બ્રોકલી એ ફુલાવર જેવી જ એક ફૂલ છે જેનો રંગ લીલો હોય છે. બ્રોકલી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે પણ ઘણા લોકો ને બ્રોકલી ખાવી પસંદ નથી હોતી એટલે બ્રોકલી નથી ખાતા પણ આજ આપણે જે ટિક્કી બનાવશું એ એક વખત ટેસ્ટ કર્યા પછી બ્રોકલી ખાવી પસંદ આવશે. તો ચાલો Broccoli Tikki – બ્રોકલી ટિક્કી બનાવવાની રીત શીખીએ.
Ingredients
- બ્રોકોલી 500 ગ્રામ
- ઝીણી સમારેલી ડુંગળી 1
- છીણેલું ગાજર ½ કપ
- ઝીણા સમારેલા લીલાં ધાણા ½ કપ
- ઝીણું સમારેલું લસણ 5- 6 કણી
- જીરું પાઉડર 1 ચમચી
- ઝીણા સમારેલા લીલા મરચા 2- 3
- ચાટ મસાલો 1 ચમચી
- બેસન 6- 7 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
Broccoli Tikki banavani rit
બ્રોકલી ટિક્કી બનાવવા સૌપ્રથમ બ્રોકલી ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો. ગેસ પર તપેલીમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખો અને સાથે બ્રોકલી ના કટકા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી થાળી માં નાખો અને ઠંડી કરી લ્યો.
હવે ઠંડી થયેલ બ્રોકલી ના કટકા ને ચાકુથી અથવા ચોપર થી સાવ ઝીણી ઝીણી કરી લ્યો અને સાથે ડુંગળી, લીલા મરચા, લીલા ધાણા ને પણ સુધારી લ્યો અને ગાજર ને છીણી તૈયાર કરી લ્યો. હવે કથરોટ માં છીણેલી બ્રોકલી, ઝીણી સુધારેલી ડુંગળી, લસણ, લીલા મરચા, લીલા ધાણા, છીણેલું ગાજર, જીરું પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડો થોડો બેસન નાખતા જાઓ અને મિક્સ કરી ટિક્કી બનાવી શકીએ એવું મિશ્રણ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ગરમ કરવા મૂકો અને ચારણી માં તેલ લગાવી એક બાજુ મૂકો. હવે તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ની ટિક્કી બનાવી હોય એ સાઇઝ નું મિશ્રણ લઈ મનગમતા આકાર ની ટિક્કી બનાવી ચારણીમાં મૂકો આમ બધી ટિક્કી ને તૈયાર કરી લ્યો. ચારણી ને કડાઈમાં મૂકી પંદર થી વીસ મિનિટ ચડાવી લ્યો.
વીસ મિનિટ પછી ચારણી બહાર કાઢી લ્યો અને ત્યાર બાદ થોડા ઠંડા કરી લ્યો. ગેસ પર તવી ગ્રામ કરી એમાં એક બે ચમચી તેલ નાખો અને એમાં બાફી રાખેલ ટિક્કી ને મૂકી બધી બાજુથી થોડી થોડી વારે ઉથલાવી શેકી લ્યો. આમ બધી ટિક્કી ને શેકી તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે બ્રોકલી ટિક્કી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બ્રોકલી ટિક્કી બનાવવાની રીત

Broccoli Tikki banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 તવી / કડાઈ
Ingredients
- 500 ગ્રામ બ્રોકોલી
- 1 ઝીણી સમારેલી ડુંગળી
- ½ કપ છીણેલું ગાજર
- ½ કપ ઝીણા સમારેલા લીલાં ધાણા
- 5-6 કણી ઝીણું સમારેલું લસણ
- 1 ચમચી જીરું પાઉડર
- 2-3 ઝીણા સમારેલા લીલા મરચા
- 1 ચમચી ચાટ મસાલો
- 6-7 ચમચી બેસન
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Broccoli Tikki banavani rit
- બ્રોકલી ટિક્કી બનાવવા સૌપ્રથમ બ્રોકલી ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો. ગેસ પર તપેલીમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખો અને સાથે બ્રોકલી ના કટકા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી થાળી માં નાખો અને ઠંડી કરી લ્યો.
- હવે ઠંડી થયેલ બ્રોકલી ના કટકા ને ચાકુથી અથવા ચોપર થી સાવ ઝીણી ઝીણી કરી લ્યો અને સાથે ડુંગળી, લીલા મરચા, લીલા ધાણા ને પણ સુધારી લ્યો અને ગાજર ને છીણી તૈયાર કરી લ્યો. હવે કથરોટ માં છીણેલી બ્રોકલી, ઝીણી સુધારેલી ડુંગળી, લસણ, લીલા મરચા, લીલા ધાણા, છીણેલું ગાજર, જીરું પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડો થોડો બેસન નાખતા જાઓ અને મિક્સ કરી ટિક્કી બનાવી શકીએ એવું મિશ્રણ તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ગરમ કરવા મૂકો અને ચારણી માં તેલ લગાવી એક બાજુ મૂકો. હવે તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ની ટિક્કી બનાવી હોય એ સાઇઝ નું મિશ્રણ લઈ મનગમતા આકાર ની ટિક્કી બનાવી ચારણીમાં મૂકો આમ બધી ટિક્કી ને તૈયાર કરી લ્યો. ચારણી ને કડાઈમાં મૂકી પંદર થી વીસ મિનિટ ચડાવી લ્યો.
- વીસ મિનિટ પછી ચારણી બહાર કાઢી લ્યો અને ત્યાર બાદ થોડા ઠંડા કરી લ્યો. ગેસ પર તવી ગ્રામ કરી એમાં એક બે ચમચી તેલ નાખો અને એમાં બાફી રાખેલ ટિક્કી ને મૂકી બધી બાજુથી થોડી થોડી વારે ઉથલાવી શેકી લ્યો. આમ બધી ટિક્કી ને શેકી તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે બ્રોકલી ટિક્કી.
Notes
- અહીં તીખાશ માટે લીલા મરચા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો.
- તમે ટિક્કી ને ખાલી બાફી કે શેકી પણ શકો છો.
- બેસન જે પ્રમાણે જરૂર હોય એ મુજબ વધુ ઓછો નાખવો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
dhani mamra no chevdo banavani recipe | ધાણી મમરા નો ચેવડો બનાવવાની રેસીપી
ambli ni chutney banavani rit | આંબલીની ચટણી બનાવવાની રીત
club sandwich banavani rit | ક્લબ સેન્ડવિચ બનાવવાની રીત
Bhakosa banavani rit | ભકોસા બનાવવાની રીત
vaghareli rotli | વઘારેલી રોટલી
ratlami sev banavani rit | રતલામી સેવ બનાવવાની રીત