મિત્રો આ બોમ્બ આઈસ હલવો બોમ્બ માં ખૂબ પ્રખ્યાત છે અને બોમ્બે માં એને માહિમ હલવા ના નામ થી પણ પ્રખ્યાત છે. આ હલવો આપણે બધા પહેલા કોઈ બોમ્બ જતું ત્યારે ચોક્કસ મંગાવતા અને જ્યારે પણ આવે ત્યારે ખૂબ પસંદ કરતા. તો હવે કોઈ ના બોમ્બ થી આવવાની રાહ ના જોતા ઘરે ઘરમાં રહેલ સામગ્રી માંથી એ ટેસ્ટી Bombay Ice Halwa banavani rit શીખીશું.
બોમ્બ આઈસ હલવો બનાવવા જરૂરી સામગ્રી
- મેંદા નો લોટ 1 કપ
- ખાંડ 1 ½ કપ
- ઘી ½ કપ
- દૂધ ½ કપ
- કેસર ના તાંતણા 15-20
- પીળો ફૂડ કલર 1-2 ટીપાં. (ઓપ્શનલ છે )
- એલચી ના દાણા અધ કચરા પીસેલા ½ ચમચી
- બદામ ની કતરણ 3-4 ચમચી
- પિસ્તા ની કતરણ 3-4 ચમચી
Bombay Ice Halwa banavani rit
બોમ્બ આઈસ હલવો બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કેસરના તાંતણા ને ક્રશ કરી એમાં બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે જાડા તળિયાવાળી કડાઈ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, ઘી અને દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે કડાઈ ને ગેસ પર મૂકી ધીમા તાપે હલાવતા રહો અને મિશ્રણ ને બરોબર ચડાવી લ્યો.
મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લાગે એટલે એમાં કેસર વાળું દૂધ નાખી મિક્સ કરી લ્યો અને પણ દસ પંદર મિનિટ સુંધી ચડાવી લ્યો દસ મિનિટ પછી એમાં એલચી પાઉડર અને ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી હલાવતા રહો જેથી કરી તરીયા માં મિશ્રણ ના ચોંટી જાય. હવે પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ને થોડી વાર હલાવતા રહો અને મિશ્રણ ને ઠંડુ થવા દયો.
મિશ્રણ ઠંડુ થાય એટલે બટર પેપર માં અડધું મિશ્રણ લ્યો અને એના પર બીજું બટર પેપર મૂકી વેલણ વડે પાતળું વણી લ્યો. પાતળું વણાઈ જાય એટલે ઉપર નું બટર પેપર ઉપાડી એના પર પિસ્તા અને બદામ ની કતરણ છાંટી ને ફરી બટર પેપર મૂકી એક થી બે વખત હલકા હાથે વણી લ્યો.
હવે ઉપર નું બટર પેપર અલગ કરી ચારે બાજુ જે. વધારા નું મિશ્રણ છે તેને કટર થી અલગ કરી ચોરસ આઈસ હલવા ના આકાર માં કાપી લ્યો અને ત્યાર બાદ એક બાજુ છ થી સાત કલાક સૂકવવા મૂકો.
આમ બધા મિશ્રણ માંથી હલવા સાઈટ તૈયાર કરી લ્યો અને તૈયાર સાઈટ ને સાત કલાક પછી ફરી કટર થી પેપર સાથે કાપી લ્યો અને કટકા ને ભેગા કરી લ્યો. તો તૈયાર છે બોમ્બ આઈસ હલવો.
Ice Halwa recipe notes
- હલવા માં ખાંડ ની માત્ર તમને થોડી ઓછી પસંદ હોય તો ઓછી કરી શકો છો પણ બજાર માં થોડી મીઠાસ વધારે હોય છે.
- હલવા ને સિધ્ધિ જગ્યા પર પાતળું કપડું ઢાંકી ને છ થી સાત કલાક સૂકવવા દેવું તો જ બજાર જેવો હલવો તૈયાર થશે.
- અહી તમે મિશ્રણ માં બે ત્રણ ચમચી કોર્ન ફ્લોર નાખશો તો હલવો ઝડપથી કડક થશે અને ખાતી વખતે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ લાગશે.
