ચણાદાળ સમોસા એ અમદાવાદ ના નવતાડ માં ખૂબ પ્રખ્યાત છે આ સમોસમાં ચણાની દાળ માંથી સ્ટફિંગ બનાવવામાં આવે છે અત્યાર સુંધી આપણે આલું મટર, આલું પ્યાજ, ચાઇનીઝ સમોસા તો ઘણી વખત બનાવ્યા છે અને બહાર પણ મજા લીધી છે પણ આજ ના આપણા સમોસા થોડા અલગ સ્વાદ અને ટેસ્ટ ના બનાવી તૈયાર કરીશું જે ખૂબ ટેસ્ટી લાગશે તો ચાલો chana ni dal na samosa banavani rit શીખીએ.
ચણા ની દાળ ના સમોસા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 1 કપ
- ઘઉંનો લોટ ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
પુરણ બનાવવા માટેની સામગ્રી
- ચણા ની દાળ ½ કપ
- તેલ 2-3 ચમચી
- જીરું ¼ ચમચી
- હિંગ ⅛ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- ફુદીના ના પાંદ 5-7
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- મેંદા નો લોટ 2 ચમચી
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
ચણા ની દાળ ના સમોસા બનાવવાની રીત
ચણાદાળ સમોસા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણા ની દાળ લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધા થી એક કલાક પલાડી મૂકો.
દાળ પલળે ત્યાં સુંધી માં એક કથરોટ માં મેંદા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ એક ચમચી તેલ લગાવી મસળી ને ઢાંકી એક બાજુ મૂકો.
અડધા કલાક પછી ચણા ની દાળ નુંપાની નિતારી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કુકર માં એક થી દોઢ ગ્લાસ પાણી નાખી એમાં નિતરેલી ચણા દાળ, સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે એક સીટી વગાડી લ્યો અને ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો. કુકરમાંથી હવા નીકળી જાય એટલે ફરી ચણા દાળ ને ચારણી માં નિતારી લ્યો.
ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો અને ત્યાર બાદ હિંગ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી બે ચાર મિનિટ શેકી લ્યો. ડુંગળી અડધી શેકી લીધા બાદ એમાં આદુ મરચાની પેસ્ટ, હળદર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો.
ડુંગળી મસાલા સાથે બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી ને નીતારેલી ચણા દાળ નાખો અને ને ચાર મિનિટ બરોબર શેકી લ્યો. દાળ બરોબર શેકી લીધા બાદ એમાં ખાંડ, ફુદીના ના પાંદ, લીલા ધાણા સુધારેલા નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર પુરણ ને ઠંડુ થવા દયો.
હવે બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના સમોસા બનાવવા ના હોય એ સાઇઝ ના લઈ વેલણ વડે વણી રોટલી બનાવી લ્યો અને ત્યાર બાદ ચાકુથી વચ્ચે કાપો કરી બે ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ એની કાપા વાળી સાઈડ પર પાણી લગાવી ( અહી તમે પાણી ની જગ્યાએ મેંદા ના લોટ માં પાણી નાખી સ્લરી બનાવી એ પણ લગાવી શકો છો )કોન નો આકાર આપો અને ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પુરણ ભરી ફરી ઉપર ની બાજુ પાણી લગાવી પેક કરી ત્રિકોણ આકાર નો સમોસા ને તૈયાર કરી લ્યો.
આમ બધા જ સમોસા તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ સમોસા નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને તારેલા સમોસા કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા સમોસા તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ સોસ કે ચટણી સાથે સર્વ કરો ચણા ની દાળ ના સમોસા.
chana dal samosa NOTES
- ચણા દાળ સાવ ગરી જાય એટલે નથી બળવાની માત્ર ચડાવી લેવાની છે એટલે પુરણ માટે ચણા દાળ ને તમે તપેલી માં પણ બાફી બે તૈયાર કરી શકો છો.
- પુરણ ને તમે શેકવાની જગ્યાએ બધી સામગ્રી કાચી નાખી ને પણ બનાવી શકો છો.
