આજે આપણે Bataka Capsicum Rice – બટાકા કેપ્સીકમ રાઈસ બનાવવાની રીત શીખીશું. નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે આ રાઈસ બનાવી ને મજા લઈ શકો છો અને આ રાઈસ થોડા સમય માં બનાવી તૈયારી કરી પેટ ભરી શકાય છે તો ચાલો આ રાઈસ બનાવવાની રીત શીખીએ.
Ingredients
- બટાકા 2 ના કટકા
- કેપ્સીકમ 2 ના કટકા
- ડુંગળી 1- 2 ન ઝીણી સમારેલી
- બાસમતી ચોખા 1 કપ
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- મીઠા લીમડા ના પાંદ 8- 18
- ગરમ મસાલો 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- ફુદીના ના પાંદ 15- 20
- તેલ 2- 3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Bataka Capsicum Rice banavani recipe
બટાકા કેપ્સીકમ રાઈસ બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઈ છોલી સાફ કરી નાના કટકા કરી પાણી માં નાખી દયો અને ડુંગળી પણ ઝીણી સમારી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ કેપ્સીકમ ને પણ ઝીણા સુધારી લ્યો. હવે બાસમતી ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ પાણી નાખી પલાળી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કૂકર માં તેલ નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા બટાકા, કેપ્સીકમ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો.
બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ચોખા નિતારી ને નાખો સાથે જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ થી સાત મિનિટ ચડાવી લ્યો
સાત મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી મજા લ્યો . તો તૈયાર છે બટાકા કેપ્સીકમ રાઈસ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બટાકા કેપ્સીકમ રાઈસ બનાવવાની રેસીપી

Bataka Capsicum Rice banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 2 બટાકા ના કટકા
- 2 કેપ્સીકમ ના કટકા
- 1-2 ડુંગળી ઝીણી સમારેલી
- 1 કપ બાસમતી ચોખા
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 8-18 મીઠા લીમડા ના પાંદ
- 1 ચમચી ગરમ મસાલો
- ¼ ચમચી હિંગ
- 15- 20 ફુદીના ના પાંદ
- 2-3 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Bataka Capsicum Rice banavani recipe
- બટાકા કેપ્સીકમ રાઈસ બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઈ છોલી સાફ કરી નાના કટકા કરી પાણી માં નાખી દયો અને ડુંગળી પણ ઝીણી સમારી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ કેપ્સીકમ ને પણ ઝીણા સુધારી લ્યો. હવે બાસમતી ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ પાણી નાખી પલાળી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કૂકર માં તેલ નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા બટાકા, કેપ્સીકમ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો.
- બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ચોખા નિતારી ને નાખો સાથે જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ થી સાત મિનિટ ચડાવી લ્યો
- સાત મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી મજા લ્યો . તો તૈયાર છે બટાકા કેપ્સીકમ રાઈસ.
Notes
- પાણી ની માત્રા ઓછી વધુ થઈ શકે છે. જો ચોખા નવા હશે તો પાણી ઓછું જોઇએ અને ચોખા જૂના હશે તો પાણી વધુ જોઈએ.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Khajur no mukhvas banavani recipe | ખજૂર નો મુખવાસ બનાવવાની રેસીપી
Rajsthani styale chorafari nu shaak | રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક
Potli daal dhokli | પોટલી દાળ ઢોકળી બનાવવાની રેસીપી
tandoori masala banavani rit | તંદુરી મસાલો બનાવવાની રીત
Makhan banavani rit | માખણ બનાવવાની રીત