- તમને ફૂડ કલર પસંદ ના હોય તો કેસર ના તાંતણા ને ક્રશ કરી દૂધ સાથે મિક્સ કરી ને નાખશો તો પણ રંગ સારો આવશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બોમ્બ આઈસ હલવો બનાવવાની રીત
Bombay Ice Halwa banavani rit
Equipment
- 1 જાડા તળિયાવાળી કડાઈ
- 1 બટર પેપર
Ingredients
બોમ્બ આઈસ હલવો બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ મેંદા નો લોટ
- 1½ કપ ખાંડ
- ½ કપ ઘી
- ½ કપ દૂધ
- 15-20 કેસર ના તાંતણા
- 1-2 ટીપાં પીળો ફૂડ કલર ( ઓપ્શનલ છે )
- ½ ચમચી એલચી ના દાણા અધ કચરા પીસેલા
- 3-4 ચમચી બદામ ની કતરણ
- 3-4 ચમચી પિસ્તા ની કતરણ
Instructions
Bombay Ice Halwa banavani rit
- બોમ્બ આઈસ હલવો બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કેસરના તાંતણા ને ક્રશ કરી એમાં બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે જાડા તળિયાવાળી કડાઈ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, ઘી અને દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે કડાઈ ને ગેસ પર મૂકી ધીમા તાપે હલાવતા રહો અને મિશ્રણ ને બરોબર ચડાવી લ્યો.
- મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લાગે એટલે એમાં કેસર વાળું દૂધ નાખી મિક્સ કરી લ્યો અને પણ દસ પંદર મિનિટ સુંધી ચડાવી લ્યો દસ મિનિટ પછી એમાં એલચી પાઉડર અને ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી હલાવતા રહો જેથી કરી તરીયા માં મિશ્રણ ના ચોંટી જાય. હવે પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ને થોડી વાર હલાવતા રહો અને મિશ્રણ ને ઠંડુ થવા દયો.
- મિશ્રણ ઠંડુ થાય એટલે બટર પેપર માં અડધું મિશ્રણ લ્યો અને એના પર બીજું બટર પેપર મૂકી વેલણ વડે પાતળું વણી લ્યો. પાતળું વણાઈ જાય એટલે ઉપર નું બટર પેપર ઉપાડી એના પર પિસ્તા અને બદામ ની કતરણ છાંટી ને ફરી બટર પેપર મૂકી એક થી બે વખત હલકા હાથે વણી લ્યો.
- હવે ઉપર નું બટર પેપર અલગ કરી ચારે બાજુ જે. વધારા નું મિશ્રણ છે તેને કટર થી અલગ કરી ચોરસ આઈસ હલવા ના આકાર માં કાપી લ્યો અને ત્યાર બાદ એક બાજુ છ થી સાત કલાક સૂકવવા મૂકો.
- આમ બધા મિશ્રણ માંથી હલવા સાઈટ તૈયાર કરી લ્યો અને તૈયાર સાઈટ ને સાત કલાક પછી ફરી કટર થી પેપર સાથે કાપી લ્યો અને કટકા ને ભેગા કરી લ્યો. તો તૈયાર છે બોમ્બ આઈસ હલવો.
Ice Halwa recipe notes
- હલવા માં ખાંડ ની માત્ર તમને થોડી ઓછી પસંદ હોય તો ઓછી કરી શકો છો પણ બજાર માં થોડી મીઠાસ વધારે હોય છે.
- હલવા ને સિધ્ધિ જગ્યા પર પાતળું કપડું ઢાંકી ને છ થી સાત કલાક સૂકવવા દેવું તો જ બજાર જેવો હલવો તૈયાર થશે.
- અહી તમે મિશ્રણ માં બે ત્રણ ચમચી કોર્ન ફ્લોર નાખશો તો હલવો ઝડપથી કડક થશે અને ખાતી વખતે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ લાગશે.
- તમને ફૂડ કલર પસંદ ના હોય તો કેસર ના તાંતણા ને ક્રશ કરી દૂધ સાથે મિક્સ કરી ને નાખશો તો પણ રંગ સારો આવશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Sevai bytes | સેવઈ બાઇટ્સ બનાવવાની રીત
કાળા જાંબુ બનાવવાની રીત | kala jamun banavani rit
ટોપરા નો મેસૂખ પાક બનાવવાની રીત | Topra no mesukh paak banavani rit
ઘઉં સોજી ની નાનખટાઈ | Ghau Soji ni nankhatai