નમસ્તે મિત્રો આજે આપણે તગાર / બુરા ખાંડ બનાવવાની રીત શીખીશું. આપણે જ્યારે પણ બહાર થી મીઠાઈ લઈ આવીએ ત્યારે એક પ્રશ્ન હમેશા થાય કે હલવાઇ ની ખાંડ કેમ આટલી દાણીદાર કરતા હસે. તો આજ આપણે હલવાઈ લોકો મીઠાઈ બનાવવા જે ખાંડ વાપરે છે એ ખાંડ ઘરે બનાવી બજાર થી પણ ઘણી સારી મીઠાઈ ઘરે તૈયાર કરી મજા લઇ શકો છો અને આ દિવાળી પર ઘરે બજાર જેવી મીઠાઈ બનાવી મજા લઈ શકો છો. તો ચાલો tagar recipe – bura khand banavani rit શીખીએ.
તગાર બનાવવા જરૂરી સામગ્રી
- ખાંડ 4 કપ
- પાણી 1 કપ
- ઘી 1-2 ચમચી
તગાર બનાવવાની રેસીપી | બુરા ખાંડ ની રેસીપી
તગાર / બુરા ખાંડ બનાવવા સૌથી પહેલા જાડા તળિયાવાળી કડાઈમાં ખાંડ લ્યો એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ધીમા તાપે ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ બિલકુલ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહી મિક્સ કરતા રહો અને સાત થી આઠ મિનિટ ઉકાળી લ્યો અને ખાંડ ઓગળી ને ઉકળવા લાગે એટલે ગેસ મિડીયમ ફૂલ કરી હલાવતા રહો.
હવે મિડીયમ તાપે બીજી સાત મિનિટ હલાવતા રહો અને પાંચ મિનિટ પછી બે ચમચી ઘી નાખી મિક્સ કરી હલાવતા રહો. ઘી નાખ્યા પછી બીજી બે ચાર મિનિટ હલાવો,
ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને હવે ચમચા થી હલાવતા રહો અને જો કોઈ મોટા ગાંઠા હોય તો એને તોડતા રહો. આમ ગેસ પરથી ઉતર્યા પછી હલાવવાનું બંધ ના કરવું નહિતર ચાસણી જામી ને કઠણ પાણા જેવી બની જસે.
ખાંડ ને હલાવતા રહી તોડતા રહેશો તો ગાંઠા નહિ બને ઘણા. બુરા ખાંડ બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ ચારણી થી ચાળી લઈ બનેલા ગાંઠા ને તોડી તોડી ચાળી લ્યો,
ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ મીઠાઈ બનાવી હોય ત્યારે વાપરી શકો છો અને આ તગાર / બુરા ખાંડ નો ઉપયોગ તમે ચાર પાંચ મહિના સુંધી કરી શકો છો. તો તૈયાર છે તગાર / બુરા ખાંડ.
Tagar recipe notes
- તગાર / બુરા ખાંડ બનાવતી વખતે જો મોટા મોટા ગાંઠા રહી ગયા હોય તો એક વખત મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી ને તોડી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
bura khand recipe | tagar recipe
bura khand recipe | tagar recipe
Equipment
- 1 જાડા તળિયાવાળી કડાઈ
Ingredients
તગાર બનાવવા જરૂરી સામગ્રી
- 4 કપ ખાંડ
- 1 કપ પાણી
- 1-2 ચમચી ઘી
Instructions
તગાર બનાવવાની રેસીપી | બુરા ખાંડ ની રેસીપી
- તગાર / બુરા ખાંડ બનાવવા સૌથી પહેલા જાડા તળિયાવાળી કડાઈમાં ખાંડ લ્યો એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ધીમા તાપે ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ બિલકુલ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહી મિક્સ કરતા રહો અને સાત થી આઠ મિનિટ ઉકાળી લ્યો અને ખાંડ ઓગળી ને ઉકળવા લાગે એટલે ગેસ મિડીયમ ફૂલ કરી હલાવતા રહો.
- હવે મિડીયમ તાપે બીજી સાત મિનિટ હલાવતા રહો અને પાંચ મિનિટ પછી બે ચમચી ઘી નાખી મિક્સ કરી હલાવતા રહો. ઘી નાખ્યા પછી બીજી બે ચાર મિનિટ હલાવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને હવે ચમચા થી હલાવતા રહો અને જો કોઈ મોટા ગાંઠા હોય તો એને તોડતા રહો. આમ ગેસ પરથી ઉતર્યા પછી હલાવવાનું બંધ ના કરવું નહિતર ચાસણી જામી ને કઠણ પાણા જેવી બની જસે.
- ખાંડ ને હલાવતા રહી તોડતા રહેશો તો ગાંઠા નહિ બને ઘણા. બુરા ખાંડ બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ ચારણી થી ચાળી લઈ બનેલા ગાંઠા ને તોડી તોડી ચાળી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ મીઠાઈ બનાવી હોય ત્યારે વાપરી શકો છો અને આ તગાર / બુરા ખાંડ નો ઉપયોગ તમે ચાર પાંચ મહિના સુંધી કરી શકો છો. તો તૈયાર છે તગાર / બુરા ખાંડ.
Tagar recipe notes
- તગાર / બુરા ખાંડ બનાવતી વખતે જો મોટા મોટા ગાંઠા રહી ગયા હોય તો એક વખત મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી ને તોડી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali fruit salad | ફરાળી ફ્રુટ સલાડ બનાવવાની રીત
ગુલાબજાંબુ બનાવવાની રીત | gulab jamun recipe in gujarati | gulab jamun banavani rit
કોપરા પાક બનાવવાની રીત | kopra pak recipe in gujarati
સાદી કેક બનાવવાની રીત | shaadi cake banavani rit gujarati ma