આ બેડમી પૂરી એ મથુરા માં ખૂબ પ્રખ્યાત છે અને તેને દહી કે રસા વાળા બટાકા ના શાક સાથે પીરસાય છે અને બધા ખૂબ પસંદ પણ કરતા હોય છે તો આજ આપણે એજ મથુરાની પ્રખ્યાત પૂરી ઘરે બનાવતા શીખી મથુરાની મજા લઇ શકીએ. તો ચાલો Bedmi Puri banavani rit શીખીએ.
બેડમી પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 2 કપ
- સોજી ½ કપ
- અડદ દાળ 1 કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુનો ટુકડો ½ ઇંચ
- મરી 8-10
- આખા સૂકા ધાણા 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- વરિયાળી 2 ચમચી
- હળદર ½ ચમચી
- હિંગ ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- અજમો 1 ચમચી
- કસૂરી મેથી 1 -2 ચમચી
- ઘી 2-3 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ તરવા માટે
Bedmi Puri banavani rit
બેડમી પૂરી બનાવવા સૌપ્રથમ અડદ ની દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી બે ત્રણ કલાક પલાળી મૂકો. ત્રણ કલાક પછી પાણી નિતારી લ્યો અને પલાળેલી દાળ ને મિક્સર જારમાં નાખો અને એમાં લીલા મરચા સુધારેલા અને આદુ ટુકડો, મરી, આખા ધાણા, જીરું અને વરિયાળી નાખી પીસી લ્યો. અને એક બાજુ મૂકો.
હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો અને એમાં સોજી, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, લીલા ધાણા સુધારેલા, અજમો મસળી ને નાખો સાથે, સૂકી મેથી , સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં પીસી રાખેલ અડદ ની દાળ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ને મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો.
બાંધેલા લોટને બરોબર મસળી જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી થોડી થોડી જાડી પૂરી વણી તૈયાર કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે એમાં એક બે પૂરી નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
ત્યાર બાદ ઝારાથી કાઢી લ્યો અને બીજી પૂરી ને વણી અને ગોલ્ડન તરી લ્યો. આમ બધી પૂરી તરી ને તૈયાર કરી લ્યો અને રસા વડા બટાકા ના શાક કે દહી કે ચા સાથે ગરમ ગરમ સર્વ કરો બેડમી પૂરી.
Bedmi Puri NOTES
- પૂરી થોડી જાડી હોવાથી પૂરી ને મિડીયમ તાપે તરવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બેડમી પૂરી બનાવવાની રીત
Bedmi Puri banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 કથરોટ
Ingredients
બેડમી પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- ½ કપ સોજી
- 1 કપ અડદ દાળ
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ઇંચ આદુનો ટુકડો
- 8-10 મરી
- 2-3 ચમચી આખા સૂકા ધાણા
- 1 ચમચી જીરું
- 2 ચમચી વરિયાળી
- ½ ચમચી હળદર
- ½ ચમચી હિંગ
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી અજમો
- 1-2 ચમચી કસૂરી મેથી
- 2-3 ચમચી ઘી
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ તરવા માટે
Instructions
Bedmi Puri banavani rit
- બેડમી પૂરી બનાવવા સૌપ્રથમ અડદ ની દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી બે ત્રણ કલાક પલાળી મૂકો. ત્રણ કલાક પછી પાણી નિતારી લ્યો અને પલાળેલી દાળ ને મિક્સર જારમાં નાખો અને એમાં લીલા મરચા સુધારેલા અને આદુ ટુકડો, મરી, આખા ધાણા, જીરું અને વરિયાળી નાખી પીસી લ્યો. અને એક બાજુ મૂકો.
- હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો અને એમાં સોજી, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, લીલા ધાણા સુધારેલા, અજમો મસળી ને નાખો સાથે, સૂકી મેથી , સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ એમાં પીસી રાખેલ અડદ ની દાળ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ને મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો.
- બાંધેલા લોટને બરોબર મસળી જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી થોડી થોડી જાડી પૂરી વણી તૈયાર કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે એમાં એક બે પૂરી નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
- ત્યાર બાદ ઝારાથી કાઢી લ્યો અને બીજી પૂરી ને વણી અને ગોલ્ડન તરી લ્યો. આમ બધી પૂરી તરી ને તૈયાર કરી લ્યો અને રસા વડા બટાકા ના શાક કે દહી કે ચા સાથે ગરમ ગરમ સર્વ કરો બેડમી પૂરી.
Bedmi Puri NOTES
- પૂરી થોડી જાડી હોવાથી પૂરી ને મિડીયમ તાપે તરવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Aloo palak pakoda recipe | આલું પાલક પકોડા બનાવવાની રીત
બેબી કોર્ન ચીલી ડ્રાય | baby corn chilli dry banavani rit
ચાઇનીઝ ભેળ બનાવવાની રીત | chinese bhel banavani rit
કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit