મિત્રો અત્યાર સુંધી બાજરા અને બાજરા ના લોટ માંથી આપણે વિવિધ વાનગીઓ બનાવી ને મજા લીધી પણ આજ ની આપણી વાનગી Bharelo bajra no rotlo – ભરેલો બાજરા નો રોટલો બનાવી તૈયાર કરી લઈ ચા, દહીં, લસણ ની ચટણી કે પછી એમજ છાસ સાથે પણ ખાવાની મજા આવી જસે.
Bajra no Bharelo rotlo Ingredients list
- બાજરા નો લોટ 2 કપ
- જીરું ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- લીલું લસણ સુધારેલ ½ કપ
- ઝીણી સમારેલી લીલી ડુંગળી 1 કપ
- ઝીણી સમારેલી ડુંગળી 1
- લાલ મરચાની પેસ્ટ 1 ચમચી
- આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- ઘી જરૂર મુજબ
- નવશેકું પાણી જરૂર મુજબ
Bharelo bajra no rotlo banavani rit
ભરેલો બાજરા નો રોટલો બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈ માં એક થી બે ચમચી ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ ઝીણું સમારેલું લીલું લસણ, ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો. ડુંગળી નરમ થાય એટલે એમાં લીલા મરચા અને આદુની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો અને છેલ્લે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજી થાળી માં કાઢી ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુંધી કથરોટ માં બાજરા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને નવશેકું પાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો.
બાંધેલા લોટ ને બરોબર પાંચ સાત મિનિટ મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી બે થી ત્રણ ભાગ કરી લ્યો અને એક લુવો લઈ એને વાટકા જેવો આકાર આપી એમાં તૈયાર સ્ટફિંગ નાખી ફરીથી બરોબર પેક કરી લ્યો. બરોબર પેક થઈ જાય એટલે બને હાથ થી રોટલો બનાવી લ્યો અથવા બટર પેપર પર કોરો લોટ છાંટી એના પર લુવો મૂકી હથેળી થી દબાવી દબાવી ને રોટલો બનાવી લ્યો.
તવી ગરમ થાય એટલે બનેલ રોટલો નાખી એક બાજુ થોડો ચડાવી લીધા બાજુ ઉથલાવી બીજી બાજુ ફેરવી લ્યો અને બીજી બાજુ પણ શેકી લ્યો બને બાજુ બરોબર ચડાવી લીધા બાદ ઉતારી એના પર ઘી લગાવી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. આમ બાકી ના લોટ માંથી સ્ટફિંગ ભરી રોટલા બનાવી ચડાવી તૈયાર કરી લ્યો અને તૈયાર રોટલા ને દહી, ચા, અથાણાં કે લસણ ની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ભરેલો બાજરા નો રોટલો.
Bharelo Rotlo recipe notes
- અહી ભરેલા રોટલા ને માટી ની તવી પર શેકો તો બને બાજુ ચડાવી લીધા બાદ નીચે ઉતરી ઘી લગાડવું અને જો લોઢા ની કે નોન સ્ટીક તવી પર શેકો છો તો બને બાજુ થોડો થોડો ચડાવી લીધા બાદ ઘી લગાવી પરોઠા શેકી લેવા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ભરેલો બાજરા નો રોટલો બનાવવાની રીત
Bharelo bajra no rotlo banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 તવી
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 2 કપ બાજરા નો લોટ
- ¼ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ½ કપ લીલું લસણ સુધારેલ
- 1 કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી
- 1 ઝીણી સમારેલી ડુંગળી
- 1 ચમચી લાલ મરચાની પેસ્ટ
- 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- ઘી જરૂર મુજબ
- નવશેકું પાણી જરૂર મુજબ
Instructions
Bharelo bajra no rotlo banavani rit
- ભરેલો બાજરા નો રોટલો બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈ માં એક થી બે ચમચી ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ ઝીણું સમારેલું લીલું લસણ, ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો. ડુંગળી નરમ થાય એટલે એમાં લીલા મરચા અને આદુની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
- હવે એમાં લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો અને છેલ્લે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજી થાળી માં કાઢી ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુંધી કથરોટ માં બાજરા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને નવશેકું પાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો.
- બાંધેલા લોટ ને બરોબર પાંચ સાત મિનિટ મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી બે થી ત્રણ ભાગ કરી લ્યો અને એક લુવો લઈ એને વાટકા જેવો આકાર આપી એમાં તૈયાર સ્ટફિંગ નાખી ફરીથી બરોબર પેક કરી લ્યો. બરોબર પેક થઈ જાય એટલે બને હાથ થી રોટલો બનાવી લ્યો અથવા બટર પેપર પર કોરો લોટ છાંટી એના પર લુવો મૂકી હથેળી થી દબાવી દબાવી ને રોટલો બનાવી લ્યો.
- તવી ગરમ થાય એટલે બનેલ રોટલો નાખી એક બાજુ થોડો ચડાવી લીધા બાજુ ઉથલાવી બીજી બાજુ ફેરવી લ્યો અને બીજી બાજુ પણ શેકી લ્યો બને બાજુ બરોબર ચડાવી લીધા બાદ ઉતારી એના પર ઘી લગાવી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. આમ બાકી ના લોટ માંથી સ્ટફિંગ ભરી રોટલા બનાવી ચડાવી તૈયાર કરી લ્યો અને તૈયાર રોટલા ને દહી, ચા, અથાણાં કે લસણ ની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ભરેલો બાજરા નો રોટલો.
Bharelo Rotlo recipe notes
- અહી ભરેલા રોટલા ને માટી ની તવી પર શેકો તો બને બાજુ ચડાવી લીધા બાદ નીચે ઉતરી ઘી લગાડવું અને જો લોઢા ની કે નોન સ્ટીક તવી પર શેકો છો તો બને બાજુ થોડો થોડો ચડાવી લીધા બાદ ઘી લગાવી પરોઠા શેકી લેવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Lili tuver ni dhokli banavani rit | લીલી તુવેર ની ઢોકળી બનાવવાની રીત
Kachu katlu banavani rit | કાચું કાટલુ બનાવવાની રીત
capsicum nu shaak banavani rit | કેપ્સીકમ નું શાક બનાવવાની રીત
be pad vadi rotli banavani rit | બે પડવાળી રોટલી બનાવવાની રીત
dana muthia nu shaak banavani rit | દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત
gajar mula marcha nu athanu banavani rit | ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું