મિત્રો તમે બરોબર વાંચ્યું બટાકા માંથી જલેબી. અત્યાર સુંધી આપણે બજાર માં મેંદા માંથી બનાવાયેલી જલેબી ની મજા તો લીધી પણ આજ આપણે વ્રત ઉપવાસમાં અથવા ભગવાન ને ભોગ માં ધરાવી શકાય એવી Bataka ni farali jalebi – બટાકા ની ફરાળી જલેબી બનાવતા શીખીશું જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી રસીલી બનશે.
ચાસણી માટેની સામગ્રી
- ખાંડ 1 ½ કપ
- કેસર ના તાંતણા 15-20
- એલચી પાઉડર ¼ ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- પાણી 1 કપ
જલેબી બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 1 કપ
- નવશેકું દૂધ ½ કપ
- ફરાળી લોટ 1 કપ
- દહીં 3 ચમચી
- બેકિંગ સોડા 1 -2 ચપટી
- તેલ / ઘી તરવા માટે
Bataka ni farali jalebi banavani rit
બટાકા ની ફરાળી જલેબી બનાવવા સૌપ્રથમ આપણે ચાસણી બનાવી લેશું. ચાસણી બનાવવા કડાઈમાં ખાંડ અને એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ બરોબર ઓગળી જાય એટલે એમાં કેસર ના તાંતણા નાખી બરોબર મિક્સ કરી ચાસણી ને ઉકાળી લ્યો.
ચાસણી ઉકળવા લાગે એટલે એલચી પાઉડર અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ફરીથી ચાસણી ને એક તાર ની થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ચાસણી એક તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખો અને ચાસણી ને એક બાજુ મૂકો.
હવે કથરોટ માં બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ એમાં નવશેકું દૂધ નાખી બને સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર સામગ્રી ને ગરણી વડે ગાળી લ્યો જેથી એમાં કોઈ ગાંઠા નહિ રહે. ત્યાર બાદ એમાં થોડો થોડો ચાળી ને રાખેલ ફરાળી લોટ નાખતા જઈ મિક્સ કરતા જાઓ લોટ બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં દહીં અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી ફેટી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં ઘી / તેલ ગરમ કરી લ્યો અને ઘી કે તેલ મિડીયમ ગરમ થાય ત્યાં સુંધી માં તૈયાર મિશ્રણ ને પ્લાસ્ટિક બેગ અથવા બોટલ માં ભરી લ્યો અને ત્યાર બાદ નવશેકા ઘી માં ગોળ ગોળ ફેરવી જલેબી બનાવી લ્યો. હવે એક બાજુ ગોલ્ડન થાય એટલે ઉથલાવી લ્યો અને ત્યાર બાદ બીજી બાજુ ઉથલાવી ગોલ્ડન તરી લ્યો.
બને બાજુ થી જલેબી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઘી માંથી કાઢી તૈયાર કરેલ નવશેકી ચાસણમાં નાખી બોળી લ્યો અને અડધી મિનિટ પછી ચાસણમાંથી કાઢી લ્યો અને ચારણી માં મૂકો જેથી વધારા ની ચાસણી નિતારી જાય. આમ થોડી થોડી જલેબી તરી ચાસણી માં બોળી કાઢી લ્યો અને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી મજા લ્યો. તો તૈયાર છે બટાકા ની ફરાળી જલેબી.
Jalebi recipe notes
- અહી તમે દૂધ , બાફેલા બટકા ને મિક્સર જાર માં નાખી ને પણ મિક્સ કરી શકો છો ત્યાર બાદ એમાં લોટ અને દહી નાખી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી શકો છો.
