આજે આપણે Be prakar ni suka nariyal ni chikki – બે પ્રકારની સૂકા નારિયળ ની ચીક્કી બનાવવાની રીત શીખીશું. આ ચીક્કી જેટલી સ્વાદિષ્ટ લાગે છે એટલી હેલ્થી પણ બને છે આજ આપણે સૂકા નારિયળ ના છીણ અને સૂકા નારિયળ ની કતરણ માંથી ચીક્કી બનાવતા શીખીશું.
નારિયલ સ્લાઈસ ચીક્કી બનાવવા જરૂરી સામગ્રી
- સૂકા નારિયળ ની સ્લાઈસ 1 ½ કપ
- બદામ ની કતરણ ¼ કપ
- પિસ્તા ની કતરણ 3-4 ચમચી
- છીણેલો ગોળ 1 કપ
- ઘી 1 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
નારિયલ છીણ ની ચીક્કી બનાવવા જરૂરી સામગ્રી
- છીણેલો ગોળ 150 ગ્રામ
- સૂકા નારિયળ નું છીણ 2 કપ
- ઘી 1 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
suka nariyal ni slice chikki | સૂકા નારિયળ ની સ્લાઈસ ચીક્કી
સૂકા નારિયળ ની સ્લાઈસ ની ચીક્કી બનાવવા સૌપ્રથમ સૂકા નારિયળ ની સાવ પાતળી પાતળી સ્લાઈસ કરી લેશું ત્યાર બાદ બદામ અને પિસ્તા ની પણ સ્લાઈસ કરી લેવી. હવે ગેસ પર એક કડાઈ માં ધીમા તાપે પાંચ સાત મિનિટ સુંધી સૂકા નારિયળ ની સ્લાઈસ ને હલાવતા રહી શેકી લ્યો. નારિયળ લાઈટ ગોલ્ડન થવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ ગરમ કડાઈ માં બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે ગેસ પર એજ કડાઈમાં છીણેલો ગોળ નાખી મિડીયમ તાપે હલાવતા રહો ગોળ ને ઓગળી લ્યો અને ગોળ નો રંગ ડાર્ક બ્રાઉન થવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી અથવા બંધ કરી ગોળ નો પાક થયો કે નહિ એ ચેક કરી લ્યો. ગોળ નો પાક થઈ જાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લીધા બાદ એમાં શેકી રાખેલ નારિયળ ની સ્લાઈસ, બદામ ની કતરણ, પીસ્તા ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલ થાળી માં નાખી પાતળી ફેલાવી લ્યો અને અને ચાકુથી કાપા કરો અને ઠંડી થવા દયો અને ઠંડી થાય ત્યાર બાદ કટકા કરી ભરી લ્યો. તો તૈયાર છે સૂકા નારિયળ ની ચીક્કી.
suka nariyal na chhin ni chikki | સૂકા નારિયળ ના છીણ ની ચીક્કી
નારિયળ ના છીણ ની ચીક્કી બનાવવા સૌથી પહેલા છીણેલો ગોળ કડાઈમાં નાખી ગેસ ચાલુ કરી ગોળ ને ઓગળી લ્યો અને ત્યાર બાદ ગોળ ગોલ્ડન બ્રાઉન થાય અને પાક બરોબર બની જાય ત્યાં સુંધી હલાવતા રહો અને વચ્ચે એક ચમચી ઘી નાખી ને મિક્સ કરી લ્યો અને પાક બરોબર તૈયાર થાય એટલે એમાં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
બેકિંગ સોડા બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં નારિયળ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગ્રીસ કરેલ પ્લેટ માં નાખો અથવા પ્લેટફોર્મ માં નાખી વણી ને પાતળી કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કાપા કરી કરી ઠંડી થવા દયો અને ચીક્કી ઠંડી થાય એટલે કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે સૂકા નારિયળના છીણની ચીક્કી.
Nariyal chikki recipe notes
- અહી તમને બેકિંગ સોડા ના નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો.
- ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- તમે ચીક્કી ને ગ્રીસ કરેલ થાળી અથવા ગ્રીસ કરેલ પ્લેટફોર્મ પર બનાવી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Be prakar ni suka nariyal ni chikki banavani rit
Be prakar ni suka nariyal ni chikki banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 ગ્રીસ કરેલથાળી અથવા ગ્રીસ કરેલ પ્લેટફોર્મ
Ingredients
નારિયલ સ્લાઈસ ચીક્કી બનાવવા જરૂરી સામગ્રી
- 1½ કપ સૂકા નારિયળ ની સ્લાઈસ
- ¼ કપ બદામ ની કતરણ
- 3-4 ચમચી પિસ્તા ની કતરણ
- 1 કપ છીણેલો ગોળ
- 1 ચમચી ઘી
- ¼ ચમચી બેકિંગ સોડા
નારિયલ છીણ ની ચીક્કી બનાવવા જરૂરી સામગ્રી
- 150 ગ્રામ છીણેલો ગોળ
- 2 કપ સૂકા નારિયળ નું છીણ
- 1 ચમચી ઘી
- ¼ ચમચી બેકિંગ સોડા
Instructions
suka nariyal ni slice chikki | સૂકા નારિયળ ની સ્લાઈસ ચીક્કી
- સૂકા નારિયળ ની સ્લાઈસ ની ચીક્કી બનાવવા સૌપ્રથમ સૂકા નારિયળ ની સાવ પાતળી પાતળી સ્લાઈસ કરી લેશું ત્યાર બાદ બદામ અને પિસ્તા ની પણ સ્લાઈસ કરી લેવી. હવે ગેસ પર એક કડાઈ માં ધીમા તાપે પાંચ સાત મિનિટ સુંધી સૂકા નારિયળ ની સ્લાઈસ ને હલાવતા રહી શેકી લ્યો. નારિયળ લાઈટ ગોલ્ડન થવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ ગરમ કડાઈ માં બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી બીજા વાસણમાં કાઢી લ્યો.
- હવે ગેસ પર એજ કડાઈમાં છીણેલો ગોળ નાખી મિડીયમ તાપે હલાવતા રહો ગોળ ને ઓગળી લ્યો અને ગોળ નો રંગ ડાર્ક બ્રાઉન થવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી અથવા બંધ કરી ગોળ નો પાક થયો કે નહિ એ ચેક કરી લ્યો. ગોળ નો પાક થઈ જાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લીધા બાદ એમાં શેકી રાખેલ નારિયળ ની સ્લાઈસ, બદામ ની કતરણ, પીસ્તા ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલ થાળી માં નાખી પાતળી ફેલાવી લ્યો અને અને ચાકુથી કાપા કરો અને ઠંડી થવા દયો અને ઠંડી થાય ત્યાર બાદ કટકા કરી ભરી લ્યો. તો તૈયાર છે સૂકા નારિયળ ની ચીક્કી.
suka nariyal na chhin ni chikki | સૂકા નારિયળ ના છીણ ની ચીક્કી
- નારિયળ ના છીણ ની ચીક્કી બનાવવા સૌથી પહેલા છીણેલો ગોળ કડાઈમાં નાખી ગેસ ચાલુ કરી ગોળ ને ઓગળી લ્યો અને ત્યાર બાદ ગોળ ગોલ્ડન બ્રાઉન થાય અને પાક બરોબર બની જાય ત્યાં સુંધી હલાવતા રહો અને વચ્ચે એક ચમચી ઘી નાખી ને મિક્સ કરી લ્યો અને પાક બરોબર તૈયાર થાય એટલે એમાં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- બેકિંગ સોડા બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં નારિયળ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગ્રીસ કરેલ પ્લેટ માં નાખો અથવા પ્લેટફોર્મ માં નાખી વણી ને પાતળી કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કાપા કરી કરી ઠંડી થવા દયો અને ચીક્કી ઠંડી થાય એટલે કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે સૂકા નારિયળના છીણની ચીક્કી.
Nariyal chikki recipe notes
- અહી તમને બેકિંગ સોડા ના નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો.
- ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- તમે ચીક્કી ને ગ્રીસ કરેલ થાળી અથવા ગ્રીસ કરેલ પ્લેટફોર્મ પર બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Sing ni sukhdi banavani rit | સિંગ ની સુખડી બનાવવાની રીત
Kali drax no jam banavani rit | કાળી દ્રાક્ષ નો જામ બનાવવાની રીત
Khajur ni mithai banavani rit | ખજૂર ની મીઠાઈ બનાવવાની રીત
Anjeer Khajur Vedmi banavani rit | અંજીર ખજૂર વેડમી બનાવવાની રીત
Mini mava kachori banavani rit | મીની માવા કચોરી બનાવવાની રીત
anjeer halvo banavani rit | અંજીર હલવો બનાવવાની રીત