ¼ કપ મોઝેરેલા ચીઝ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Cheese Corn Paratha banavani recipe
- ચીઝ કોર્ન પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, એક ચમચી ચીલી ફ્લેક્સ, સફેદ તલ અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
- હવે મકાઈ ના દાણા અલગ કરી લ્યો ત્યાર બાદ ચોપર માં લસણ ની કણી, લીલા મરચા સુધારેલા, મકાઈના દાણા નાખી ચોપ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ચૉપ કરેલ મકાઈ નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો
- ત્યાર બાદ એમાં એક ચમચી ચીલી ફ્લેક્સ, ઇટાલિયન સીઝનિંગ અને થોડું મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. વચ્ચે એક બે વખત હલાવી લેવું. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર સ્ટફિંગ ને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ ને મસળી એમાંથી લુવો લ્યો અને ત્યાર બાદ કોરા લોટ થી થોડી વાણી રોટલી બનાવી લ્યો હવે તૈયાર સ્ટફિંગ વચ્ચે મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો અને ફરી કોરા લોટ થી હલકા હાથે વણી લઈ ગરમ કરવા મુકેલી તવી પર મૂકી બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ એક એક પરોઠા ને વણી શેકી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે ચીઝ કોર્ન પરોઠા.
Notes
- અહીં તીખાશ તમારી કે બાળકો ની પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- ચીઝ પણ તમે તમારી પસંદ નું નાખી શકો છો અને વધુ ઓછું પણ કરી શકો છો.
- તૈયાર કરેલ મકાઈ નું સ્ટફિંગ તમે પહેલેથી તૈયાર કરી ફ્રીઝ માં મૂકી ને પણ વાપરી શકો છો.
- જો લસણ ન ખાતા હો તો ન નાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Moth chat banavani rit | મોઠ ચાટ બનાવવાની રીત
chana ni dal na samosa recipe | ચણા ની દાળ ના સમોસા
tameto nachos banavani rit | ટમેટા નાચોસ બનાવવાની રીત
suki bhel banavani rit | સૂકી ભેળ બનાવવાની રીત
moong dal na parotha banavani rit | મગદાળ ના પરોઠા બનાવવાની રીત
Ragi Oats Cookie banavani rit| રાગી ઓટ્સ કુકી બનાવવાની રીત