કેમ છો મિત્રો આજે આપણે બજારમાં મળતી અને આજ કાલ બધા જેને પસંદ કરે છે બોબા કૉફી બનાવવાની રીત શીખીશું. આમ તો આ બોબા કૉફી બનાવવા માટે અમુક પ્રકારના ખાસ સામગ્રી થી બનાવવામાં આવે છે પણ આજ આપણે એને આપણી દેસી રીતે બનાવતા શીખીશું. જે દેસી સામગ્રી થી તૈયાર થાય છે પણ ટેસ્ટી બજાર જેટલી જ લાગશે. તો ચાલો Boba Coffee banavani rit – બબલ કોફી – બોબા કૉફી બનાવવાની રીત શીખીએ.
બબલ કોફી બનાવવા જરૂરી સામગ્રી
- પીસેલા સાબુદાણા નો લોટ ½ કપ
- કોર્ન ફ્લોર 2-3 ચમચી
- કોકો પાઉડર 1 ચમચી
- છીણેલો ગોળ 3-4 ચમચી
- વેનીલા એસેન્સ ¼ ચમચી
- કોફી 1 ચમચી
- પીસેલી ખાંડ 2-3 ચમચી
- દૂધ 250 એમ. એલ.
- પાણી જરૂર મુજબ
બોબા કૉફી બનાવવાની રીત
બોબા કૉફી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં પીસેલા સાબુદાણા નો લોટ લ્યો ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર અને કોકો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં પા કપ પાણી નાખી એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો.
ત્યાર બાદ પાણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મિક્સ કરેલ લોટ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે એને બરોબર મિક્સ કરી મસળી લ્યો અને કોર્ન ફ્લોર વાળો હાથ કરી બાંધેલા લોટ માંથી નાની નાની ગોલી બનાવી લ્યો.
તૈયાર કરેલ ગોલી માં કોર્ન ફ્લોર નો લોટ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખો અને પાણી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ગોલી નાખી દસ પંદર મિનિટ સુધી ચડવા દયો અને વચ્ચે હળવા હાથે મિક્સ કરી લ્યો. પંદર મિનિટ પછી બાફેલી ગોલી ને ગરણી માં કાઢી લ્યો અને વાટકા માં કાઢી લ્યો અને એક બાજુ અથવા ફ્રીઝ માં મૂકી દયો.
એક વાટકા માં બે ચાર ચમચી પાણી , કૉફી અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો અને સાથે ફૂલ ક્રીમ દૂધ ને પણ ગરમ કરી ઠંડુ કરી ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકી દયો.
હવે સર્વિંગ ગ્લાસ માં બરફ ના કટકા , તૈયાર કરેલ ગોલી જરૂર મુજબ નાખો સાથે તૈયાર કરેલ કૉફી નું પાણી નાખો અને ઠંડુ કરેલ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડી ઠંડી મજા લ્યો બોબા કૉફી.
Boba Coffee recipe notes
- અહી જો તમને મળતા હોય તો ગોળ ની જગ્યાએ બ્રાઉન સુગર વાપરી શકો છો અને સાબુદાણા પીસેલા અને કોર્ન ફ્લોર ની જગ્યાએ ટેપિયો ફ્લોર વાપરી શકો છો.
Boba Coffee banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Boba Coffee recipe
બોબા કૉફી બનાવવાની રીત | Boba Coffee banavani rit
Equipment
- 1 મોટું વાસણ
- 2 સર્વીંગ ગ્લાસ
- 1 મિક્સર
Ingredients
બબલ કોફી બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ પીસેલા સાબુદાણા નો લોટ
- 2-3 ચમચી કોર્ન ફ્લોર
- 1 ચમચી કોકો પાઉડર
- 3-4 ચમચી છીણેલો ગોળ
- ¼ ચમચી વેનીલા એસેન્સ
- 1 ચમચી કોફી
- 2-3 ચમચી પીસેલી ખાંડ
- 250 એમ. એલ. દૂધ 250
- પાણી જરૂર મુજબ
Instructions
Boba Coffee banavani rit
- બોબા કૉફી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં પીસેલાસાબુદાણા નો લોટ લ્યો ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર અને કોકો પાઉડર નાખી બરોબર મિક્સકરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં પા કપ પાણી નાખી એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી ગોળને ઓગળી લ્યો.
- ત્યાર બાદ પાણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદએમાં મિક્સ કરેલ લોટ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે એને બરોબર મિક્સ કરી મસળી લ્યો અને કોર્નફ્લોર વાળો હાથ કરી બાંધેલા લોટ માંથી નાની નાની ગોલી બનાવી લ્યો.
- તૈયાર કરેલ ગોલી માં કોર્ન ફ્લોર નો લોટ નાખીમિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખો અને પાણી નેગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ગોલી નાખી દસ પંદર મિનિટ સુધી ચડવાદયો અને વચ્ચે હળવા હાથે મિક્સ કરી લ્યો. પંદર મિનિટ પછી બાફેલી ગોલી ને ગરણી માં કાઢીલ્યો અને વાટકા માં કાઢી લ્યો અને એક બાજુ અથવા ફ્રીઝ માં મૂકી દયો.
- એક વાટકા માં બે ચાર ચમચી પાણી ,કૉફી અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને ફ્રીઝ માં મૂકીઠંડુ કરી લ્યો અને સાથે ફૂલ ક્રીમ દૂધ ને પણગરમ કરી ઠંડુ કરી ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકી દયો.
- હવે સર્વિંગ ગ્લાસ માં બરફ ના કટકા ,તૈયાર કરેલ ગોલી જરૂર મુજબ નાખો સાથે તૈયાર કરેલ કૉફી નું પાણી નાખોઅને ઠંડુ કરેલ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડી ઠંડી મજા લ્યો બોબા કૉફી.
Boba Coffee recipe notes
- અહી જો તમને મળતા હોય તો ગોળ ની જગ્યાએ બ્રાઉનસુગર વાપરી શકો છો અને સાબુદાણા પીસેલા અને કોર્ન ફ્લોર ની જગ્યાએ ટેપિયો ફ્લોર વાપરીશકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
જાંબુ શોટ્સ બનાવવાની રીત | Jambu shots banavani rit
ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit | thandai recipe in gujarati
ગુલાબ નો શરબત બનાવવાની રીત | gulab no sharbat banavani rit | gulab sharbat recipe in gujarati