ગરમા ગરમ ભજીયા, વડા, ખાવાની જે મજા છે એ બીજા સેમાય નથી, આવી વાનગી નું નામ સાંભળી ને જ મોંઢા માં પાણી આવી જાય તેથી જ આજે અમે બટાકા વડા ની રેસીપી લાવ્યા છીએ. તો ચાલો બનાવીએ મુંબઈ સ્ટાઇલ બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં, batata vada banavani rit , batata vada recipe in Gujarati
બટાકા વડા બનાવવા જરૂરી સામગ્રી
- વડા તરવા માટે તેલ
વડા ના બટેટા સ્ટફિંગ માટે જરૂરી સામગ્રી
- ૬ બટાકા
- ૬ લીલા મરચાં
- ૫ લસણ ની કળી
- ૧ ઇંચ આદુ નો ટુકડો
- ૪ ચમચી તેલ
- ૧ ચમચી રાઈ
- મીઠું સ્વાદાનુસાર
- ૧ ચમચી અડદ ની દાળ
- ૧/૪ ચમચી હિંગ
- ૧૦-૧૨ મીઠા લીમડા ના પાન
- ૧/૪ ચમચી હળદર પાઉડર
- ૧/૪ કપ લીલા ધાણા સમારેલા
ચણા/ બેસન ના ઘોળ માટે જરૂરી સામગ્રી
- ૨ કપ બેસન
- ૧/૪ ચમચી મીઠું
- ૧/૪ ચમચી હળદર પાઉડર
- ૧ ચપટી ખાવાનો સોડા
બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં
બટાકા વડા ના સ્ટફિંગ બનાવવાની રીત
સૌ પ્રથમ એક કુકર માં ૩ સીટી વાગે ત્યાં સુધી બટેટા બાફી લેવા , બટેટા ને કુકર માંથી કાઢી ઠંડા થવા દેવા.
બટેટા ઠંડા થાય એટલે તેની છાલ કાઢી લેવી. એક બાઉલ માં બટેટા ને છૂંદી લેવા, હવે એક મિક્સર જારમાં લીલા મરચાં, લસણ ની કળી, આદુ નો ટુકડો લઈ એને જાડું પીસી લો.
એક વઘારિયા/ કડાઈ માં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને અડદ ની દાળ નાખો. રાઈ તતડે એટલે તેમાં હિંગ, લીમડા ના પાન, હળદર પાઉડર નાખી શેકી લો અને તેને છુંદેલા બટેટા માં નાખી દો અને તેમાં મીઠું સ્વાદાનુસાર અને લીલા ધાણા નાખી ને બરાબર મિક્સ કરી લો.
બટેટા નો મસાલો તૈયાર છે. હવે બેસન નો ઘોળ બનાવી વડા તરસુ.
બેસન ના ઘોળ બનાવવાની રીત
એક બાઉલ માં ૨ કપ બેસન, મીઠું, હરદર પાવડર, અને ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરો.
બટાકા વડા તરવા માટે
હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાં સુધી બટેટા ના સ્ટફિંગ માંથી નાના નાના ગોળા બનાવી તૈયાર કરી લો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં એક એક કરીને બધા ગોળા ને બેસન ના ઘોળ માં ડુબાડી ને તરવા મૂકો. વડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લો.
તૈયાર છે ટેસ્ટી બટેટા વડા. તેને ચટણી અને મરચા સાથે પીરસો, તમને બટાકા વડા ની રેસીપી કેવી લાગી અભિપ્રાય અચૂક થી જણાવવો
Batata vada recipe | Batata vada banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sarika’s Cooking Diary ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Batata vada recipe in Gujarati
બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં | બટાકા વડા ની રેસીપી | Batata vada recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
- વડાતરવા માટે તેલ
વડાના બટેટા સ્ટફિંગ માટે જરૂરી સામગ્રી
- 6 બટાકા
- 6 લીલા મરચાં
- 5 લસણ ની કળી
- 1 ઇંચ આદુ નો ટુકડો
- 4 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી અડદ ની દાળ
- ¼ ચમચી હિંગ
- 10-12 મીઠા લીમડા ના પાન
- ¼ ચમચી હળદર પાઉડર
- મીઠું સ્વાદાનુસાર
- ¼ કપ લીલા ધાણા સમારેલા
ચણા/બેસન ના ઘોળ માટે જરૂરી સામગ્રી
- 2 કપ બેસન
- ¼ ચમચી મીઠું
- ¼ ચમચી હળદર પાઉડર
- 1 ચપટી ખાવાનો સોડા
Instructions
બટાકા વડા બનાવવાની રીત | Batata vada recipe in Gujarati
- બટાકા વડા બનાવવાની રીત મા પેલે આપણે વડા નું સ્ટફિંગ શીખીશું , પછી બેસન નો ઘોળ બનાવતા શીખીશું
બટાકા વડા ના સ્ટફિંગ બનાવવાની રીત
- સૌપ્રથમ એક કુકર માં ૩ સીટી વાગે ત્યાં સુધી બટેટા બાફી લેવા.
- બટેટાને કુકર માંથી કાઢી ઠંડા થવા દેવા.
- બટેટા ઠંડા થાય એટલે તેની છાલ કાઢી લેવી. એક બાઉલ માં બટેટા ને છૂંદી લેવા.
- હવે એક મિક્સર જારમાં લીલા મરચાં,લસણ ની કળી, આદુ નો ટુકડો લઈ એને જાડુંપીસી લો.
- એ કવઘારિયા/ કડાઈ માં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને અડદ ની દાળ નાખો. રાઈ તતડે એટલેતેમાં હિંગ, લીમડા ના પાન, હળદર પાઉડર નાખી શેકી લો અનેતેને છુંદેલા બટેટા માં નાખી દો અને તેમાં મીઠું સ્વાદાનુસાર અને લીલા ધાણા નાખીને બરાબર મિક્સ કરી લો.
- બટેટાનો મસાલો તૈયાર છે. હવે બેસન નો ઘોળ બનાવી વડા તરસુ.
બેસનના ઘોળ બનાવવાની રીત
- એક બાઉલ માં ૨ કપ બેસન,મીઠું, હરદર પાવડર, અને ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરો.
બટાકા વડા તરવા માટે
- હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાં સુધી બટેટા ના સ્ટફિંગ માંથીનાના નાના ગોળા બનાવી તૈયાર કરી લો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં એક એક કરીને બધાગોળા ને બેસન ના ઘોળ માં ડુબાડી ને તરવા મૂકો. વડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લો.
- તૈયાર છે ટેસ્ટી બટેટા વડા. તેને ચટણી અને મરચા સાથે પીરસો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat recipe in Gujarati
પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati