મિત્રો આ પકોડા ને થ્રી ઈન વન પકોડા પણ કહી શકો છો. અત્યાર સુંધી આપણે બ્રેડ માંથી પકોડા, આલું ના પકોડા અને પ્યાજ ના પકોડા તો બનાવતા જ હોઈએ છીએ પણ આજ આપણે ત્રણે સાથે મિક્સ કરી પકોડા બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો Bread aloo pyaz na pakoda banavani rit શીખીએ.
બ્રેડ આલું પ્યાઝ ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી
- પ્યાજ 1-2
- બટાકા 1-2
- બેસન ½ કપ
- ચોખા નો લોટ 2-3 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ પેસ્ટ ½ ચમચી
- અજમો ½ ચમચી
- જીરું ½ ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- હળદર ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- બ્રેડ ની સ્લાઈસ 4-5
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
બ્રેડ આલું પ્યાઝ ના પકોડા બનાવવાની રીત
બ્રેડ આલું પ્યાઝ ના પકોડા બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી માં છીણી વડે છીણી લ્યો. હવે છીણેલા બટાકા ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને પાણી નાખી એક બાજુ મૂકો. હવે ડુંગળી ને છોલી સાફ કરી લ્યો અને પાણી થી ધોઈ લ્યો. ત્યાર બાદ લાંબી લાંબી સુધારી લ્યો.
હવે એક વાસણમાં સુધારેલી ડુંગળી લ્યો ત્યાર બાદ છીણેલા બટાકા ને પાણી માંથી કાઢી થોડા નીચોવી લ્યો ત્યાર બાદ ડુંગળી માં નાખી દયો ત્યાર બાદ એમાં હાથ થી મસળી અજમો નાખો, જીરું, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, હળદર, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો.
એમાં ચાળી ને બેસન અને ચોખા નો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મિડીયમ નરમ થાય એવું મિશ્રણ બનાવવા થોડું થોડું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે બ્રેડ ની સ્લાઈસ લઈ ચાકુ થી એક સરખા ચાર અથવા છ ભાગ કરી લ્યો .
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે બ્રેડ ને ડુંગળી બટાકા ના મિશ્રણ માં બરોબર બોડી તેલ માં નાખો આમ એક એક સ્લાઈસ ને મિશ્રણ માં બોળી તેલ માં નાખતા જાઓ. પકોડા ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી બીજા પકોડા તરવા નાખો. અને ચટણી સાથે સર્વ કરો બ્રેડ આલું પ્યાઝ ના પકોડા.
Bread aloo pyaz pakoda NOTES
- આ પકોડા ને તમે તવી પર તેલ લગાવી ને મિશ્રણ માં બોળી ને બને બાજુ ધીમા તાપે શેકી ને પણ તૈયાર કરી શકો છો.
Bread aloo pyaz na pakoda banavani rit
Bread aloo pyaz na pakoda banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
બ્રેડ આલું પ્યાઝ ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી
- 1-2 પ્યાજ
- 1-2 બટાકા
- ½ કપ બેસન
- 2-3 ચમચી ચોખા નો લોટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- ½ ચમચી અજમો
- ½ ચમચી જીરું
- ½ ચમચી ચીલી ફ્લેક્સ
- ½ ચમચી ગરમ મસાલો
- ¼ ચમચી હળદર
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- 4-5 બ્રેડ ની સ્લાઈસ
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
Instructions
Breadaloo pyaz pakoda
- બ્રેડ આલું પ્યાઝ ના પકોડા બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલીને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી માં છીણી વડે છીણી લ્યો. હવે છીણેલા બટાકા ને બે ત્રણપાણી થી ધોઇ લ્યો અને પાણી નાખી એક બાજુ મૂકો. હવે ડુંગળી નેછોલી સાફ કરી લ્યો અને પાણી થી ધોઈ લ્યો. ત્યાર બાદ લાંબી લાંબી સુધારી લ્યો.
- હવે એક વાસણમાં સુધારેલી ડુંગળી લ્યો ત્યાર બાદ છીણેલાબટાકા ને પાણી માંથી કાઢી થોડા નીચોવી લ્યો ત્યાર બાદ ડુંગળી માં નાખી દયો ત્યાર બાદએમાં હાથ થી મસળી અજમો નાખો, જીરું, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા,ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, હળદર, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખીહાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો.
- એમાં ચાળી ને બેસન અને ચોખા નો લોટ નાખી બરોબર મિક્સ કરીલ્યો ત્યાર બાદ મિડીયમ નરમ થાય એવું મિશ્રણ બનાવવા થોડું થોડું પાણી નાખી બરોબર મિક્સકરી લ્યો અને મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે બ્રેડ ની સ્લાઈસ લઈ ચાકુ થી એક સરખા ચાર અથવા છ ભાગ કરી લ્યો .
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાયએટલે બ્રેડ ને ડુંગળી બટાકા ના મિશ્રણ માં બરોબર બોડી તેલ માં નાખો આમ એક એક સ્લાઈસને મિશ્રણ માં બોળી તેલ માં નાખતા જાઓ. પકોડા ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી બીજા પકોડા તરવા નાખો. અને ચટણી સાથે સર્વ કરો બ્રેડઆલું પ્યાઝ ના પકોડા.
Bread aloo pyaz pakoda NOTES
- આ પકોડા ને તમે તવી પર તેલ લગાવી ને મિશ્રણ માં બોળી નેબને બાજુ ધીમા તાપે શેકી ને પણ તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
દામણી ઢોકળા | Damni Dhokla banavani rit
સ્ટફડ પનીર પકોડા બનાવવાની રીત | stuffed paneer pakoda banavani rit
તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya banavani rit
પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri pani recipe in gujarati | pani puri nu pani banavani rit
બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત | bombay mix banavani rit