તાળફળી નારિયળ જેવું જ એક ફળ છે અને નારિયળ જેવો જ એનો સ્વાદ હોય છે. ગરમી માં ખૂબ જ રાહત આપે છે અને એને ખાવા ન પણ ઘણા ફાયદા છે તેથી આ ઉનાળા માં તાળફળી ચોક્કસ થી ખાજો અને એમાંથી વિવિધ જ્યુસ અને આઈસ્ક્રીમ પણ બનાવજો. તો ચાલો આજે Be prakar na talfali juice – બે પ્રકારના તાળફળી જ્યૂસ બનાવવાની રીત શીખીએ.
તાળફળી જ્યુસ બનાવવા માટેની સામગ્રી
- તાળફળી 10- 12
- ખાંડ 2 – 3 ચમચી
- પાણી જરૂર મુજબ
પ્રથમ રીત બનાવવા માટેની સામગ્રી
- તાળફળી જ્યુસ 1 ગ્લાસ
- ફુદીના ના પાંદ 8- 10
- લીંબુનો રસ 1 ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- સંચળ / મીઠું ¼ ચમચી
- બરફ ના કટકા જરૂર મુજબ
બીજી રીત બનાવવા માટેની સામગ્રી
- તાળફળી જ્યુસ 1 ગ્લાસ
- સબ્જા બીજ 1 ચમચી
- ગુલાબ શરબત 1 ચમચી
- બરફ ના કટકા જરૂર મુજબ
Be prakar na talfali juice banavani rit
બે પ્રકારના તાળફળી જ્યૂસ બનાવવા સૌપ્રથમ દસ થી બાર તાળફળી ને સાફ કરી એના ફળ અલગ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી કાપી કટકા કરી લ્યો હવે તૈયાર કટકા ને મિક્સર જાર માં નાખો સાથે ખાંડ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. ત્યાર બાદ એક કપ પાણી નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી સ્મુથ જ્યુસ બનાવી લ્યો હવે તૈયાર જ્યુસ માં અડધો કપ પાણી નાખી મિક્સ કરી એક વાસણમાં કાઢી એક બાજુ મૂકો.
પ્રથમ રીતે તાળફળી જ્યૂસ બનાવવાની રીત
પીસી રાખેલ જ્યુસ માંથી એક ગ્લાસ જ્યુસ મિક્સર જાર માં નાખો સાથે ફુદીના ના પાંદ, સંચળ / મીઠું, લીંબુનો રસ, ચાર્ટ મસાલો નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો તૈયાર થયેલ જ્યુસ ને બફર નાખેલા ગ્લાસ માં નાખો અને ઠંડો ઠંડો મજા લ્યો ખાટો મીઠો તાળફળી જ્યુસ.
બીજી રીત તાળફળી જ્યૂસ બનાવવાની રીત
ગ્લાસ માં બરફ ના કટકા નાખી એના પર પલાળી રાખેલા સબ્જા બીજ ની બે ચમચી નાખો સાથે ગુલાબ શરબત નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પીસી રાખેલ જ્યુસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો ઠંડો ઠંડો ગુલાબ તાળફળી જ્યુસ.
Talfali Juice recipe notes
- ખાંડ ની જગ્યાએ સાકર, મધ કે સુગર ફ્રી પણ નાખી શકો છો . મધ નાખવા થી થોડો સ્વાદ માં ફરક આવી શકે.
- ખાંડ ની મીઠાસ તમારી પસંદમૂજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બે પ્રકારના તાળફળી જ્યૂસ બનાવવાની રીત

Be prakar na talfali juice banavani rit
Equipment
- 1 મોટું વાસણ
- 1 ગ્લાસ
- 1 મિક્સર
Ingredients
તાળફળી જ્યુસ બનાવવા માટેની સામગ્રી
- 10- 12 તાળફળી
- 2 – 3 ચમચી ખાંડ
- પાણી જરૂર મુજબ
પ્રથમ રીત બનાવવા માટેની સામગ્રી
- 1 ગ્લાસ તાળફળી જ્યુસ
- 8- 10 ફુદીના ના પાંદ
- 1 ચમચી લીંબુનો રસ
- ½ ચમચી ચાર્ટ મસાલો
- ¼ ચમચી સંચળ / મીઠું
- બરફ ના કટકા જરૂર મુજબ
બીજી રીત બનાવવા માટેની સામગ્રી
- 1 ગ્લાસ તાળફળી જ્યુસ
- 1 ચમચી સબ્જા બીજ
- 1 ચમચી ગુલાબ શરબત
- બરફ ના કટકા જરૂર મુજબ
Instructions
Be prakar na talfali juice banavani rit
- બે પ્રકારના તાળફળી જ્યૂસ બનાવવા સૌપ્રથમ દસ થી બાર તાળફળી ને સાફ કરી એના ફળ અલગ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી કાપી કટકા કરી લ્યો હવે તૈયાર કટકા ને મિક્સર જાર માં નાખો સાથે ખાંડ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. ત્યાર બાદ એક કપ પાણી નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી સ્મુથ જ્યુસ બનાવી લ્યો હવે તૈયાર જ્યુસ માં અડધો કપ પાણી નાખી મિક્સ કરી એક વાસણમાં કાઢી એક બાજુ મૂકો.
પ્રથમ રીતે તાળફળી જ્યૂસ બનાવવાની રીત
- પીસી રાખેલ જ્યુસ માંથી એક ગ્લાસ જ્યુસ મિક્સર જાર માં નાખો સાથે ફુદીના ના પાંદ, સંચળ / મીઠું, લીંબુનો રસ, ચાર્ટ મસાલો નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો તૈયાર થયેલ જ્યુસ ને બફર નાખેલા ગ્લાસ માં નાખો અને ઠંડો ઠંડો મજા લ્યો ખાટો મીઠો તાળફળી જ્યુસ.
બીજી રીત તાળફળી જ્યૂસ બનાવવાની રીત
- ગ્લાસ માં બરફ ના કટકા નાખી એના પર પલાળી રાખેલા સબ્જા બીજ ની બે ચમચી નાખો સાથે ગુલાબ શરબત નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પીસી રાખેલ જ્યુસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો ઠંડો ઠંડો ગુલાબ તાળફળી જ્યુસ.
Notes
- ખાંડ ની જગ્યાએ સાકર, મધ કે સુગર ફ્રી પણ નાખી શકો છો . મધ નાખવા થી થોડો સ્વાદ માં ફરક આવી શકે.
- ખાંડ ની મીઠાસ તમારી પસંદમૂજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Chiku milk shake | ચીકૂ મિલ્ક શેક બનાવવાની રીત
Falsa Sharbat banavani rit | ફાલસા શરબત બનાવવાની રીત
Gulkand lassi banavani rit | ગુલકંદ લસ્સી બનાવવાની રીત
Jeera soda sarbat premix banavani rit | જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત
Jambu nu sharbat in Gujarati | જાંબુ નો કાલા ખટ્ટા શરબત
Tran prakar ni chaas banavani rit | ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત