નમસ્તે મિત્રો આજે આપણે કેપ્સીકમ નું શાક બનાવવાની રીત – capsicum nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Sangeeta’s World Gujarati YouTube channel on YouTube , આ એક પંજાબી શાક ને પણ પાછળ મૂકી દે એવું ટેસ્ટી શાક બની ને તૈયાર થાય છે. જ્યારે કઈક અલગ શાક ખાવા ની ઈચ્છા હોય તો ખૂબ ઝડપથી તૈયાર કરી આ શાક બનાવો ને બધા ની વાહવાહી મેળવો તો ચાલો capsicum nu shaak recipe in gujarati શીખીએ.
કેપ્સીકમ નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- કેપ્સીકમ 1 મિડીયમ સાઇઝ ના કટકા કરેલ
- તેલ 4-5 +1 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- લસણની પેસ્ટ 1 ચમચી
- આદુ પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ટામેટા 2-3 ની પ્યુરી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- મરી પાઉડર 1 ચમચી
- ટમેટા સોસ 1 ચમચી
- કાજુ નો પાઉડર 3 ચમચી
- પાઉંભાજી મસાલો / ગરમ મસાલો ½ ચમચી
- ક્રીમ 2-3 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
કેપ્સીકમ નું શાક બનાવવાની રીત | capsicum nu shaak recipe
કેપ્સીકમ નું શાક બનાવવા સૌપ્રથમ કેપ્સીકમ ને ધોઇ ને સાફ કરી એના બીજ અલગ કરી કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં મરી પાઉડર અને પા ચમચી મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એમાં સુધારેલ કેપ્સીકમ ના કટકા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને બે મિનિટ શેકી લ્યો અને બે મિનિટ પછી ગેસ બંધ કરી નાખો .
હવે ગેસ પર બીજી કડાઈ માં બીજી ચાર પાંચ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણની પેસ્ટ, આદુ ની પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ડુંગળી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
ડુંગળી ચડી ને સોફ્ટ બને એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી એમાં ટમેટા પ્યુરી, સ્વાદ મુજબ મીઠું અને ટમેટા સોસ નાખી ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ચડવા દયો. ટમેટા ચડી જાય ત્યાર બાદ તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા કાજુ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને એને પણ શેકી લ્યો.
કાજુ શેકાઈ જાય એટલે એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ને ફરી ઢાંકી ને ચડવા દયો ને તેલ અલગ થાય એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં શેકી રાખેલ કેપ્સીકમ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને બે ચાર મિનિટ ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો કેપ્સીકમ નું શાક.
capsicum nu shaak recipe in gujarati notes
- જો શાક ને થોડું તીખું બનાવું હોય તો લીલા મરચા ની પેસ્ટ અથવા લાલ મરચાનો પાઉડર વધારી શકો છો.
- ગ્રેવી માં છેલ્લે ઘરમાં રહેલ ક્રીમ પણ વાપરી શકો છો.
capsicum nu shaak banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sangeeta’s World Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
capsicum nu shaak recipe in gujarati
કેપ્સીકમ નું શાક | capsicum nu shaak | capsicum nu shaak recipe | capsicum nu shaak banavani rit | કેપ્સીકમ નું શાક બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
કેપ્સીકમ નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 1 કેપ્સીકમ મિડીયમ સાઇઝ ના કટકા કરેલ
- 6 ચમચી તેલ
- ½ ચમચી રાઈ ચમચી
- ½ ચમચી જીરું
- ⅛ ચમચી હિંગ
- 1 ચમચી લસણની પેસ્ટ
- 1 ચમચી આદુ પેસ્ટ
- 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 2-3 ટામેટા ની પ્યુરી
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી મરી પાઉડર
- 1 ચમચી ટમેટા સોસ
- 3 ચમચી કાજુનો પાઉડર
- ½ ચમચી પાઉંભાજી મસાલો / ગરમ મસાલો
- 2-3 ચમચી ક્રીમ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
capsicum nu shaak | capsicum nu shaak recipe | capsicum nu shaak banavani rit | કેપ્સીકમ નું શાક બનાવવાની રીત
- કેપ્સીકમ નું શાક બનાવવા સૌપ્રથમ કેપ્સીકમ ને ધોઇ ને સાફ કરી એના બીજ અલગ કરી કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં મરી પાઉડર અને પા ચમચી મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એમાં સુધારેલ કેપ્સીકમ ના કટકા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને બે મિનિટ શેકી લ્યો અને બે મિનિટ પછી ગેસ બંધકરી નાખો .
- હવે ગેસ પર બીજી કડાઈ માં બીજી ચાર પાંચ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગનાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણની પેસ્ટ, આદુ ની પેસ્ટ,લીલા મરચા ની પેસ્ટ અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી બરોબર મિક્સ કરી લ્યોને ઢાંકી ને ડુંગળી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ડુંગળી ચડી ને સોફ્ટ બને એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી એમાં ટમેટા પ્યુરી, સ્વાદ મુજબ મીઠું અને ટમેટા સોસ નાખી ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ચડવા દયો.ટમેટા ચડી જાય ત્યાર બાદ તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સકરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા કાજુ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને એને પણ શેકી લ્યો.
- કાજુ શેકાઈ જાય એટલે એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ને ફરી ઢાંકી ને ચડવા દયો ને તેલ અલગ થાય એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં શેકી રાખેલ કેપ્સીકમ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને બે ચાર મિનિટ ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો કેપ્સીકમ નું શાક.
capsicum nu shaak recipe in gujarati notes
- જો શાકને થોડું તીખું બનાવું હોય તો લીલા મરચા ની પેસ્ટ અથવા લાલ મરચાનો પાઉડર વધારી શકો છો.
- ગ્રેવી માં છેલ્લે ઘરમાં રહેલ ક્રીમ પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak recipe gujarati ma
સાંગડી મરચા બનાવવાની રીત | Sangdi marcha banavani rit
લીલી ચટણી બનાવવાની રીત | Lili chatni banavani rit | Green chutney recipe in gujarati