- સમોસા એકલો મેંદા નો અથવા એકલા ઘઉં ના લોટ માંથી પણ બનાવી શકો છો અથવા બને મિક્સ કરી ને પણ બનાવી શકો છો.
chana ni dal na samosa banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Yum ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
chana dal samosa recipe
chana ni dal na samosa banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કુકર
Ingredients
લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 કપ મેંદા નો લોટ
- ¼ કપ ઘઉંનો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
પુરણ બનાવવા માટેની સામગ્રી
- ½ કપ ચણા ની દાળ
- 2-3 ચમચી તેલ
- ¼ ચમચી જીરું
- ⅛ ચમચી હિંગ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ખાંડ
- 5-7 ફુદીના ના પાંદ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1-2 ચમચી લીંબુનો રસ
- 2 ચમચી મેંદા નો લોટ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
chana ni dal na samosa banavani rit
- ચણાદાળ સમોસા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણા ની દાળ લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધા થી એક કલાક પલાડી મૂકો.
- દાળ પલળે ત્યાં સુંધી માં એક કથરોટ માં મેંદા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ એક ચમચી તેલ લગાવી મસળી ને ઢાંકી એક બાજુ મૂકો.
- અડધા કલાક પછી ચણા ની દાળ નુંપાની નિતારી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કુકર માં એક થી દોઢ ગ્લાસ પાણી નાખી એમાં નિતરેલી ચણા દાળ, સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે એક સીટી વગાડી લ્યો અને ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો. કુકરમાંથી હવા નીકળી જાય એટલે ફરી ચણા દાળ ને ચારણી માં નિતારી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો અને ત્યાર બાદ હિંગ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી બે ચાર મિનિટ શેકી લ્યો. ડુંગળી અડધી શેકી લીધા બાદ એમાં આદુ મરચાની પેસ્ટ, હળદર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો.
- ડુંગળી મસાલા સાથે બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી ને નીતારેલી ચણા દાળ નાખો અને ને ચાર મિનિટ બરોબર શેકી લ્યો. દાળ બરોબર શેકી લીધા બાદ એમાં ખાંડ, ફુદીના ના પાંદ, લીલા ધાણા સુધારેલા નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર પુરણ ને ઠંડુ થવા દયો.
- હવે બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના સમોસા બનાવવા ના હોય એ સાઇઝ ના લઈ વેલણ વડે વણી રોટલી બનાવી લ્યો અને ત્યાર બાદ ચાકુથી વચ્ચે કાપો કરી બે ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ એની કાપા વાળી સાઈડ પર પાણી લગાવી ( અહી તમે પાણી ની જગ્યાએ મેંદા ના લોટ માં પાણી નાખી સ્લરી બનાવી એ પણ લગાવી શકો છો )કોન નો આકાર આપો અને ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પુરણ ભરી ફરી ઉપર ની બાજુ પાણી લગાવી પેક કરી ત્રિકોણ આકાર નો સમોસા ને તૈયાર કરી લ્યો.
- આમ બધા જ સમોસા તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ સમોસા નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને તારેલા સમોસા કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા સમોસા તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ સોસ કે ચટણી સાથે સર્વ કરો ચણાદાળ સમોસા.
chana dal samosa NOTES
- ચણા દાળ સાવ ગરી જાય એટલે નથી બળવાની માત્ર ચડાવી લેવાની છે એટલે પુરણ માટે ચણા દાળ ને તમે તપેલી માં પણ બાફી બે તૈયાર કરી શકો છો.
- પુરણ ને તમે શેકવાની જગ્યાએ બધી સામગ્રી કાચી નાખી ને પણ બનાવી શકો છો.
- સમોસા એકલો મેંદા નો અથવા એકલા ઘઉં ના લોટ માંથી પણ બનાવી શકો છો અથવા બને મિક્સ કરી ને પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
તીખા ઘુઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | tikha ghughra recipe in gujarati
લસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit
મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati
પૌવા કટલેસ બનાવવાની રીત | pauva cutlet banavani rit