બાસુંદી એ તહેવારોમાં અથવા ફરાળમાં વપરાતી લોકપ્રિય વાનગી છે અને ઘણા લોકો બાસુંદી બનાવવાની રેસીપી શોધતા પણ હોય છે તો ચાલો બાસુંદી બનાવવાની રીત શીખીએ જે ખુબજ સરળ છે, basundi recipe in gujarati, basundi banavani rit gujarati ma.
બાસુંદી બનાવવા જરૂરી સામગ્રી
- ૨ લીટર દૂધ
- ૧/૪ ચમચી એલચી પાવડર
- ૨ ચમચા જીણા કાપેલા કાજું
- ૨ ચમચા જીણા કાપેલા પિસ્તા
- ૧/૨ કપ ખાંડ
- ૮-૧૦ કેસર
- ૨ ચમચા જીણા કાપેલા બદામ
Basundi banavani rit gujarati ma
સૌપ્રથમ એક કડાઈમાં બે લીટર દૂધ લઇ તેને ગરમ કરવા મૂકો. દૂધ એક ઉકાળો આવે એટલે એમાં ઝીણા સુધારેલા કાજુ ઝીણા સુધારેલા અથવા કાપેલા પિસ્તા ઝીણા કાપેલા બદામ નાખી ધીમા તાપે દૂધ ઉકળવા દો.
દૂધ વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહેવું. 30 મિનિટ સુધી ધીમા તાપે દૂધને ઉકળવા દેવું. પછી તેમાં અડધો કપ ખાંડ નાખવી અને આઠ-દસ કેસરના તાંતણા નાખવા, પછી તેને 5 મીનિટ સુધી અથવા ખાંડ ઓગળે ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું.
પછી તેમાં એલચીનો પાઉડર નાખો,હવે દૂધ ઘટ્ટ થઈ ગયું હશે એટલે તેને સર્વિંગ બાઉલમાં અથવા કપમાં ગરમ ગરમ પીરસો.
જો ઠંડી બાસુંદી પસંદ હોય તો તેને ફ્રિજમાં રાખી બે-ત્રણ કલાક પછી ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ ભભરાવી પીરસો.
બાસુંદી બનાવવાની રીત | બાસુંદી ની રેસીપી
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Basundi recipe in gujarati
બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit
Ingredients
બાસુંદી બનાવવા જરૂરી સામગ્રી
- 2 લીટર દૂધ
- ¼ ચમચી એલચી પાવડર
- 2 ચમચા જીણા કાપેલા કાજું
- 2 ચમચા જીણા કાપેલા પિસ્તા
- ½ કપ ખાંડ
- 2 ચમચા જીણા કાપેલા બદામ
- 8-10 કેસર
Instructions
બાસુંદી ની રેસીપી – બાસુંદી બનાવવાની રીત – basundi recipe in gujarati – basundi banavani rit gujarati ma
- સૌપ્રથમ એક કડાઈમાં બે લીટર દૂધ લઇ તેને ગરમ કરવા મૂકો. દૂધએક ઉકાળો આવે એટલે એમાં ઝીણા સુધારેલા કાજુ ઝીણા સુધારેલા અથવા કાપેલા પિસ્તા ઝીણા કાપેલા બદામ નાખી ધીમા તાપે દૂધ ઉકળવા દો.
- દૂધ વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહેવું. 30 મિનિટ સુધીધીમા તાપે દૂધને ઉકળવા દેવું. પછી તેમાં અડધો કપ ખાંડ નાખવી અને આઠ-દસ કેસરના તાંતણા નાખવા, પછીતેને 5મીનિટ સુધી અથવા ખાંડ ઓગળે ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું. પછી તેમાં એલચીનોપાઉડર નાખો.
- હવે બાસુંદી ઘટ્ટ થઈ ગઈ હશે એટલે તેને સર્વિંગ બાઉલમાં અથવાકપમાં ગરમ ગરમ પીરસો.
- જો ઠંડી બાસુંદીપસંદ હોય તો તેને ફ્રિજમાં રાખી બે-ત્રણ કલાક પછી ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ ભભરાવી પીરસો. તૈયાર છે બાસુંદી.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati | sabudana vada banavani rit
મોહનથાળ બનાવવાની રીત | મોહન થાળ બનાવવાની રીત | mohanthal banavani rit | mohanthal recipe in gujarati