ગુજરાત ના દરેક ફરસાણ માં બેસન નો ખુબ સારા પ્રમાણ માં ઉપયોગ થાય છે અને હવે તો બધે જ બેસન અને બેસન માંથી બનેલી વાનગીઓ ખૂબ ખવાય છે અને બેસન માંથી બનતી સેવ, ગાંઠિયા, બરફી, લાડુ વગેરે બનાવવામાં આવે છે અને આ બેસન સ્વાસ્થ્ય માટે પણ એટલો જ સારો માનવામાં આવે છે તો ચાલો besan ni sev banavani rit – બેસન સેવ બનાવવાની રીત શીખીએ.
સેવ બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 1 ½ કપ
- હિંગ ¼ ચમચી
- હળદર ⅛ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર પ્રમાણે
besan ni sev banavani rit
બેસન સેવ બનાવવા સૌપ્રથમ બેસન ને કથરોટ માં ચારણી થી ચાળી લ્યો અને એમાં હળદર, હિંગ, એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં થોડું થોડું પાણી નાખી ને મિડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો અને ઢાંકી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં સેવ મશીન માં તેલ લગાવી ને ગ્રીસ કરી લ્યો અને જેવી સેવ જોઈએ એવી જારી લગાવી લ્યો અને ત્યાર બાદ એમાં બાંધેલા લોટ ને નાખી બંધ કરી લ્યો.
હવે તેલ ગરમ થાય એટલે એક વખતમાં જેટલી સેવ સમાય એટલી સેવ સેવમશીન ફેરવી ને ગરમ તેલ માં નાખો. હવે એક મિનિટ એમજ સેવ ને રહેવા દયો અને એક મિનિટ પછી ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ એક મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો.
આમ બધા લોટ માંથી સેવ બનાવી તૈયાર કરી લ્યો અને તૈયાર સેવ ને ઠંડી થવા દયો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે બેસન સેવ.
besan ni sev recipe notes
- સેવ બનાવવા માટે તેલ વધારે ના નાખવું નહિતર સેવ માં તેલ તેલ લાગશે.
- મીઠા નું પ્રમાણ થોડું ઓછું રાખવું નહિતર સેવ ખારી થઈ જશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બેસન ની સેવ બનાવવાની રીત
besan ni sev banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 સેવ મશીન
Ingredients
સેવ બનાવવા જરૂરી સામગ્રી
- 1 ½ કપ બેસન
- ¼ ચમચી હિંગ
- ⅛ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર પ્રમાણે
Instructions
besan ni sev banavani rit
- બેસન સેવ બનાવવા સૌપ્રથમ બેસન ને કથરોટ માં ચારણી થી ચાળી લ્યો અને એમાં હળદર, હિંગ, એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં થોડું થોડું પાણી નાખી ને મિડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો અને ઢાંકી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં સેવ મશીન માં તેલ લગાવી ને ગ્રીસ કરી લ્યો અને જેવી સેવ જોઈએ એવી જારી લગાવી લ્યો અને ત્યાર બાદ એમાં બાંધેલા લોટ ને નાખી બંધ કરી લ્યો.
- હવે તેલ ગરમ થાય એટલે એક વખતમાં જેટલી સેવ સમાય એટલી સેવ સેવમશીન ફેરવી ને ગરમ તેલ માં નાખો. હવે એક મિનિટ એમજ સેવ ને રહેવા દયો અને એક મિનિટ પછી ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ એક મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો. આમ બધા લોટ માંથી સેવ બનાવી તૈયાર કરી લ્યો અને તૈયાર સેવ ને ઠંડી થવા દયો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે બેસન સેવ.
besan ni sev recipe notes
- સેવ બનાવવા માટે તેલ વધારે ના નાખવું નહિતર સેવ માં તેલ તેલ લાગશે.
- મીઠા નું પ્રમાણ થોડું ઓછું રાખવું નહિતર સેવ ખારી થઈ જશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Kantola nu bharelu shaak recipe | કંટોલા નું ભરેલું શાક