આપણા દેશ ની વાત જ કંઈક અલગ છે અહી થોડા થોડા અંતરે ભાષા, રીત રિવાજ અને ભોજન બનાવવાની અલગ અલગ રીત હોય છે , If you like the recipe do subscribe 13 kitchen YouTube channel on YouTube , એક જ વાનગી દરેક રાજ્ય માં અલગ રીત થી તૈયાર થાય અને એના દરેક ના સ્વાદ પણ અલગ હોય રાજમા તમે અત્યાર સુંધી પંજાબ ના જ બનાવ્યા હસે પણ આજ હિમાચલ ના ચંબા ના રાજમા બનાવવાની રીત – Chamba na rajma banavani rit શીખીશું જેનો સ્વાદ પંજાબ ના રાજમા થી અલગ હોય છે તો એક વખત આ રીતે બનાવો રાજમા.
ચંબા ના રાજમા બનાવવા જરૂરી સામગ્રી
- રાજમા 2 કપ
- તમાલપત્ર 1
- લવિંગ 2-3
- મીઠું સ્વાદ મુજબ
- ઘી 3-4 ચમચી
- દહીં 2 કપ
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- મોટી એલચી 1
- એલચી 2-3
- તજ નો ટુકડો 1
- મરી 5-7
- આદુ ની પેસ્ટ ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Chamba na rajma banavani rit
ચંબા ના રાજમા બનાવવા સૌપ્રથમ રાજમા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ રાજમા થી બે ત્રણ ગણું પાણી નાખી આઠ દસ કલાક સુધી પલાળી મુકો.
દસ કલાક પછી પલાળેલા રાજમા ને કુકર માં નાખી જરૂર મુજબ પાણી , સ્વાદ મુજબ મીઠું, તમાલપત્ર અને લવિંગ નાખી કુકર બંધ કરી એક સીટી ફૂલ તાપે કરી ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર વીસ મિનિટ ચડવા દયો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
હવે એક વાસણમાં ફેટેલું દહીં લ્યો એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી સ્મુથ મિશ્રણ તૈયાર કરી એક બાજુ મુક.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં તજ નો ટુકડો, મરી, મોટી એલચી, એલચી અને જીરું નાખી તતડાવી લ્યો.
બધા મસાલા થોડા શેકાઈ ત્યારે ગેસ સાવ ધીમો કરી નાખો અને એમાં મસાલા વાળું દહી નાખી હલાવો હવે ગેસ ફૂલ કરી દહી ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો. એક વખત દહી ઉકળે ત્યાર બાદ ગેસ મિડીયમ કરી ગ્રેવી ને ચડવા દયો. ગ્રેવી બરોબર ચડી જાય અને ઘી અલગ થાય એટલે એમાં બાફી રાખેલ રાજમા ને પાણી માંથી કાઢી કડાઈમાં નાખી મિક્સ કરી લ્યો.
જો ગ્રેવી માટે જરૂર પડે તો જે પાણી માં રાજમા બાફેલ હતા એ પાણી નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી કડાઈ ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી, પરોઠા કે ભાત સાથે સર્વ કરો ચંબા ના રાજમા.
Chamba rajma recipe notes
- અહી તમે તમારી પસંદ ના રાજમા લઈ શકો છો.
- દહી ને કડાઈ માં નાખો ત્યારે ગેસ ધીમો અથવા બંધ કરી નાખવો નહિતર દહી ફાટી જશે અને ગ્રેવી ફોદા ફોદા વાળી લાગશે.
ચંબા ના રાજમા બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર 13 kitchen ને Subscribe કરજો
Chamba rajma recipe
ચંબા ના રાજમા બનાવવાની રીત | Chamba na rajma banavani rit | Chamba rajma recipe
Equipment
- 1 કડાઈ
- 1 કુકર
Ingredients
ચંબા ના રાજમા બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ રાજમા
- 1 તમાલપત્ર
- 2-3 લવિંગ
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી ઘી
- 2 કપ દહીં
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1 મોટી એલચી
- 2-3 એલચી
- 1 તજ નો ટુકડો
- 5-7 મરી
- ½ ચમચી આદુ ની પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ચંબા ના રાજમા બનાવવાની રીત | Chamba na rajma banavan irit
- ચંબા ના રાજમા બનાવવા સૌપ્રથમ રાજમા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યારબાદ રાજમા થી બે ત્રણ ગણું પાણી નાખી આઠ દસ કલાક સુધી પલાળી મુકો.
- દસ કલાક પછી પલાળેલા રાજમા ને કુકર માં નાખી જરૂર મુજબ પાણી , સ્વાદ મુજબ મીઠું, તમાલ પત્ર અને લવિંગ નાખી કુકર બંધ કરી એક સીટી ફૂલ તાપે કરી ત્યાર બાદ ગેસધીમો કરી પંદર વીસ મિનિટ ચડવા દયો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
- હવે એક વાસણમાં ફેટેલું દહીં લ્યો એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી સ્મુથ મિશ્રણ તૈયાર કરી એક બાજુ મુક.
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં તજ નો ટુકડો, મરી, મોટી એલચી, એલચી અને જીરું નાખી તતડાવી લ્યો.
- બધા મસાલા થોડા શેકાઈ ત્યારે ગેસ સાવ ધીમો કરી નાખો અને એમાં મસાલા વાળું દહી નાખી હલાવો હવે ગેસ ફૂલ કરી દહી ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો. એક વખત દહી ઉકળે ત્યાર બાદ ગેસ મિડીયમ કરી ગ્રેવી ને ચડવા દયો. ગ્રેવી બરોબર ચડી જાય અનેઘી અલગ થાય એટલે એમાં બાફી રાખેલ રાજમા ને પાણી માંથી કાઢી કડાઈમાં નાખી મિક્સ કરી લ્યો.
- જો ગ્રેવી માટે જરૂર પડે તો જે પાણી માં રાજમા બાફેલ હતા એ પાણી નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી કડાઈ ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી,પરોઠા કે ભાત સાથે સર્વ કરો ચંબા ના રાજમા.
Chamba rajma recipe notes
- અહી તમે તમારી પસંદ ના રાજમા લઈ શકો છો.
- દહી ને કડાઈ માં નાખો ત્યારે ગેસ ધીમો અથવા બંધ કરી નાખવો નહિતર દહી ફાટી જશે અને ગ્રેવી ફોદા ફોદા વાળી લાગશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
આમ રસ પુરી બનાવવાની રીત | aam ras puri banavani rit
સાદી ખીચડી બનાવવાની રીત | સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit
good
Thank you