HomeNastaબટાકા સોજી બોલ બનાવવાની રીત | Bataka soji bol banavani rit |...

બટાકા સોજી બોલ બનાવવાની રીત | Bataka soji bol banavani rit | Bataka soji bol recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બટાકા સોજી બોલ બનાવવાની રીત – Bataka soji bol banavani rit શીખીશું. ઝરમર વરસતા વરસાદમાં ગરમા ગરમ ભજીયા, પકોડા કે કોઈ નાસ્તો મળી જાય તો મજા આવી જાય, If you like the recipe do subscribe Nirmla Nehra  YouTube channel on YouTube , આજ આપણે એક એવોજ નાસ્તો બનાવશું જે તમેને વરસતા વરસાદમાં અથવા નાની મોટી પાર્ટી માં તૈયાર કરી ને ખસો ને ખવડાવશો તો બધાને ખૂબ પસંદ આવશે. તો ચાલો Bataka soji bol recipe in gujarati શીખીએ.

બટાકા સોજી બોલ બનાવવા જરૂરી સામગ્રી

  • બટાકા 4-5
  • સોજી 1 કપ
  • તેલ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • મીઠા લીમડાના પાન સુધારેલ 7-8
  • સફેદ તલ 2 ચમચી
  • લસણની પેસ્ટ 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ / લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 2 કપ
  • તરવા માટે તેલ

બટાકા સોજી બોલ બનાવવાની રીત

બટાકા સોજી બોલ બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી ને પાણી મા નાખો ત્યાર બાદ છીણી વડે બધા બટાકા ને પાણી માજ છીણી લ્યો બધા બટાકા ને છીણી લીધા બાદ છીણેલા બટાકા ને ત્રણ ચાર પાણી થી ધોઇ લ્યો જેથી બટાકા નો સ્ટાર્ચ નીકળી જાય ત્યાર બાદ છીણેલા  બટાકા ને પાણીમાં જ રહેવા દયો. પાંચ મિનિટ પછી ચારણી માં નાખી એનું પાણી નીતરવા મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, મીઠા લીમડાના પાન સુધારેલ, સફેદ તલ અને લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં બે કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ચડવા દયો. પાણી ઉકળવા લાગે એટલે એમાં નિતારેલ બટાકા નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ફરી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ચડવા દયો. મિશ્રણ નું પાણી ઉકળવા લાગે એટલે એમાં સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખો.

સોજી ને બરોબર હલાવતા રહો કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી પાંચ મિનિટ ઢાંકી ને રહેવા દયો. પાંચ મિનિટ પછી મિશ્રણ ને બીજા મોટા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો. ( તમે આ ઠંડા થયેલ મિશ્રણ ને ફ્રીઝ માં મૂકી એક બે દિવસ સુંધી રાખી શકો છો )

મિશ્રણ ઠંડુ થાય એટલે ગોળ કે લંબગોળ જેવા આકાર ના બોલ બનાવવા હોય એ આકાર ના બોલ બનાવી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ બટાકા સોજી બોલ નાખી બે મિનિટ એમજ રહવા દઈ ત્યાર બાદ ઝારા થી હલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવી ને ચડાવી લ્યો ત્યાર બાદ બહાર કાઢી લ્યો આમ બધા બોલ ને ગોલ્ડન તરી લ્યો ને લીલી ચટણી કે સોસ સાથે મજા લ્યો બટાકા સોજી બોલ.

Bataka soji bol recipe in gujarati notes

અહીં તીખાશ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો. જો બાળકો માટે બનાવતા હો તો તીખાશ ના રાખવી.

બાફેલા મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝ માં કે ફ્રીજર માં મૂકી ને ખાવા સમયે ગરમ તેલ માં તરી ને મજા લઇ શકો છો.

તમે પાર્ટી માટે તૈયાર બોલ ને અડધા તરી રાખી દયો ને સર્વ કરતી વખતે ફૂલ તાપે તેલ માં બે મિનિટ તરી ગરમ ગરમ સર્વ કરી શકો છો.

બાળકો ને સ્કૂલ માં ટિફિન માં પણ બનાવી ને આપી શકો છો રાત્રે મિશ્રણ તૈયાર કરી બાળકો ના મનગમતા આકાર માં  આકાર આપી ફ્રીઝ માં મૂકી દયો સવારે ગરમ તેલ માં તરી ને આપી શકો છો .

Bataka soji bol banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Bataka soji bol recipe in gujarati

બટાકા સોજી બોલ - બટાકા સોજી બોલ બનાવવાની રીત - Bataka soji bol banavani rit - Bataka soji bol recipe in gujarati

બટાકા સોજી બોલ બનાવવાની રીત | Bataka soji bol banavani rit | Bataka soji bol recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બટાકા સોજી બોલ બનાવવાની રીત – Bataka soji bol banavani rit શીખીશું. ઝરમર વરસતા વરસાદમાં ગરમા ગરમ ભજીયા, પકોડા કે કોઈ નાસ્તોમળી જાય તો મજા આવી જાય, આજ આપણે એક એવોજ નાસ્તો બનાવશું જે તમેનેવરસતા વરસાદમાં અથવા નાની મોટી પાર્ટી માં તૈયાર કરી ને ખસો ને ખવડાવશો તો બધાને ખૂબપસંદ આવશે. તો ચાલો Bataka soji bol recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બટાકા સોજી બોલ બનાવવા જરૂરી સામગ્રી

  • 4-5 બટાકા
  • 1 કપ સોજી
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 7-8 મીઠા લીમડાના પાન સુધારેલ
  • 2 ચમચી સફેદ તલ
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 1-2 ચમચી ચીલી ફ્લેક્સ / લાલ મરચાનો પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 કપ પાણી
  • તરવા માટે તેલ

Instructions

બટાકા સોજી બોલ બનાવવાની રીત | Bataka soji bol banavani rit | Bataka soji bol recipe in gujarati

  • બટાકા સોજી બોલ બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી ને પાણી મા નાખો ત્યાર બાદ છીણી વડે બધા બટાકા ને પાણી માજ છીણી લ્યો બધા બટાકા ને છીણી લીધા બાદ છીણેલા બટાકા ને ત્રણ ચાર પાણી થી ધોઇ લ્યો જેથી બટાકા નો સ્ટાર્ચ નીકળી જાય ત્યાર બાદ છીણેલા  બટાકા ને પાણીમાં જ રહેવા દયો. પાંચ મિનિટ પછી ચારણીમાં નાખી એનું પાણી નીતરવા મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, મીઠા લીમડાના પાન સુધારેલ, સફેદ તલ અને લસણની પેસ્ટ નાખીમિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં બે કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ચડવા દયો. પાણી ઉકળવા લાગે એટલે એમાં નિતારેલ બટાકા નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યોઅને ફરી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ચડવા દયો. મિશ્રણ નું પાણીઉકળવા લાગે એટલે એમાં સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખો.
  • સોજી ને બરોબર હલાવતા રહો કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી પાંચ મિનિટ ઢાંકી ને રહેવા દયો. પાંચ મિનિટ પછી મિશ્રણ ને બીજા મોટા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો. ( તમે આ ઠંડા થયેલ મિશ્રણ ને ફ્રીઝ માં મૂકી એક બે દિવસ સુંધી રાખી શકો છો)
  • મિશ્રણ ઠંડુ થાય એટલે ગોળ કે લંબગોળ જેવા આકાર ના બોલ બનાવવા હોય એ આકાર ના બોલ બનાવી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ બટાકા સોજી બોલ નાખી બે મિનિટ એમજ રહવા દઈ ત્યાર બાદ ઝારા થી હલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવીને ચડાવી લ્યો ત્યાર બાદ બહાર કાઢી લ્યો આમ બધા બોલ ને ગોલ્ડન તરી લ્યો ને લીલી ચટણીકે સોસ સાથે મજા લ્યો બટાકા સોજી બોલ.

Bataka soji bol recipe in gujarati notes

  • અહીં તીખાશ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો. જો બાળકો માટે બનાવતા હો તો તીખાશ ના રાખવી.
  • બાફેલા મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝ માં કે ફ્રીજર માં મૂકી ને ખાવા સમયે ગરમ તેલમાં તરી ને મજા લઇ શકો છો.
  • તમે પાર્ટી માટે તૈયાર બોલ ને અડધા તરી રાખી દયો ને સર્વ કરતી વખતે ફૂલ તાપે તેલ માં બે મિનિટ તરી ગરમ ગરમ સર્વ કરી શકો છો.
  • બાળકો ને સ્કૂલ માં ટિફિન માં પણ બનાવી ને આપી શકો છો રાત્રે મિશ્રણ તૈયાર કરી બાળકો ના મન ગમતાઆકાર માં  આકાર આપી ફ્રીઝ માં મૂકી દયો સવારેગરમ તેલ માં તરી ને આપી શકો છો .
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મોમોઝ પરોઠા બનાવવાની રીત | momos parotha banavani rit | momos paratha recipe in gujarati

મકાઈ નો ચેવડો | makai no chevdo banavani rit | makai no chevdo recipe in gujarati

ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati

દાબેલીનો મસાલો બનાવવાની રીત | dabeli no masalo banavani rit | dabeli masala recipe in gujarati | kacchi dabeli masala

ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular