જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે બેદમી પુરી અને ડુબકી આલુ બનાવવાની રીત – Bedmi puri ane dabki aalu banavani rit શીખીશું, If you like the recipe do subscribe MasterChef Pankaj Bhadouria YouTube channel on YouTube , ગોકુળ,વૃંદાવન,દિલ્લી તરફ નું આ ફેમસ સ્ટ્રીટ ફુડ છે. ડુંગળી અને લસણ વગર ની આ સાત્વિક પ્લેટ છે. ખાવા માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જન્માષ્ટમી ના ત્યોહાર પર એક વાર બેદમિ પૂરી અને ડુબકી આલુ જરૂર બનાવો. તો ચાલો આજે આપણે ઘરે Bedmi puri ane dabki aalu recipe in gujarati શીખીએ.
બેદમી પુરી બનાવવા માટે ની સામગ્રી
- ઘઉં નો લોટ ૨ કપ
- રવો ૧/૪ કપ
- મીઠું સ્વાદ પ્રમાણે
- અજમો ૧/૪ ચમચી
- ઘી ૪ ચમચી
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- અડદ દાળ ૧ કપ
- તેલ ૧ ચમચી
- હિંગ ૧ ચપટી
- ધાણા પાવડર ૧ ચમચી
- લાલ મરચું ૧ ચમચી
- હળદર ૧/૨ ચમચી
- વરિયાળી નો પાવડર ૨ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
ડુબકી આલુ બનાવવા માટેની સામગ્રી
- તેલ ૨ ચમચી
- જીરું ૧/૨ ચમચી
- લવિંગ ૨-૩
- મારી ૧/૨ ચમચી
- મોટી એલચી ૨
- આખા ધાણા ૧/૨ ચમચી
- ઝીણું સમારેલું આદુ ૧/૨ ચમચી
- ઝીણું સમારેલું લીલું મરચું ૧
- પાણી ૧ લીટર
- બાફેલા ૬ બટેટા
- આમચૂર પાવડર ૩ ચમચી
- લીલાં મરચાં ૨
- લીલાં ધાણા સમારેલા ૨ ચમચી
બેદમી પુરી બનાવવા માટે ની રીત
બેદમી પૂરી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં રવો નાખી. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અજમા ને હાથ થી મસળી ને નાખો. હવે તેમાં મોણ માટે ઘી નાખો. હવે દરેક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો અને સરસ થી સોફ્ટ લોટ બાંધી લ્યો. ત્યાર બાદ તેના પર તેલ કે ઘી લગાવી ઢાંકી ને દસ મિનિટ માટે સાઇડ માં રાખી લ્યો.
સ્ટફિંગ બનાવવા માટેની રીત
સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા પલાળેલી અડદ દાળ માંથી પાણી કાઢી લ્યો. હવે તેને મિક્સર જાર માં નાખો. હવે તેમાં તેને કરકરું પીસી લ્યો.
ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં એક ચપટી જેટલી હિંગ નાખો અને ત્યાર બાદ તેમાં પીસેલી અડદ દાળ નાખો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે તેમાં ધાણા પાવડર, લાલ મરચું, ગરમ મસાલો, હળદર, કરકરો વરિયાળી નો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પૂરી માટેનું સ્ટફિંગ તૈયાર છે. હવે તેના નાના નાના બોલ બનાવી ને એક પ્લેટ માં રાખી લ્યો.
બેદમી પૂરી બનાવવા માટેની રીત
બેદમી પૂરી બનાવવા માટે સૌથી પેહલા લોટ ને ફરીથી એક વાર ગુંથી લ્યો. ત્યાર બાદ પૂરી માટેના લુવા તૈયાર કરી અને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેને હાથ થી થોડું પ્રેસ કરી ને ચપટું કરી લ્યો. હવે તેની વચ્ચે સ્ટફીંગ નું બોલ રાખો. હવે તેને સરસ થી કવર કરી લ્યો. હવે તેલ લગાવી ને તેને હલ્કા હાથે વણી લ્યો. આવી રીતે બધી બેદમી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે પૂરી નાખો. હવે પૂરી ને બને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી તરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તૈયાર છે ટેસ્ટી બેદમી પૂરી.
ડુબકી આલુ બનાવવા માટેની રીત
ડુબકી આલુ બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં લવિંગ, મરી, મોટી એલચી અને આખા ધાણા નાખો.
હવે તેમાં ઝીણા સુધારેલા આદુ અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં પાણી નાખો. અને સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ તેમાં બાફેલા બટેટા ને મસળી ને નાખો. હવે તેને સાત થી આઠ મિનિટ સુધી મીડીયમ તાપે ઉકળવા દયો.
ત્યારબાદ હવે સાત થી આઠ મિનિટ પછી શાક સરસ થી ઘાટું થઈ ગયું હસે. હવે એક વાટકી માં આમચૂર પાવડર નાખી તેમાં થોડું પાણી નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને શાક માં નાખો. ત્યાર બાદ તેમાં લીલા મરચાં ને બે ચીરા કરી ને નાખો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખી શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે એક થી બે મિનિટ સુધી શાક ને ફરી થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે ડુબકી આલુ.
