આજ આપણે ગેસ ચાલુ કર્યા વગર એક સ્વાદિષ્ટ અને ખૂબ સસ્તી મીઠાઈ તૈયાર કરીશું જેને તમે વાર તહેવાર પર બનાવી શકો છો અને ઘરના સભ્યો અને આવેલા મહેમાનો ને પણ ખવડાવી શકો છો . અને કોઈ પણ મીઠાઈ ચાખ્યા પછી કહી નહિ શકે કે તમે આ મીઠાઈ તમે બિસ્કીટ માંથી બનાવી હસે. તો ચાલો biscuit barfi banavani rit શીખીએ.
બિસ્કીટ બરફી બનાવવા જરૂરી સામગ્રી
- કાજુ 10-12
- બિસ્કીટ 18-20
- બદામ 10-12
- ખાંડ 6-8 ચમચી
- મિલ્ક પાઉડર 5-7 ચમચી
- ઘી 1-2 ચમચી
- નારિયળ નું છીણ 1 કપ
- વેનીલા એસેન્સ 1 ચમચી
- દૂધ જરૂર મુજબ
- પિસ્તા ની કતરણ જરૂર મુજબ
biscuit barfi banavani rit
બિસ્કીટ બરફી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં ખાંડ નાખી પીસી લ્યો પીસેલી ખાંડ અમથી અડધી મિક્સર જારમાં રહેવા દઈ બાકીની અડધી બીજા વાસણમાં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં કાજુ અને બદામ નાખી પીસી પાઉડર બનાવી લ્યો. ત્યાર બાદ એમાં બિસ્કીટ ના કટકા કરી નાખો અને એને પણ પીસી પાઉડર બનાવી લો.
ત્યાર બાદ પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં મિલ્ક પાઉડર અંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખી મિક્સ કરતા જઈ મિડીયમ નરમ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને એક બાજુ મૂકો.
હવે બીજા વાસણમાં નારિયળ નું છીણ લ્યો એમાં વેનીલા એસેન્સ, મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખી મિડીયમ લોટ બાંધી લ્યો અને તૈયાર લોટ ને લંબગોળ લાંબો આકાર આપી રોલ બનાવી એક બાજુ મૂકો.
બિસ્કીટ વાળા મિશ્રણ ને પ્લાસ્ટિક પર મૂકી હલકા હાથે વણી ને મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો અને એમાં નારિયળ વાળો રોલ મૂકી અને બિસ્કીટ વાળું મિશ્રણ એના પર લગાવી ને રોલ બનાવી લ્યો ત્યાર બાદ પ્લાસ્ટિક કે સિલ્વર ફોઇલ માં બરોબર વિટાળી પેક કરી ફ્રીઝ માં પંદર વીસ મિનિટ મૂકો.
વીસ મિનિટ પછી રોલ ને ફ્રીઝ માંથી બહાર કાઢી લ્યો અને ધાર વાળા ચાકુથી કાપી લ્યો અને કાપેલા કટકા પર પિસ્તા ની કતરણ મૂકી દયો. તો તૈયાર છે બિસ્કીટ બરફી.
biscuit barfi NOTE
- અહી તમે બિસ્કીટ તમારી પસંદ મુજબ મીઠા, ચોકલેટ વાળા પણ વાપરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બિસ્કીટ બરફી બનાવવાની રીત
biscuit barfi banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 મિક્સર
- 1 પ્લાસ્ટિક રેપ
Ingredients
બિસ્કીટ બરફી બનાવવા જરૂરી સામગ્રી
- 10-12 કાજુ
- 18-20 બિસ્કીટ
- 10-12 બદામ
- 6-8 ચમચી ખાંડ
- 5-7 ચમચી મિલ્ક પાઉડર
- 1-2 ચમચી ઘી
- 1 કપ નારિયળ નું છીણ
- 1 ચમચી વેનીલા એસેન્સ
- દૂધ જરૂર મુજબ
- પિસ્તા ની કતરણ જરૂર મુજબ
Instructions
biscuit barfi banavani rit
- બિસ્કીટ બરફી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં ખાંડ નાખી પીસી લ્યો પીસેલી ખાંડ અમથી અડધી મિક્સર જારમાં રહેવા દઈ બાકીની અડધી બીજા વાસણમાં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં કાજુ અને બદામ નાખી પીસી પાઉડર બનાવી લ્યો. ત્યાર બાદ એમાં બિસ્કીટ ના કટકા કરી નાખો અને એને પણ પીસી પાઉડર બનાવી લો.
- ત્યાર બાદ પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં મિલ્ક પાઉડર અંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખી મિક્સ કરતા જઈ મિડીયમ નરમ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને એક બાજુ મૂકો.
- હવે બીજા વાસણમાં નારિયળ નું છીણ લ્યો એમાં વેનીલા એસેન્સ, મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખી મિડીયમ લોટ બાંધી લ્યો અને તૈયાર લોટ ને લંબગોળ લાંબો આકાર આપી રોલ બનાવી એક બાજુ મૂકો.
- બિસ્કીટ વાળા મિશ્રણ ને પ્લાસ્ટિક પર મૂકી હલકા હાથે વણી ને મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો અને એમાં નારિયળ વાળો રોલ મૂકી અને બિસ્કીટ વાળું મિશ્રણ એના પર લગાવી ને રોલ બનાવી લ્યો ત્યાર બાદ પ્લાસ્ટિક કે સિલ્વર ફોઇલ માં બરોબર વિટાળી પેક કરી ફ્રીઝ માં પંદર વીસ મિનિટ મૂકો.
- વીસ મિનિટ પછી રોલ ને ફ્રીઝ માંથી બહાર કાઢી લ્યો અને ધાર વાળા ચાકુથી કાપી લ્યો અને કાપેલા કટકા પર પિસ્તા ની કતરણ મૂકી દયો. તો તૈયાર છે બિસ્કીટ બરફી.
biscuit barfi NOTE
- અહી તમે બિસ્કીટ તમારી પસંદ મુજબ મીઠા, ચોકલેટ વાળા પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Kesar malai penda | કેસર મલાઈ પેંડા બનાવવાની રીત
રસગુલ્લા બનાવવાની રીત | રસગુલા ની રેસીપી | rasgulla banavani rit
મગદાળ નો હલવો બનાવવાની રીત | moong dal halwa recipe in gujarati | moong dal no halvo banavani rit
મખાના ની ખીર બનાવવાની રીત | makhana ni kheer banavani rit
ઘેવર બનાવવાની રીત | Ghevar banavani rit | Ghevar recipe in gujarati