- જલેબી ના ફૂલ તાપે ના ધીમા તાપે તરવી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બટાકા ની ફરાળી જલેબી બનાવવાની રીત
Bataka ni farali jalebi banavani rit
Equipment
- 1 ફ્લેટ કડાઈ
- 1 છીણી
- 1 તપેલી
Ingredients
ચાસણી માટેની સામગ્રી
- 1 ½ કપ ખાંડ
- 15-20 કેસર ના તાંતણા
- ¼ ચમચી એલચી પાઉડર
- 1 ચમચી લીંબુ નો રસ
- 1 કપ પાણી
જલેબી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ બાફેલા બટાકા
- ½ કપ નવશેકું દૂધ
- 1 કપ ફરાળી લોટ
- 3 ચમચી દહીં
- 1-2 ચપટી બેકિંગ સોડા
- તેલ / ઘી તરવા માટે
Instructions
Bataka ni farali jalebi banavani rit
- બટાકા ની ફરાળી જલેબી બનાવવા સૌપ્રથમ આપણે ચાસણી બનાવી લેશું. ચાસણી બનાવવા કડાઈમાં ખાંડ અને એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ બરોબર ઓગળી જાય એટલે એમાં કેસર ના તાંતણા નાખી બરોબર મિક્સ કરી ચાસણી ને ઉકાળી લ્યો.
- ચાસણી ઉકળવા લાગે એટલે એલચી પાઉડર અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ફરીથી ચાસણી ને એક તાર ની થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ચાસણી એક તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખો અને ચાસણી ને એક બાજુ મૂકો.
- હવે કથરોટ માં બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ એમાં નવશેકું દૂધ નાખી બને સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર સામગ્રી ને ગરણી વડે ગાળી લ્યો જેથી એમાં કોઈ ગાંઠા નહિ રહે. ત્યાર બાદ એમાં થોડો થોડો ચાળી ને રાખેલ ફરાળી લોટ નાખતા જઈ મિક્સ કરતા જાઓ લોટ બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં દહીં અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી ફેટી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં ઘી / તેલ ગરમ કરી લ્યો અને ઘી કે તેલ મિડીયમ ગરમ થાય ત્યાં સુંધી માં તૈયાર મિશ્રણ ને પ્લાસ્ટિક બેગ અથવા બોટલ માં ભરી લ્યો અને ત્યાર બાદ નવશેકા ઘી માં ગોળ ગોળ ફેરવી જલેબી બનાવી લ્યો. હવે એક બાજુ ગોલ્ડન થાય એટલે ઉથલાવી લ્યો અને ત્યાર બાદ બીજી બાજુ ઉથલાવી ગોલ્ડન તરી લ્યો.
- બને બાજુ થી જલેબી ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઘી માંથી કાઢી તૈયાર કરેલ નવશેકી ચાસણમાં નાખી બોળી લ્યો અને અડધી મિનિટ પછી ચાસણમાંથી કાઢી લ્યો અને ચારણી માં મૂકો જેથી વધારા ની ચાસણી નિતારી જાય. આમ થોડી થોડી જલેબી તરી ચાસણી માં બોળી કાઢી લ્યો અને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી મજા લ્યો. તો તૈયાર છે બટાકા ની ફરાળી જલેબી.
Jalebi recipe notes
- અહી તમે દૂધ , બાફેલા બટકા ને મિક્સર જાર માં નાખી ને પણ મિક્સ કરી શકો છો ત્યાર બાદ એમાં લોટ અને દહી નાખી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી શકો છો.
- જલેબી ના ફૂલ તાપે ના ધીમા તાપે તરવી.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
farali dhokla banavani rit | ફરાળી ઢોકળા બનાવવાની રીત
Rajgara no shiro banavani rit | રાજગરાનો નો શીરો બનાવવાની રીત
rajgara na paratha banavani rit | રાજગરા ના પરોઠા બનાવવાની રીત
rajgara ni puri in gujarati | રાજગરા ની પુરી બનાવવાની રીત
Sabudana Thalipeeth banavani rit | સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત
Shakkariya sabudana ni farali kheer | શક્કરિયા સાબુદાણા ની ફરાળી ખીર