હવે ટેસ્ટી ગરમા ગરમ બેદમી પૂરી સાથે ડુબકી આલુ નું શાક ખાવાનો આનંદ માણો.
Bedmi puri ane dabki aalu recipe in gujarati notes
- ડુબકી આલુ ના શાક માં રસ વધારે લાગે તો થોડો ચણા નો લોટ નાખી ઘાટું કરી શકો છો.
Bedmi puri ane dabki aalu banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MasterChef Pankaj Bhadouria ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Bedmi puri ane dabki aalu recipe in gujarati
બેદમી પુરી અને ડુબકી આલુ બનાવવાની રીત | Bedmi puri ane dabki aalu banavani rit | Bedmi puri ane dabki aalu recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
બેદમી પુરી બનાવવા માટે ની સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- ¼ કપ રવો
- મીઠું સ્વાદ પ્રમાણે
- ¼ ચમચી અજમો
- 4 ચમચી ઘી
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ અડદ દાળ
- 1 ચમચી તેલ
- 1 ચપટી હિંગ
- 1 ચમચી ધાણા પાવડર
- 1 ચમચી લાલ મરચું
- ½ ચમચી હળદર
- 2 ચમચી વરિયાળી નો પાવડર
- મીઠું સ્વાદ પ્રમાણે
ડુબકી આલુ બનાવવા માટેની સામગ્રી
- 2 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 2-3 લવિંગ
- ½ ચમચી મારી
- 2 મોટી એલચી
- ½ ચમચી આખા ધાણા
- ½ ચમચી ઝીણું સમારેલું આદુ
- 1 ઝીણું સમારેલું લીલું મરચું
- 1 લીટર પાણી
- 3 ચમચી આમચૂર પાવડર
- 2 લીલાં મરચાં
- 2 ચમચી લીલાં ધાણા સમારેલા
Instructions
બેદમી પુરી બનાવવા માટે ની રીત
- બેદમી પૂરી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં રવો નાખી.હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અજમા ને હાથ થી મસળી ને નાખો.હવે તેમાં મોણ માટે ઘી નાખો. હવે દરેક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો અને સરસ થી સોફ્ટ લોટ બાંધી લ્યો. ત્યાર બાદ તેના પર તેલ કે ઘી લગાવી ઢાંકી ને દસ મિનિટ માટે સાઇડ માં રાખી લ્યો.
સ્ટફિંગ બનાવવા માટેની રીત
- ત્યારબાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં એક ચપટી જેટલી હિંગ નાખો અને ત્યાર બાદ તેમાંપીસેલી અડદ દાળ નાખો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ ધીમા તાપે સેકીલ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- હવે તેમાં ધાણા પાવડર, લાલ મરચું, ગરમ મસાલો, હળદર,કરકરો વરિયાળી નો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પૂરી માટેનુંસ્ટફિંગ તૈયાર છે. હવે તેના નાના નાના બોલ બનાવી ને એક પ્લેટમાં રાખી લ્યો.
બેદમી પૂરી બનાવવા માટેની રીત
- બેદમી પૂરી બનાવવા માટે સૌથી પેહલા લોટ ને ફરીથી એક વાર ગુંથી લ્યો. ત્યાર બાદ પૂરી માટેના લુવા તૈયાર કરી અને એક પ્લેટ માં રાખી લ્યો.
- હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેને હાથ થી થોડું પ્રેસ કરી ને ચપટું કરી લ્યો. હવે તેની વચ્ચે સ્ટફીંગનું બોલ રાખો. હવે તેને સરસ થી કવર કરી લ્યો. હવે તેલ લગાવી ને તેને હલ્કા હાથે વણી લ્યો. આવી રીતેબધી બેદમી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેપૂરી નાખો. હવે પૂરી ને બને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી સરસ થી તરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.હવે તૈયાર છે ટેસ્ટી બેદમી પૂરી.
ડુબકી આલુ બનાવવા માટેની રીત
- ડુબકી આલુ બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં લવિંગ,મરી, મોટી એલચી અને આખા ધાણા નાખો.
- હવે તેમાં ઝીણા સુધારેલા આદુ અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં પાણી નાખો. અને સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ તેમાં બાફેલા બટેટાને મસળી ને નાખો. હવે તેને સાત થી આઠ મિનિટ સુધી મીડીયમ તાપે ઉકળવા દયો.
- હવે એક થી બે મિનિટ સુધી શાક ને ફરી થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે ડુબકી આલુ.
- હવે ટેસ્ટી ગરમા ગરમ બેદમી પૂરી સાથે ડુબકી આલુ નું શાકખાવાનો આનંદ માણો.
Bedmi puri anedabki aalu recipe in gujarati notes
- ડુબકી આલુ ના શાક માં રસ વધારે લાગે તો થોડો ચણા નો લોટ નાખી ઘાટું કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ચણા ની દાળ અને કોબી નું શાક બનાવવાની રીત | Chana ni daal ane kobi nu shaak banavani rit
કેરડા નું અથાણું | કેર નું અથાણું | kerda nu athanu | keda nu athanu
સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi banavani rit | safed kadhi recipe in gujarati