મિત્રો આજે આપણે Bhagat muthiya nu shaak – ભગત મુઠીયા નું શાક બનાવવાની રીત શીખીશું. આ શાક આપણે ઘણી વખત ઢાબા માં મંગાવતા હોઈએ છીએ. આજ આપણે ઘરે બનાવતા શીખીશું. ઉનાળા માં જ્યારે કોઈ શાક ન સૂઝે અથવા કંઈક અલગ શાક ખાવા ની ઈચ્છા હોય તો આ શાક બનાવી શકો છો. તો ચાલો આ શાક બનાવવાની રીત શીખીએ.
મુઠીયા બનાવવા માટેની સામગ્રી
- પલાળેલી ચણાદળ 1 કપ
- આદુ ½ ઇંચ
- લસણની કળી 3- 4
- લીલા મરચાં ઝીણા સમારેલા 2-3
- હળદર ¼ ચમચી
- લાલ મરચા નો પાઉડર ½ ચમચી
- જીરું ¼ ચમચી
- ઝીણી સમારેલી ડુંગળી 3- 4 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
- હિંગ ¼ ચમચી
- ગરમ તેલ 2- 3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
ગ્રેવી બનાવવા માટે ની સામગ્રી:
- તેલ 2- 3 ચમચી
- જીરું ¼ ચમચી
- તમાલપત્ર 1
- તજનો ટુકડો 1
- એલચી 2- 3
- લવિંગ 1- 2
- મરી 2- 3
- મીઠા લીમડા ના પાંદ 5- 7
- હિંગ ¼ છે
- સૂકા લાલ મરચા 2- 3
- ઝીણી સમારેલી ડુંગળી 3
- ઝીણા સમારેલા બટાકા 1
- લસણની પેસ્ટ 1 ચમચી
- આદુની પેસ્ટ ½ ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચા નો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
- ટામેટા ની પ્યુરી 1 કપ
- જરૂર મુજબ પાણી
- સ્વાદ મુજબ મીઠું
Bhagat muthiya nu shaak banavani recipe
ભગત મુઠીયા નું શાક બનાવવા સૌપ્રથમ ચણા દાળ ને ચાર થી પાંચ કલાક પલાળી મુકો. ચાર કલાક પછી દાળ નું પાણી નિતારી લઈ મિક્સર જારમાં નાખી એમાં આદુ , લસણ અને મરચા નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. સાથે ગેસ પર કડાઈમાં તેલ garm કરવા મૂકી દયો. તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર પેસ્ટ ને એક વાસણમાં કાઢી લઈ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, ગરમ તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે તૈયાર મિશ્રણ ને પાંચ સાત મિનિટ ફેટી લ્યો ત્યાર બાદ ગરમ તેલ માં નાની નાની વડી બને એમ થોડું થોડું મિશ્રણ નાખતા જાઓ અને બે ચાર મિનિટ પછી ઝારા થી હલાવી વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા વડા ને તરી ને તૈયાર કરી લ્યો.
ગ્રેવી બનાવવાની રીત
હવે ગેસ બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું, લવિંગ, મરી, તમાલપત્ર ના પાંદ, તજ નો ટુકડો, સૂકા લાલ મરચા, એલચી, મીઠા લીમડા ના પાંદ અને હિંગ નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
ડુંગળી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા બટાકા નાખો અને બરોબર મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી ફરી બટાકા ચડી જાય ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો અને વચ્ચે એક થી બે વખત ઢાંકણ ખોલી હલાવી લેવા.
બટાકા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ ધાણા જીરું પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મસાલા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં ટમેટા ની પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં દોઢ કપ જેટલું પાણી નાખી પાણી ને ઉકાળી લ્યો.
પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા માંથી બે ચાર મૂઠિયાં તોડી મસળી ગ્રેવી માં નાખો સાથે બાકી ના તરી રાખેલ મુઠીયા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ભગત મુઠીયા નું શાક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ભગત મુઠીયા નું શાક બનાવવાની રેસીપી

Bhagat muthiya nu shaak banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
મુઠીયા બનાવવા માટેની સામગ્રી
- 1 કપ પલાળેલી ચણાદળ
- ½ ઇંચ આદુ
- 3- 4 લસણની કળી
- 2-3 લીલા મરચાં ઝીણા સમારેલા
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચા નો પાઉડર
- ¼ ચમચી જીરું
- 3- 4 ચમચી ઝીણી સમારેલી ડુંગળી
- 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
- ¼ ચમચી હિંગ
- 2-3 ચમચી ગરમ તેલ
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
ગ્રેવી બનાવવા માટે:
- 2-3 ચમચી તેલ
- ¼ ચમચી જીરું
- 1 તમાલપત્ર
- 1 તજનો ટુકડો
- 2-3 એલચી
- 1- 2 લવિંગ
- 2-3 મરી
- 5- 7 મીઠા લીમડા ના પાંદ
- ¼ હિંગ છે
- 2-3 સૂકા લાલ મરચા
- 3 ઝીણી સમારેલી ડુંગળી
- 1 ઝીણા સમારેલા બટાકા
- 1 ચમચી લસણની પેસ્ટ
- ½ ચમચી આદુની પેસ્ટ
- ¼ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચા નો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 કપ ટામેટા ની પ્યુરી
- જરૂર મુજબ પાણી
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Bhagat muthiya nu shaak banavani recipe
- ભગત મુઠીયા નું શાક બનાવવા સૌપ્રથમ ચણા દાળ ને ચાર થી પાંચ કલાક પલાળી મુકો. ચાર કલાક પછી દાળ નું પાણી નિતારી લઈ મિક્સર જારમાં નાખી એમાં આદુ , લસણ અને મરચા નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. સાથે ગેસ પર કડાઈમાં તેલ garm કરવા મૂકી દયો. તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર પેસ્ટ ને એક વાસણમાં કાઢી લઈ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, ગરમ તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે તૈયાર મિશ્રણ ને પાંચ સાત મિનિટ ફેટી લ્યો ત્યાર બાદ ગરમ તેલ માં નાની નાની વડી બને એમ થોડું થોડું મિશ્રણ નાખતા જાઓ અને બે ચાર મિનિટ પછી ઝારા થી હલાવી વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા વડા ને તરી ને તૈયાર કરી લ્યો.
ગ્રેવી બનાવવાની રીત
- હવે ગેસ બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું, લવિંગ, મરી, તમાલપત્ર ના પાંદ, તજ નો ટુકડો, સૂકા લાલ મરચા, એલચી, મીઠા લીમડા ના પાંદ અને હિંગ નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ડુંગળી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા બટાકા નાખો અને બરોબર મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી ફરી બટાકા ચડી જાય ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો અને વચ્ચે એક થી બે વખત ઢાંકણ ખોલી હલાવી લેવા.
- બટાકા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ ધાણા જીરું પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મસાલા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં ટમેટા ની પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં દોઢ કપ જેટલું પાણી નાખી પાણી ને ઉકાળી લ્યો.
- પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા માંથી બે ચાર મૂઠિયાં તોડી મસળી ગ્રેવી માં નાખો સાથે બાકી ના તરી રાખેલ મુઠીયા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ભગત મુઠીયા નું શાક.
Notes
- બટાકા તમે તમારી પસંદ મુજબ વધુ કે ઓછા નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Bataka Capsicum Rice banavani recipe | બટાકા કેપ્સીકમ રાઈસ બનાવવાની રેસીપી
Mag chokha ane sabudana no handvo | મગ ચોખા અને સાબુદાણા નો હાંડવો
Fudina rice banavani rit | ફુદીના રાઈસ બનાવવાની રીત
Amti banavani rit | આમટી બનાવવાની રીત
Lasan vari dahi ni chatni banavani rit | લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત