નમસ્તે મિત્રો આજે આપણે ભીંડા પ્રેમી માટે બારે મહિના ભીંડા નો સ્વાદ માણી શકે એ માટે ભીંડા ની મસાલેદાર કાચરી બનાવવાની રીત – Bhinda ni masaledar kachari શીખીશું , If you like the recipe do subscribe Kitchen Series YouTube channel on YouTube , તમે બરોબર વાંચ્યું આજ આપણે ભીંડા ને મસાલા થી ભરી સૂકવી અને ત્યાર બાદ જ્યારે પણ ભીંડા ખાવા હોય ત્યારે ખાઈ શકાય એવા ક્રિસ્પી અને ટેસ્ટી ભીંડા ની કાચરી – Bhinda ni kachari બનાવતા શીખીશું. આ કાચરી તમે લાંબો સમય સુંધી એવી જ રહે એ માટે ની ટિપ્સ આપશું.
ભીંડા ની કાચરી બનાવવા જરૂરી સામગ્રી
- હળદર ½ ચમચી
- ભીંડા 500 ગ્રામ
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Bhinda ni masaledar kachari
ભીંડાની મસાલેદાર કાચરી બનાવવા સૌપ્રથમ ભીંડા ને પાણી મા બરોબર ધોઈને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી એકદમ કોરા કરી લ્યો બધા ભીંડા ને બરોબર કોરા કરી લીધા પછી ચાકુ થી એક એક ભીંડા માં લાંબો ઊભો કાપો પડી એક વાસણમાં મૂકતા જાઓ. આમ બધા ભીંડા માં કાપા પાડી લ્યો.
હવે ભીંડા પર બે ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને લીંબુ નો રસ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ઢાંકીને એક કલાક માટે એક બાજુ મૂકી દયો. એક કલાક પછી ભીંડા ને તપેલી માંથી કાઢી સાફ કોરા કપડા પર એક એક અલગ સૂકવી નાખો અને આમ એક કલાક સુંધી પંખા નીચે સૂકવી લ્યો.
ભીંડા સુકાય ત્યાં સુંધી એક મોટા વાટકા માં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, એક ચમચી મીઠું નાંખી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો. ભીંડા ને સુકાતા એક કલાક થાય એટલે એક ભીંડા ને લઈ કાપા કરેલ જગ્યાએ તૈયાર કરેલ મસાલો ભરી લ્યો આમ એક એક ભીંડા માં મસાલો ભરી ને તૈયાર કરી લ્યો.
બધા જ ભીંડા ભરાઈ જાય એટલે તડકામાં એક એક ભીંડા ને સૂકવી લ્યો. આમ ચાર પાંચ દિવસ તડકા માં સૂકવી લ્યો. પાંચ દિવસ પછી સૂકવેલા ભીંડા બરોબર સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. અને બાર મહિના સુંધી સાચવી શકો છો.
જ્યારે પણ ભીંડા ની કાચરી ખાવી હોય ત્યારે તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે સૂકવેલા ભીંડા ને એક મિનિટ ગરમ તેલ માં તરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો ભીંડાની મસાલેદાર કાચરી.
Bhinda ni masaledar kachari notes
- અહી તમે મસાલા માં તમને ગમતા સ્વાદ વાળા મસાલા નાખી ને પણ મસાલો તૈયાર કરી શકો છો.
- ભીંડા ને તડકા માં જ્યાં સુંધી ક્રિસ્પી ના થાય ત્યાં સુંધી બરોબર સુકવવવા જરૂરી છે.
ભીંડા ની કાચરી બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kitchen Series ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Bhinda ni kachari banavani rit
ભીંડા ની કાચરી | Bhinda ni kachari | ભીંડા ની મસાલેદાર કાચરી | Bhinda ni masaledar kachari
Equipment
- 1 થાળી
- 1 તપેલી
Ingredients
ભીંડા ની કાચરી બનાવવા જરૂરી સામગ્રી
- ½ ચમચી હળદર
- 500 ગ્રામ ભીંડા
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ભીંડા ની કાચરી | Bhinda ni kachari
- ભીંડાની મસાલેદાર કાચરી બનાવવા સૌપ્રથમ ભીંડા ને પાણી મા બરોબર ધોઈને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી એકદમ કોરા કરી લ્યો બધા ભીંડા ને બરોબર કોરા કરી લીધા પછી ચાકુ થી એક એક ભીંડામાં લાંબો ઊભો કાપો પડી એક વાસણમાં મૂકતા જાઓ. આમ બધા ભીંડા માં કાપા પાડી લ્યો.
- હવે ભીંડા પર બે ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને લીંબુ નો રસ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ઢાંકીને એક કલાક માટે એક બાજુ મૂકી દયો. એક કલાક પછી ભીંડા ને તપેલી માંથી કાઢી સાફ કોરા કપડા પર એક એક અલગ સૂકવી નાખોઅને આમ એક કલાક સુંધી પંખા નીચે સૂકવી લ્યો.
- ભીંડા સુકાય ત્યાં સુંધી એક મોટા વાટકા માં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, એક ચમચી મીઠું નાંખી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો.ભીંડા ને સુકાતા એક કલાક થાય એટલે એક ભીંડા ને લઈ કાપા કરેલ જગ્યાએ તૈયારકરેલ મસાલો ભરી લ્યો આમ એક એક ભીંડા માં મસાલો ભરી ને તૈયાર કરી લ્યો.
- બધાજ ભીંડા ભરાઈ જાય એટલે તડકામાં એક એક ભીંડા ને સૂકવી લ્યો. આમ ચાર પાંચ દિવસ તડકા માં સૂકવી લ્યો. પાંચ દિવસ પછી સૂકવેલા ભીંડા બરોબર સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો.અને બાર મહિના સુંધી સાચવી શકો છો.
- જ્યારે પણ ભીંડા ની કાચરી ખાવી હોય ત્યારે તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે સૂકવેલા ભીંડા ને એક મિનિટ ગરમ તેલ માં તરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો ભીંડાની મસાલેદાર કાચરી.
Bhinda ni masaledar kachari notes
- અહી તમે મસાલા માં તમને ગમતા સ્વાદ વાળા મસાલા નાખી ને પણ મસાલો તૈયાર કરી શકો છો.
- ભીંડા ને તડકા માં જ્યાં સુંધી ક્રિસ્પી ના થાય ત્યાં સુંધી બરોબર સુકવવવા જરૂરી છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ગુંદા ની કાચરી બનાવવાની રીત | gunda ni kachri in gujarati
માખણ બનાવવાની રીત | Makhan banavani rit | Makhan recipe in gujarati
પુરી બનાવવાની રીત | puri banavani rit | puri recipe in gujarati
ફજેતો બનાવવાની રીત | fajeto banavani rit | fajeto recipe in gujarati