નમસ્તે મિત્રો આજે આપણે બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત – Bataka na samosa roll banavani rit શીખીશું, If you like the recipe do subscribe N’Oven – Cake & Cookies YouTube channel on YouTube , સમોસા કોને ના ભાવે નાના હોય કે મોટા બધા ને સમોસા તો ભાવે જ, પણ સમોસા બનાવવાની જંજટ એટલી હોય કે ઘરે બનાવવાનુ મન ના થાય ને એટલે જ સમોસા હમેશા બજારમાંથી લઈ આવતા હોઈએ પણ આજ આપણે ખૂબ ઝડપ થી તૈયાર થઈ જાય ને અને ટેસ્ટી ને એક અલગ જ આકાર માં મળે તો મજા આવી જાય તો ચાલો આજ હમેશા ના ત્રિકોણ કે અર્ધ ગોળ સમોસા ની જગ્યાએ રોલ સમોસા બનાવીએ, તો ચાલો samosa roll recipe in gujarati શીખીએ.
સમોસા માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉં નો લોટ / મેંદા નો લોટ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 1-2 ચમચી
- કલોંજી / અજમો ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 2-3
- ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- જીરું ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- કોર્ન ફ્લોર 2 ચમચી
- તરવા માટે તેલ
બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત
બટાકા ના સમોસા રોલ બનાવવા સૌ પ્રથમ આપણે સમોસા નો લોટ બાંધી એક બાજુ મુકશું ત્યાર બાદ એનું સ્ટફિંગ બનાવી લેશું અને લોટ માંથી મોટી રોટલી બનાવી એના પર તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી જે સાઇઝ ના રોલ બનાવવા હોય એ સાઇઝ ના કાપા કરી રોલ બનાવી તરી લેશું.
સમોસા નો લોટ બાંધવાની રીત
એક વાસણમાં ઘઉં નો લોટ અથવા મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, કલોંજી/અજમો નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો અને થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ પર એક ચમચી તેલ નાખી મસળી એક બાજુ મૂકો.
સમોસા નું સ્ટફિંગ બનાવવાની રીત
એક વાસણમાં બાફેલા બટાકા ને બરોબર મેસ કરી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા,લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, જીરું, લીલા ધાણા સુધારેલા, મીઠું સ્વાદ મુજબ અને કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સ્ટફિંગ નો મસાલો તૈયાર કરી લ્યો.
હવે બાંધેલા લોટ ના બે સરખા ભાગ કરી એક ભાગ નો ગોળ લુવો કરી કોરા લોટ ની મદદ થી વેલણ વડે રોટલી થી થોડી જાડી મોટી રોટલી બનાવી લ્યો. હવે રોટલી ની વચ્ચે એક નાની વાટકી મૂકી એની આજુ બાજુ બધે તૈયાર કરેલ સ્ટફિંગ નું એક મીડીયમ જાડું પડ બનાવી ફેલાવી લ્યો હવે વાટકી ને ઉપાડી લ્યો.
હવે એમાં વચ્ચે અને કિનારી પર પાણી વારો હાથ લગાવી લ્યો અને ચાકુ કે કટર થી એમાં પહેલા પ્લસ માં કાપી લ્યો ત્યાર બાદ ફરી બીજો પ્લસ માં કાપો આમ નાના નાના ત્રિકોણ બને એમ કાપા પાડી લ્યો ત્યાર બાદ એક ત્રિકોણ ને બહાર થી અંદર ની બાજુ રોલ બનાવતા જાઓ આમ બધા ત્રિકોણ ના રોલ બનાવી લ્યો.
અથવા જો તમેને ત્રિકોણ ના બનાવવા હોય તો લાંબા ઊભા કાપા કરી એક બાજુ થી રોલ પણ કરી શકો છો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ રોલ નાખી બે ચાર મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ચમચા થી ઉથલાવી ને બધી બાજુ મીડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો આમ બધા રોલ સમોસા તૈયાર કરી ગોલ્ડન તરી લ્યો ને ત્યારબાદ ચટણી અને સોસ સાથે સર્વ કરો બટાકા ના રોલ સમોસા.
Bataka na samosa roll recipe in gujarati notes
- અહી તમે સમોસા હેલ્થી બનાવવા હોય તો ઘઉંનો લોટ અથવા મલ્ટી ગ્રેન લોટ વાપરી શકો છો.
- મસાલા માં તમે તમારી પસંદ ના મસાલા નાખી શકો છો.
- સમોસા ને મીડીયમ તાપે ગોલ્ડન તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
- સમોસા ને તમે તેલ થી ગ્રીસ કરી ઓવેન કે એર ફાયર માં પણ સેકી શકો છો
Bataka na samosa roll banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર N’Oven – Cake & Cookies ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
samosa roll recipe in gujarati
બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત | Bataka na samosa roll banavani rit | samosa roll recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સમોસા માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ / મેંદા નો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- 1-2 ચમચી તેલ
- ¼ ચમચી કલોંજી / અજમો
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 2-3 બાફેલા બટાકા
- 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી જીરું
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- 2 ચમચી કોર્ન ફ્લોર
- તરવા માટે તેલ
Instructions
બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત | Bataka na samosa roll banavani rit | samosa roll recipe in gujarati
- બટાકાના સમોસા રોલ બનાવવા સૌ પ્રથમ આપણે સમોસા નો લોટ બાંધી એક બાજુ મુકશું ત્યારબાદ એનું સ્ટફિંગ બનાવી લેશું અને લોટ માંથી મોટી રોટલી બનાવી એના પર તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી જે સાઇઝ ના રોલ બનાવવા હોય એ સાઇઝ ના કાપા કરી રોલ બનાવી તરી લેશું.
સમોસા નો લોટ બાંધવાની રીત
- એક વાસણમાં ઘઉં નો લોટ અથવા મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, કલોંજી/અજમો નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યોઅને થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ પર એક ચમચી તેલ નાખી મસળીએક બાજુ મૂકો.
સમોસા નું સ્ટફિંગ બનાવવાની રીત
- એક વાસણમાં બાફેલા બટાકા ને બરોબર મેસ કરી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા,લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટમસાલો, જીરું, લીલા ધાણા સુધારેલા,મીઠું સ્વાદ મુજબ અને કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સ્ટફિંગનો મસાલો તૈયાર કરી લ્યો.
- હવે બાંધેલા લોટ ના બે સરખા ભાગ કરી એક ભાગ નો ગોળ લુવો કરી કોરા લોટ ની મદદ થી વેલણ વડેરોટલી થી થોડી જાડી મોટી રોટલી બનાવી લ્યો. હવે રોટલી ની વચ્ચે એક નાની વાટકી મૂકી એની આજુ બાજુ બધે તૈયાર કરેલ સ્ટફિંગનું એક મીડીયમ જાડું પડ બનાવી ફેલાવી લ્યો હવે વાટકી ને ઉપાડી લ્યો.
- હવે એમાં વચ્ચે અને કિનારી પર પાણી વારો હાથ લગાવી લ્યો અને ચાકુ કે કટર થી એમાં પહેલા પ્લસ માં કાપી લ્યો ત્યાર બાદ ફરી બીજો પ્લસ માં કાપો આમ નાના નાના ત્રિકોણ બને એમ કાપા પાડી લ્યો ત્યાર બાદ એક ત્રિકોણ ને બહાર થી અંદર ની બાજુ રોલ બનાવતા જાઓ આમ બધા ત્રિકોણ ના રોલ બનાવી લ્યો.
- અથવા જો તમેને ત્રિકોણ ના બનાવવા હોય તો લાંબા ઊભા કાપા કરી એક બાજુ થી રોલ પણ કરી શકો છો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ રોલ નાખી બેચાર મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ચમચા થી ઉથલાવી ને બધી બાજુ મીડીયમ તાપે ગોલ્ડન તરીલ્યો આમ બધા રોલ સમોસા તૈયાર કરી ગોલ્ડન તરી લ્યો ને ત્યારબાદ ચટણી અને સોસ સાથે સર્વકરો બટાકા ના રોલ સમોસા.
samosa roll recipe in gujarati notes
- અહી તમે સમોસા હેલ્થી બનાવવા હોય તો ઘઉંનો લોટ અથવા મલ્ટી ગ્રેન લોટ વાપરી શકો છો.
- મસાલામાં તમે તમારી પસંદ ના મસાલા નાખી શકો છો.
- સમોસાને મીડીયમ તાપે ગોલ્ડન તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
- સમોસા ને તમે તેલ થી ગ્રીસ કરી ઓવેન કે એર ફાયર માં પણ સેકી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મુરુક્કુ બનાવવાની રીત | Murukku banavani rit | Murukku recipe in gujarati
ચીકોડી બનાવવાની રીત | chikodi banavani rit | chikodi recipe in gujarati
લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit
ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.